કચ્છઃ મુખ્યપ્રધાને જિલ્લાના પશુધનમાં આ લમ્પી સ્કિન ડીસીઝ (Lumpy virus in kutch)વધુ ન ફેલાય તે માટે રોગ ફેલાવતા કીટકોના નિયંત્રણ માટેના પગલાં અને ઉપાયો વધુ સઘન બનાવવા માટે સૂચન (CM Bhupendra Patel in Kutch) પણ કર્યા છે. તેમજ પશુઓના મૃતદેહોનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તેની તકેદારી રાખવા જિલ્લાના અધિકારીઓને સૂચનો કર્યા છે. કચ્છ જિલ્લામાં 23.79 લાખ પશુધન છે જે પૈકી 5.74 લાખ ગાયો છે તેમાંથી 2.26 લાખ ગાયોનું લમ્પી રોગથી બચાવ માટે રસીકરણ કરાયું છે. લમ્પી સ્કિન ડિસિઝના કારણે જિલ્લામાં 1190 ગાયો મોતને ભેટી છે. કુલ 50,000 પશુઓની સારવાર (lumpy skin disease treatment medicine) કરાઈ છે. ગાયોની આવી પરિસ્થિતિ Lumpy virus in cows જોઈને ગૌપ્રેમીઓમાં પણ અરેરાટી ફેલાઈ છે. કચ્છ જિલ્લા માટે કામધેનુ યુનિવર્સિટીના (Kamdhenu University) વધુ 175 લોકોની ટીમ મોકલી રસીકરણનું કાર્ય સઘન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લાતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી - મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે આ મુલાકાતમાં કૃષિ કલ્યાણ સહકાર અને પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશપુરી, મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને પશુપાલન નિયામક ફાલ્ગુનીબેન પણ જોડાયા હતાં. મુખ્ય પ્રજાને કચ્છ જિલ્લાના પશુઓમાં જોવા મળેલા લમ્પી સ્કિન ડીસીઝ સામે વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા સારવાર ઉપાયોની સમીક્ષા જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને કરી હતી.
જિલ્લામાં રાજ્ય સરકાર તરફથી પણ વેક્સિનનો પૂરતો જથ્થો ફાળવવામાં આવ્યો - આ બેઠકમાં જણાવવામાં આવ્યું કે જિલ્લામાં 58 જેટલી પશુચિકિત્સા એમ્બ્યુલન્સ કાર્યરત છે. જિલ્લાના 964 ગામોમાંથી 585 ગામોના પશુઓ આ રોગથી અસરગ્રસ્ત છે. 38,000 પશુઓ આ રોગનો ભોગ બન્યા છે. આ પૈકી 3467 કેસ જ એક્ટિવ કેસ છે. 50000 પશુઓને સારવાર આપવામાં આવેલી છે.એટલુ જ નહીં 2.26 લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લામાં 20,000 પશુઓને રસીકરણ કરીને બાકી રહેલા 3.30 લાખ પશુઓનું સઘન રસીકરણ કરવાનો એક્શન પ્લાન્ટ જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.જિલ્લામાં રાજ્ય સરકાર તરફથી પણ વેક્સિનનો પૂરતો જથ્થો ફાળવવામાં આવ્યો છે.
કચ્છમાં આઇસોલેશન સેન્ટર અને ગૌશાળા પાંજરાપોળની મુલાકાત લઈને પરિસ્થિતિની જાણકારી મેળવી - કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસને સમીક્ષા બેઠકમાં ચર્ચા અંગે મીડિયા સાથે વાતચીત કરતા પશુપાલન પ્રધાન રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસની પરિસ્થતિને ધ્યાનમા રાખીને રાજ્ય સરકાર ચિંતિત છે. કચ્છમાં આઇસોલેશન સેન્ટર અને ગૌશાળા પાંજરાપોળની મુલાકાત લઈને પરિસ્થિતિની જાણકારી મેળવી કચ્છના જુદા જુદા આગેવાનો, સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી અને તેમની રજૂઆતો સાંભળી હતી.
