ETV Bharat / state

વરણું ગામનાં મંદિરમાં કોઈ પ્રવેશબંધી નથી: કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ પોલીસ અને દલિત સમાજનો ખુલાસો

author img

By

Published : Nov 1, 2021, 12:57 PM IST

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામમાં થોડાક દિવસો અગાઉ રામ મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરવા બદલ દલિત પરિવાર પર થયેલાં ઘાતક હુમલાની ઘટનાની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઈ રહી છે, ઉપરાંત દલિત સમાજના લોકોમાં પણ ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના દલિતોના મંદિરમાં પ્રવેશ અંગેના નિવેદન (Congress leader Jignesh Mewani's statement) બાદ પોલીસનો અને વરણું ગામના દલિત લોકોનો ખુલાસો (Revelation of police and Dalit community) સામે આવ્યો છે.

જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ પોલીસ અને દલિત સમાજનો ખુલાસો

  • કચ્છમાં અનુસૂચિત જાતીના લોકો પર થયેલ હુમલો મામલો
  • ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ આવ્યો ખુલાસો
  • કચ્છમાં દલિતોને કોઈ મુશ્કેલી નથી
  • દલિતોને મંદિરમાં જતા કોઈ અટકાવતું નથીનો વિડિઓ આવ્યો સામે

કચ્છ: દલિત સમાજ પર થયેલ હુમલા મુદ્દે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું (Congress leader Jignesh Mewani's statement) કે મંદિર જાહેર સ્થળ છે જેમાં તમામ લોકોને પ્રવેશવાની છૂટ હોય તો ભેદભાવ કેમ? દલિતો સાથે સમગ્ર ગુજરાતમાં ભેદભાવ થઈ રહ્યો છે, તો આના વિરોધમાં આંદોલન કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ 1 તારીખે રા૫૨ના વરણું ગામે દલિતોનો મંદિર પ્રવેશ કરાવવાનો કાર્યક્રમ આપ્યો છે. બીજી તરફ પૂર્વ કચ્છ પોલીસે હુમલામાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી લેવા 12 ટીમોની રચના કરી છે.

મંદિરમાં દર્શન કરવાનું મનદુઃખ રાખી હુમલો કરાયોનો આક્ષેપ

ભચાઉના નેર ગામે 18 અને 19 ઓક્ટોબરના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. આ પ્રસંગે ગામના મોટી ઉંમરના દલિત આગેવાન જગાભાઈ હમીરભાઈ વાઘેલા અને તેમનો પરિવાર પણ મંદિરમાં દર્શન કરવા ગયો હતો. આ બાબતનું મનદુઃખ રાખી ગામના સુથારે 20 લોકોના ટોળાને એકત્ર કરી જગાભાઈ વાઘેલા પર હુમલો કરવા ઉશ્કેર્યા હતા.

ખેતરમાં નુકસાની કરીને હુમલો કરાયાનો આક્ષેપ

ઉશ્કેરાયેલ ટોળાએ જગાભાઈના પુત્ર ગોવિંદના ખેતરમાં ભેંસોને ચારવા મૂકી દેતા લાખોના પાકમાં નુકસાની થઈ હતી. ત્યાર બાદ બાવળની ઝાડીમાં છૂપાઈ રહેલાં આરોપીઓ ધારિયા, લોખંડના પાઈપ, કુહાડી, લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યાર બાદ આ ટોળું જગભાઈના ઘરે પહોંચ્યું હતું અને જગાભાઈ, તેમના પત્ની અને પુત્ર ભુરાભાઈ પર હુમલો કર્યો હતો. હુમલાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

તમામ આરોપી ઝડપાયા બાદ જ સાચું તથ્ય જાણી શકાશે: પૂર્વ કચ્છ એસપી

આ હુમલા અંગે વાતચીત કરતાં પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલે જણાવ્યું હતું કે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગોવિંદ અને જગાભાઈ બંનેની ફરિયાદો નોંધી હતી. પોલીસે 20 લોકો સામે દલિત પરિવાર પર હુમલો કરવા બાબતે અલગ અલગ કલમો તળે ફરિયાદો નોંધવામાં આવી છે. આરોપી ભાણજી સુથાર ત્રણ વર્ષ અગાઉ જગાભાઈ સામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારી ગયો હતો. તેના મનદુઃખ વચ્ચે તેણે રામ મંદિર પ્રવેશના બહાને આરોપીઓને હુમલો કરવા ઉશ્કેર્યાં હતા, તેમ ફરિયાદીએ જણાવ્યું છે. આ ઉપરાંત તમામ આરોપી પકડાશે ત્યાર બાદ જ સાચું તથ્ય જાણી શકાશે તેવું પણ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલે ઉમેર્યું હતું.

