ETV Bharat / state

Kandla port ને મેગા પોર્ટ બનાવવા કરાશે પ્રયાસ: કેન્દ્રીયપ્રધાન સર્બાનંદ સોનોવાલ

કેન્દ્રીય જહાજ, બંદરો અને જળમાર્ગપ્રધાન સર્બાનંદ સોનોવાલ (Union Minister Sarbananda Sonowal) 3 દિવસ માટે કચ્છના પ્રવાસે છે. કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલ ત્રણ દિવસ દરમ્યાન કચ્છ જિલ્લાના કંડલા, તુણા અને માંડવી બંદરની મુલાકાત લેવાના છે ત્યારે આજે તેઓએ કંડલા દીનદયાળ પોર્ટના (Kandla port ) અધિકારીઓ સાથે મિટિંગ યોજી હતી.

Kandla port ને મેગા પોર્ટ બનાવવા કરાશે પ્રયાસ: કેન્દ્રીયપ્રધાન સર્બાનંદ સોનોવાલ
Kandla port ને મેગા પોર્ટ બનાવવા કરાશે પ્રયાસ: કેન્દ્રીયપ્રધાન સર્બાનંદ સોનોવાલ
author img

By

Published : Oct 19, 2021, 5:25 PM IST

  • કેન્દ્રીય જહાજ, બંદરો અને જળમાર્ગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ કચ્છના પ્રવાસે
  • આજે સર્બાનંદ સોનોવાલે દીનદયાળ પોર્ટના અધિકારીઓ સાથે યોજી મિટિંગ
  • કંડલા પોર્ટને મેગા પોર્ટ બનાવવા કરાશે પ્રયાસ: કેન્દ્રીયપ્રધાન

કચ્છઃ કેન્દ્રીયપ્રધાન સર્બાનંદ સોનોવાલ (Union Minister Sarbananda Sonowal) ત્રણ દિવસ કચ્છના પ્રવાસે છે. ત્યારે આજે (મંગળવારે) બીજા દિવસે તેઓ કચ્છના ગાંધીધામ પહોંચ્યા હતા. તેમણે સવારે 10.25 વાગ્યે કંડલા પોર્ટ પહોંચીને બીજા દિવસના પ્રવાસની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે સવારે 11.55 વાગ્યે નેવિગેશનલ ચેનલ, વોટરફ્રન્ટ અને પોર્ટ ફેસિલિટીઝનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓએ 1 વાગ્યે કાર્ગો જેટ્ટી નંબર 16ની લાસ્ટ બર્થની મુલાકાત લીધી હતી. અને ત્યાંથી તેઓએ 2.15 વાગ્યે કંડલા (Kandla port ) પર વીટીએમએસ ફેસિલિટીઝનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત 3 વાગ્યે તેઓ સોલ્ડ પેન લેન્ડ્સની મુલાકાત લેશે અને છેલ્લે 4.10 વાગ્યે તેઓ તુણા સેટેલાઈટ પોર્ટનું નિરીક્ષણ કરશે.

કેન્દ્રીયપ્રધાન ટ્વિટર પર ફોટો શેર કર્યા

કેન્દ્રીયપ્રધાન સર્બાનંદ સોનોવાલે (Union Minister Sarbananda Sonowal) આજે બીજા દિવસે ટ્વિટર પર ફોટોસ શેર કર્યા હતાં. જેમાં તેમણે 30 એકરમાં ફેલાયેલા ડીપીટી રોટરી ફોરેસ્ટમાં આયૂષ વાનનું ઉદ્ઘાટન કર્યું હતું. અને આયુર્વેદિક છોડનું વૃક્ષારોપણ કર્યું હતું. આ દરમિયાન કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

રોડ-ઓવર બ્રિજની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરાઈ

આ ઉપરાંત કેન્દ્રીયપ્રધાન સર્બાનંદ સોનોવાલે કંડલા ખાતે રોડ-ઓવર બ્રિજની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી. આ વિસ્તાર માટે એક મહત્વપૂર્ણ ગણાતો એવો આ રોડ-ઓવર બ્રિજના ઇન્ફ્રા પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય જહાજ, બંદરો અને જળમાર્ગપ્રધાન સર્બાનંદ સોનોવાલ 3 દિવસ માટે કચ્છના પ્રવાસે છે
સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના માધ્યમથી જ દેશ આત્મનિર્ભર બની શકશે: સર્બાનંદ સોનોવાલ "આપના દેશના વિકાસની ગતિ વધી રહી છે. છેલ્લા 5-7 વર્ષોમાં દેશની અંદર મોટા મોટા પરિવર્તનો આવ્યા છે.જુ દા જુદા ક્ષેત્રોમાં જે પરિવર્તન આવી રહ્યું છે તેનો લાભ જનતાને મળ્યો છે. જનતાને સામજિક સુરક્ષાથી લઈને તેમની અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પણ જનતાને સહયોગ આપવામાં આવ્યો છે જેના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દેશની જનતા ખૂબ આસ્થા અને વિશ્વાસ રાખ્યો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ દેશ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્ર બનશે તે નિશ્ચિત છે અને આત્મનિર્ભર ભારત બનાવવાનો સપનું પણ સાકાર થશે. સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના માધ્યમથી જ દેશ આત્મનિર્ભર બની શકશે."કંડલા પોર્ટને મેગા પોર્ટ બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવામાં આવશે: સર્બાનંદ સોનોવાલ

"આજે આ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (Kandla port ) કે જે દેશના પહેલા સ્થાને આવે છે તે પોતાના કર્મોને લીધે અને જનતાના સહયોગના લીધે આજે વિશેષ રીતે પોતાની પહેચાન બનવવામાં સફળ થયું છે. અને મેરિટાઈમ મિશન 2030 સુધીમાં આ પોર્ટને મેગા પોર્ટ બનાવવા માટેનો જે લક્ષ્ય છે તે સાકાર કરવામાં આવશે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે જે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની જરૂરિયાત હોય ભલે ને તે પછી દરેક જેટી માટેની હોય કે પછી મલ્ટી મોડલ કનેક્ટિવિટી હોય તમામ વ્યવસ્થાને વધારવા માટે અમે કટિબદ્ધ છીએ. આગામી દિવસોમાં એજ લક્ષ્ય રહેશે કે આ પોર્ટના માધ્યમથી જેટલું શક્ય હોય તેટલી સર્વિસ અને સુવિધાઓ વિકસાવવામાં આવે જેથી દેશના અર્થતંત્રને વેગ મળે અને દેશ આત્મનિર્ભર બને."

આ પણ વાંચોઃ કેન્દ્રિય પ્રધાન સર્બાનંદ સોનોવાલ કચ્છના પ્રવાસે, ગાંધીધામમાં આયૂષ વાનનું કર્યું ઉદ્ઘાટન, જાણો તેમનું સમગ્ર શેડ્યૂલ

આ પણ વાંચોઃ કચ્છમાં ફોરેર્સ્ટ વિભાગનો સપાટો, બન્ની વિસ્તારમાં 6,872 એકરમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.