મુખ્યપ્રધાને કચ્છ જિલ્લાની લમ્પીગ્રસ્ત પશુઓની સ્થિતિ અંગેની જાણકારી મેળવી - કલેકટર કચેરી ખાતે જિલ્લાના વહીવટી તંત્ર સાથે અધિકારીઓ તથા પદદાધિકારીઓ સાથેની મીટીંગ થઈ તેમાં પણ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા થઈ શું સ્થિતિ છે, શું થઈ રહ્યું છે તેની માહિતી મેળવી સરકાર તરફથી શું જરૂરિયાત છે તેની પણ નોંધ લેવામાં આવી અને સમગ્ર કચ્છની લમ્પીગ્રસ્ત પશુઓની સ્થિતિ અંગેની જાણકારી મેળવી તેમજ તેને ફેલાવતો અટકાવવા માટેની કાર્યવાહી, તેમ જ પશુઓને જે સારવાર અપાઈ રહી છે તેની સ્થિતિ અને આ રોગ પ્રસરતો અટકે તે માટે જે વેક્સિનની કામગીરી થઈ રહી છે તે અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી હતી.
આ પણ વાંચોઃ લમ્પીગ્રસ્ત ગાયનું દૂધ પીવું કે ન પીવું?
મુખ્યપ્રધાને બે વખત આ પ્રશ્ને ઉચ્ચકક્ષાએ મિટિંગ પણ યોજી અને સ્થિતિની સમીક્ષા કરી -અગાઉ પણ રાજ્યના ચીફ સેક્રેટરીથી પશુપાલન ખાતાના સચિવ અને પશુપાલન નિયામક દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. રાજ્યના મુખ્યપ્રધાને બે વખત આ પ્રશ્ને ઉચ્ચકક્ષાએ મિટિંગ પણ યોજી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે પોતે પણ જાત નિરીક્ષણ કરી અને સમીક્ષા કરવા માટે આવ્યા છે અને તેની ચર્ચા બેઠકમાં થઈ. વહીવટી તંત્રની છેલ્લી કામગીરી અંગેની પણ નોંધ લેવામાં આવી છે અને વાસ્તવિક શું પરિસ્થિતિ છે તેની માહિતી પણ જાતે મેળવી અને બાકીની કાર્યવાહી હવે કરાશે.
આ પણ વાંચોઃ લમ્પી વાયરસને લઈને સુમુલ ડેરી એક્શનમાં, સુમુલના 80 ડોક્ટરોની ટીમ કાર્યરત
લોકો પણ જાગૃત થતા ગયાં અને આવા પશુઓની સારવાર માટે સક્રિય થયા - બેઠકમાં તમામ આંકડાકીય માહિતીની વિગતવાર ચર્ચા કરાઈ છે અને હાલમાં જે મૃતદેહોનો જે આંકડો સરકાર આપી રહી છે તે અમારી દ્રષ્ટિએ સંપૂર્ણ સાચું છે. સરકાર તો આ રોગની શરૂઆતથી જાગી છે, પણ ધીરે ધીરે સમાજમાં પણ જાગૃતિ આવી રોગનો ગંભીરતાનો ખ્યાલ આવ્યો એમ એમ લોકો પણ જાગૃત થતા ગયા અને આવા પશુઓની સારવાર માટે સક્રિય થયા.
વહેલી તકે કચ્છ લમ્પીમુક્ત બને તેવી કામગીરી હાથ ધરાશે - રાજ્યમાં લમ્પીની અસર વધુ હોય તો એ કચ્છ જિલ્લો છે. મૃત્યુનો આંક પણ બીજા જિલ્લાઓ કરતા કચ્છમાં વધુ છે અને અસરગ્રસ્ત પશુઓની સંખ્યા પણ વધુ છે. સરકાર પણ એટલી જ ગંભીર છે. સરકારે કચ્છના પશુઓમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને લમ્પીનો ભોગ બનેલા પશુઓમાં પૂરતા પ્રમાણમાં રસીકરણ થાય તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં લગભગ તમામ ગૌવંશનું રસીકરણ થઈ જશે અને કચ્છ લમ્પીમુક્ત વહેલી તકે બને તેવી કામગીરી હાથ ધરાશે. ઉપરાંત હાલમાં મૃતક પશુઓની સહાય માટે સરકારની કોઈ વિચારણા નથી.