કચ્છ મોરબીના ઝૂલતા પૂલની (Morbi Bridge Collapse) કમનશીબ દુર્ઘટનામાં માતાના ગર્ભમાં રહેલા એક બાળક સહિત 20 ભૂલકાઓ કે જેઓએ માતા-પિતા કે કોઇ એકને ગુમાવ્યા છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના એક પ્રયાસના ભાગરૂપે અદાણી ફાઉન્ડેશન (Adani Foundation) દ્વારા થાપણના સ્વરૂપમાં 5 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
બાળકો થયા અનાથ અદાણી ફાઉન્ડેશનની (Adani Foundation) અખબારી યાદીમાં જણાવ્યું મુજબ, સત્તાવાર રેકોર્ડ અનુસાર 7 બાળકોએ આ દુર્ઘટનામાં તેમના માતા અને પિતા ગુમાવતા અનાથ બન્યા છે અને 12 બાળકો (Morbi Bridge Collapse Victim Childrens) એવા છે કે, જેમણે માબાપ પૈકી કોઈ એકને ગુમાવ્યા છે. અદાણી ફાઉન્ડેશન (Adani Foundation) મોરબી જિલ્લા વહીવટી તંત્ર (Morbi District Administration) સાથે આ તમામ બાળકો તેમ જ પૂલની આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગર્ભા મહિલાના ગર્ભમાં રહેલા બાળક માટે પણ 25 લાખની થાપણ ઉભી કરવા માટે સંકલન કરી રહ્યું છે.
30 ઓક્ટોબરને બની હતી દુર્ઘટના મોરબીની મચ્છુ નદી ઉપર 1880માં બાંધવામાં આવેલો ઐતિહાસિક ઝૂલતો પુલ (Morbi Bridge Collapse) ગત તા. 30મી ઓકટોબર, 2022ની સાંજે ધરાશાયી થયો ત્યારે ઓછામાં ઓછા 135 લોકોએ તેમની મહામૂલી જીંદગી ગુમાવી છે અને 180થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.
પ્રિયજનોને ગુમાવનારા લોકોના દર્દમાં અમારી સંવેદના વહેંચીએ છીએ અદાણી ફાઉન્ડેશનનાં (Adani Foundation) ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું હતું કે, "અમે મહામૂલી જીંદગીનો ભોગ લેનાર આ કમનસીબ ઘટનાથી અતિ વ્યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના પ્રચંડ દર્દમાં અમારી સંવેદના વહેંચીએ છીએ.. સૌથી વધુ ગંભીર રીતે અસરગ્રસ્તોમાં નાના બાળકો (Morbi Bridge Collapse Victim Childrens) છે, જેમાંથી ઘણાને હજી સુધી કહેવામાં આવ્યું નથી કે, તેમના માતા અથવા પિતા અથવા બંને માતાપિતા ક્યારેય ઘરે પાછા ફરશે નહીં. આ મહા મુશ્કેલીની ઘડીમાં આ બાળકોના વિકાસ, તેઓને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય અને પરિપૂર્ણ જીવન જીવવાનું સાધન ઉપલબ્ધ થાય તે માટે જે કંઈ કરી શકીએ તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આથી જ અમે તેઓને તેમના વિકાસના વર્ષોમાં જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવા માટે ફંડ સ્થાપવાનું નક્કી કર્યું છે.
મોરબીના જિલ્લા કલેક્ટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર સુપરત કરાયો અદાણી ફાઉન્ડેશન (Adani Foundation) રાહત કામગીરીના પ્રયાસોની દેખરેખ રાખતા સત્તાવાળાઓ સાથેના પરામર્શમાં રહી 20 બાળકો માટે ચોકકસ ભંડોળ સુરક્ષિત ફિક્સ ડિપોઝિટમાં મૂકશે, જેથી તેઓની જરૂરિયાતોને ટેકો આપવા માટે વ્યાજની રકમ અકબંધ રહે. આ સંદર્ભમાં અદાણી ફાઉન્ડેશનના (Adani Foundation) એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવીએ મોરબીના જિલ્લા કલેક્ટરને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપરત કર્યો હતો.