ETV Bharat / state

કચ્છના મુન્દ્રા અને કંડલા પોર્ટ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડાયા - ડબલ ડેકર ટ્રેન

રેલવે દ્વારા માર્ગ પરિવહનને ઝડપી બનાવવા માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તૈયાર કરાયો છે. આ કોરિડોર પૈકી 704 કિલોમીટરનો કોરિડોર કાર્યરત થતા કચ્છના મુન્દ્રા અને કંડલા બંદર પણ આ કોરિડોર સાથે જોડાઈ ગયા છે.

મુન્દ્રા અને કંડલા પોર્ટ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડાયા

author img

By

Published : Jun 22, 2021, 2:34 PM IST

  • મુન્દ્રાથી રાજસ્થાન સૌપ્રથમ વખત 178 કન્ટેનરની ડબલ ડેકર ટ્રેન દોડતી કરાઈ
  • 704 કિલોમીટરનો કોરિડોર કાર્યરત થયો
  • કચ્છના મુન્દ્રા અને કંડલા બંદર પણ કોરિડોર સાથે જોડાયા

કચ્છ : ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અંતર્ગત મુન્દ્રાથી રાજસ્થાન સૌપ્રથમ વખત 178 કન્ટેનરની ડબલ ડેકર ટ્રેન દોડતી કરાઈ હતી. આ અંગેની વિગતો મુજબ દેશભરમાં પોર્ટ કનેક્ટિવિટી વધારવા માટે વિભિન્ન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેલવે ટ્રેકનું કાર્ય પૂર્ણ થતા પ્રથમ વાર મુન્દ્રા પોર્ટથી રાજસ્થાન, કોંકણ, કાઠુવાસ સુધી ડબલ ડેકર કન્ટેનર ટ્રેન દોડાવવામાં આવી હતી.

દેશ-વિદેશથી મશીનો અને સ્પેરપાર્ટ્સ આયાત કરવામાં આવ્યા

આ ડબલ ડેકર કન્ટેનર રેક પર 178 કન્ટેનર સમાવાયા હતા. જેમાં ફ્રાન્સ, મેક્સિકો, ઇટાલી ,જાપાન ,જર્મની અને યુએઇથી આયાત ગ્લિસરીન, એલ્યુમિનિયમ સ્પેરપાર્ટ્સ, ઇલેક્ટ્રિક પાર્ટ્સ, મશીન, કંપ્રેસર સહિતનો કાર્ગોનો સમાવેશ થયો હતો.

આ પણ વાંચો : કટિહાર રેલવે સ્ટેશનથી 226 ઓક્સિજન સિલિન્ડર કરાયા જપ્ત

ઉત્તર અને પૂર્વના રાજયો સાથેની કનેક્ટિવિટી સરળતાથી મળી રહેશે

રેલવે વિભાગની આ પહેલથી રાજ્યના મુન્દ્રા, પીપાવાવ, કંડલા હજીરા, દહેજ સહિતના પોર્ટને દેશના ઉત્તર અને પૂર્વના રાજયો સાથેની કનેક્ટિવિટી વધુ સરળતાથી મળી રહેશે.

7020 કરોડના ખર્ચે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તૈયાર કરાયો

રૂપિયા 7,020 કરોડના ખર્ચે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર તૈયાર કરાયો છે. મુન્દ્રા પોર્ટથી રાજસ્થાન સુધી દોડતી ટ્રેન ન્યુ પાલનપુરથી દોડાવવામાં આવી હતી. આ નવો ટ્રેક કાર્યરત થઇ જતા મુન્દ્રા અને કંડલા બંદરથી રેલમાર્ગે પરિવહન વધુ ઝડપી બનશે. આ કોરિડોર ટ્રેન યુદ્ધ માટેના ટેન્કો અને અન્ય હથિયારોનું પરિવહન કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

કુલ 704 કિલો મીટરનો કોરિડોર કાર્યરત થયો

મુંદરા પોર્ટથી પાલનપુર સુધી કન્ટેનર ટ્રેન રૂટિન ટ્રેક પરથી દોડી હતી. અગાઉ 352 કિલો મીટરના કોરિડોરનું ગત ડિસેમ્બર મહિનામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે વધારાના 306 કિલો મીટરના રાજસ્થાનના મદાર રવારી સેક્શનને પણ કાર્યાન્વિત કરાતાં કુલ 704 કિલો મીટરનો કોરિડોર કાર્યરત થઈ ગયો છે.

આ પણ વાંચો : વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા કેન્દ્ર સરકારે વિરુદ્ધ સુત્રોચ્ચાર

ભવિષ્યમાં ઉત્તર પ્રદેશના દાદરીથી જવાહરલાલ નેહરુ પોર્ટ-મુંબઈ સુધી કોરિડોર જોડાશે

આ કોરિડોરને નજીકના ભવિષ્યમાં ઉત્તર પ્રદેશના દાદરીથી જવાહરલાલ નેહરુ પોર્ટ-મુંબઈ સુધી જોડવામાં આવશે. મુંદરા બંદરેથી નીકળેલી કન્ટેન૨ ટ્રેનમાં 178 પૈકી 78 કન્ટેનર પંજાબ લુધિયાણાના ધાંધરી ક્લાન રેલવે સ્ટેશનના, દાદરી-ઉત્તર પ્રદેશના 90 અને 5 કન્ટેનર આસામના હતા.

જાણો શું કહ્યું પશ્ચિમ રેલવે IRTS?

પશ્ચિમ રેલ્વેના IRTS અદિશ પઠાનીયાએ જણાવ્યું હતું કે, આ કોરિડોરના કારણે ઘણો બધો સમય બચશે અને માલ પરિવહન ઝડપી બનશે. તથા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના કારણે દેશ-વિદેશથી આયાત-નિકાસ પરિવહન વધુ સરળ બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.