ધારાસભ્ય, સાંસદ અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ચૂપ: જીગ્નેશ મેવાણી

તો બીજી બાજુ આ ઘાતક હુમલાની ઘટનાના વિરોધમાં કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીએ આગામી પહેલી તારીખે રાપરના વરણું ગામે મંદિરમાં દલિતોનો પ્રવેશ કરાવવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે નેર ગામની ઘટના અંગે ભાજપના ચૂંટાયેલાં સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ચૂપ છે. જનપ્રતિનિધિઓ અને પ્રશાસનના મૌન અને મિલિભગતથી દલિતો પર ગોઝારા હુમલા થાય છે.

દલિતોને મંદિરમાં જતા કોઈ અટકાવતું નથીનો વિડિઓ સામે આવ્યો

જીગ્નેશ મેવાણીએ ભચાઉના નેર ગામમાં રામ મંદિરમાં દર્શન કરવા બદલ દલિત પરિવાર પર થયેલાં ઘાતક હુમલાના વિરોધમાં વરણું ગામે મંદિરમાં દલિતોનો પ્રવેશ કરાવવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસે એક અખબારી યાદીમાં જાહેર કર્યું છે કે ગામના મંદિરમાં દર્શન કરવા માટે દલિતો પર કોઈ પ્રવેશબંધી નથી તેવો વિડિયો પણ સામે આવ્યો છે.

વરણું ગામમાં મંદિર પરિસરમાં એક બેઠક યોજાઇ હતી

જીગ્નેશ મેવાણીના નિવેદનને ગંભીરતાથી લઈ પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલે આડેસર પોલીસને ગામમાં તપાસ કરવા મોકલી હતી. આડેસર પોલીસે મંદિર પરિસરમાં એક બેઠક યોજી હતી. જેમાં તમામ સમાજના સદસ્યો હાજર રહ્યાં હોવાનો દાવો કરાયો છે. પોલીસે મંડળીના પ્રમુખ બાબુભાઈ કમાભાઈ સિંધલને ટાંકી જણાવ્યું છે કે ગામમાં સુમેળભર્યું વાતાવરણ છે અને મંદિરમાં કોઈ સમાજ માટે પ્રવેશબંધી નથી.

દલિતોની પ્રવેશબંધીનો કોઈ મુદ્દો જ નથી: અનુસૂચિત જાતિ આગેવાન

વરણું ગામમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ હોવાનું અને આ ગામ સામાજિક સમરસતા માટે આસપાસના વિસ્તારમાં જાણીતું હોવાનું કમાભાઈએ જણાવ્યું હતું. આથી ગામના મંદિરમાં દલિતોની પ્રવેશબંધીનો કોઈ મુદ્દો ઉપસ્થિત ના થતો હોવાનું પોલીસે જણાવ્યું છે. પોતાના દાવાના પૂરાવા માટે પોલીસે મોબાઈલ ફોનમાં કમાભાઈની વાતને રેકોર્ડ કરી તેની વિડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને કોઈ સમાજના લોકો માટે પ્રવેશબંધી નથી તેનો ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો: કરછમાં દલિતો દ્વારા મંદિરમાં પ્રવેશ મુદ્દે થયેલા હુમલા બાદ જીગ્નેશ મેવાણીનું આંદોલન તરફ આહવાન

આ પણ વાંચો: મનરેગાની 100 દિવસ રોજગારીના વાયદા વચ્ચે ગુજરાતમાં માત્ર 24 દિવસ જ રોજગારી: જીગ્નેશ મેવાણી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.