કચ્છ: ગુજરાત નિર્દેશાલયમાં, સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ/એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુનિટ્સમાં 2 ગુજરાત સ્વતંત્ર કંપની ભુજ, 7 ગુજરાત બટાલિયન NCC મહેસાણા અને 2 ગુજરાત એર સ્ક્વૉડ્રન NCC અમદાવાદનો સમાવેશ થાય છે.
અબડાસા, નખત્રાણા, લખપત, ભુજ ભચાઉ, સાંથલપુરના સરહદી તાલુકા અને ગાંધીનગરના તાલુકા ખાતે કુલ 980 સિનિયર ડિવિઝન/ સિનિયર વિંગ અને 2,650 જુનિયર ડિવિઝન/ જુનિયર વિંગ કેડેટ્સની NCCમાં નોંધણી કરવામાં આવશે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં, 6 નૌસેના NCC યુનિટ્સ પહેલાંથી જ વર્ષ 2017માં વિસ્તરણના ત્રીજા તબક્કામાં ઉભા કરવામાં આવ્યા છે. જેમાં પોરબંદર, ભૂજ, ગાંધીધામ, વેરાવળ, જામનગર અને નવસારી યુનિટ્સનો સમાવેશ થાય છે અને કુલ 15,000 વધારાની જગ્યાઓ બહાર પાડવામાં આવી હતી.
NCCના નૌસેનાના કેડેટ્સને દરિયાઇ પોલીસ સાથે સંકલન કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગની તાલીમ આપવામાં આવશે.
વિસ્તરણની યોજના રાજ્ય સરકાર સાથે સંકલન કરીને અમલમાં મૂકવામાં આવશે અને હવે 34 સંસ્થાઓને ઓળખી કાઢવામાં આવી છે. જ્યાં NCCનો પ્રારંભ કરવામાં આવશે. અન્ય સંસ્થાઓ સાથે પણ જોડાણ માટે સંપર્કવ્યવહાર ચાલુ છે. સરહદી વિસ્તારોના યુવાનોને સૈન્યની તાલીમ અને જીવનમાં શિસ્તના પાઠ શીખવા મળશે. આ ઉપરાંત તેઓ સશસ્ત્ર દળોમાં જોડવા માટે પ્રેરિત પણ થશે.