ETV Bharat / state

ભચાઉ પાસે વાહનની અડફેટે માતા-પુત્રના મોત - ભચાઉ લોકલ ન્યુઝ

ભચાઉના બટિયા પુલથી આગળ ગાંધીધામ બાજુ જતા રસ્તા પર રસ્તો ક્રોસ કરવા જતાં કોઈ અજાણ્યા વાહને અડફેટમાં લેતા માતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ભચાઉ પાસે વાહનની અડફેટે માતા-પુત્રના મોત

author img

By

Published : May 21, 2021, 12:18 PM IST

  • અજાણ્યા વાહનની અડફેટે માતા પુત્રનું મોત
  • રસ્તો ક્રોસ કરતી વખતે બન્યો બનાવ
  • માતા અને તેના 6 વર્ષીય પુત્રનું ઘટનાસ્થળે મોત

કચ્છ: ભચાઉના બટિયા પુલથી આગળ ગાંધીધામ બાજુ જતા રસ્તા પર રસ્તો ક્રોસ કરવા જતાં કોઈ અજાણ્યા વાહને અડફેટમાં લેતા માતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત થયું હતું. અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરાઈ છે. અકસ્માતમાં માતા અને તેના 6 વર્ષીય પુત્રનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.

આ પણ વાંચો: રાજકોટના ગોંડલ-મોવિયા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે એકનું મોત

પૂરપાટ આવતા કોઈ અજાણ્યા વાહને આ માતા પુત્રને હડફેટે લીધા હતા

બનાસકાંઠાના માધાપુરામાં રહેતા લુણીબેન તથા તેમનો પુત્ર મેહુલ સાંતલપુરથી ભચાઉ આવ્યા હતા. મહિલા અને 6 વર્ષીય પુત્ર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ આવતા કોઈ અજાણ્યા વાહને આ માતા પુત્રને હડફેટે લીધા હતા અને બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મહિલા અને તેના પુત્રની ઓળખ માટે પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને અંતે મહિલા બનાસકાંઠાના લુણીબેન પંડ્યા ને તેમનો પુત્ર મેહુલ પંડ્યા હોવાનું બહાર આવ્યું હતું.આ ઘટનામાં પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: મેઘરજ બાયપાસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે આવતા છ ગાયનાં મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.