કચ્છઃ જિલ્લામાં લમ્પી સ્કીન ડિસીઝનો કહેર દિવસેને દિવસે વધતો જઈ (Lumpy virus terror in Kutch district) રહ્યો છે અને ગાયોની હાલત કથળતી જાય છે. આ રોગ હવે બેકાબૂ થઈ ગયો હોય તે રીતે જિલ્લાભરમાં ફેલાઈ ગયો છે. જિલ્લામાં 23.79 લાખ પશુધન છે, જે પૈકી 5.74 લાખ ગાયો છે. આમાંથી 1.86 લાખ ગાયોનું લમ્પી રોગ માટેનું રસીકરણ (Cattle Vaccination in Kutch) કરાયું છે. લમ્પી સ્કિન ડિસીઝના કારણે જિલ્લામાં 1,136 ગાયો મોતને ભેટી છે. ગાયોની આવી પરિસ્થતિ જોઈને ગૌપ્રેમીઓમાં પણ અરેરાટી ફેલાઈ છે.
જિલ્લા તંત્ર એક્શનમાં - એપ્રિલ મહિનામાં કચ્છના છેવાડાના લખપત તાલુકામાં કેપરીપોક્સ વાયરસથી (Capripox virus in Kutch) થતી લમ્પી સ્કીન ડિસીઝના કેસ દેખાવાના શરૂ (Lumpy virus cases rise in Kutch) થયા હતા. તો લખપત બાદ અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, ભૂજ, રાપર, ભચાઉ તેમ ધીમે ધીમે સમગ્ર કચ્છમાં આ બીમારી નોંધાઈ છે. આ રોગ સામે જિલ્લા તંત્ર પણ કાર્ય કરી રહ્યું છે અને જિલ્લાના 556 ગામોમાં અત્યાર સુધી 35,000થી વધુ પશુઓને સારવાર આપી છે અને વાયરસની અસર ન થઈ હોય તેવા 1.86 લાખ પશુઓને આ રોગથી બચવા રસી પણ આપવામાં આવી છે. તો કુલ 72 ટીમો દ્વારા આ રોગને નાથવા પ્રયાસ (Kutch Health Department team in action) ચાલુ છે.
આ પણ વાંચો-લમ્પી વાયરસના લીધે વણસી સ્થિતિ, કલેક્ટરે ૫શુઓના ૫રિવહન ઉ૫ર પ્રતિબંધ મૂક્યો
એક જ દિવસમાં 68 પશુઓના મોત - અસરગ્રસ્ત જિલ્લામાં આ રોગ ફેલાતો અટકે તે માટે રાજ્યોના વધારાના પશુ ચિકિત્સકો અને પશુધન નિરીક્ષકોને ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે. બીજી તરફ કૉંગ્રેસ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે, વાસ્તવિકતા છૂપાવવામાં આવી રહી છે. કોરોનાની જેમ પશુઓના મોત પણ છૂપાવાઈ રહ્યા છે. દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. કચ્છમાં લમ્પી વાયરસથી મોત થવાનો સિલસિલો ચાલુ રહ્યો હોય તેમ એક જ દિવસમાં લમ્પી વાઈરસના (Lumpy virus terror in Kutch district) કારણે કચ્છમાં 68 પશુઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે અને કુલ આંકડો 1,136એ પહોંચ્યો છે.
આ પણ વાંચો- Lumpy Virus In Valsad : વલસાડમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા લેવાયા સેમ્પલ
શું છે આ લમ્પી રોગ - આ રોગના પશુને પહેલા 8થી 10 દિવસ તાવ આવે છે અને ત્યારબાદ પશુના શરીર પર ગાંઠો નીકળે છે. અમુક સમય બાદ આ ગાંઠો કાં તો બેસી જાય છે કાં તો ફૂટે છે. અમુક કેસોમાં જ્યાં શ્વસન તંત્રમાં ગાંઠો હોય તો પશુઓને વધારે જોખમ રહેતું હોય છે. આ રોગ વાયરસથી થતો રોગ છે અને કેપ્રીપોક્સ (Capripox virus in Kutch) નામના વાયરસથી થતો રોગ છે. ગાયોમાં પણ લમ્પી રોગને (Lumpy virus terror in Kutch district) લઈને તણાવ જોવા મળતો હોય છે. ખાસ કરીને જો આ વાયરસનો ફેલાવો શ્વસનતંત્ર સુધી થઈ જાય તો અમુક કેસોમાં ગાયોનું મૃત્યુ પણ થતું હોય છે. ગાયોમાં તણાવ જોવા મળે છે, જેથી કરીને ખાવા પીવાની ઈચ્છા પણ ઓછી થઈ જતી હોય છે. આંખ, નાકમાંથી સ્ત્રાવ, મોઢામાંથી લાળ પડે છે. કેટલાક કિસ્સામાં ગર્ભપાત પણ થાય. દુધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.
આ રોગ સમયે પશુઓને આરામ આપવો જોઈએ - લમ્પી સ્કીન ડિસીઝ (Lumpy virus terror in Kutch district) માખી, મચ્છર, જુ તથા ઈતરડીથી ફેલાય છે. આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે. જ્યારે પશુને આ રોગ થયો હોય ત્યારે પશુને સીમાડામાં ચરવા માટે ન મોકલવું જોઈએ. સીમાડા સુધી જવામાં પશુને વધારે તકલીફ પડે છે અને રોગનું પ્રમાણ વધે છે.જો પશુઓમાં આ રોગ જોવા મળે તો પશુઓને ચરિયાણ કરવા ના મોકલવું, જેથી કરીને અન્ય પશુઓને તે ના મળે અને અન્ય પશુઓમાં આ રોગ ન ફેલાય.