- કચ્છમાં સતત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે
- સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે લાગી રહી છે લાઈન
- 23 એપ્રિલે સરકારી ચોપડે 210 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 6 મોત થયા હતા
કચ્છઃ ભુજની ખારી નદી પાસે આવેલા સ્મશાન ગૃહમાં બે ગેસ વડે ચાલતી ચિતાદાહની ભઠ્ઠી આવેલી છે. પરંતુ મોટી સંખ્યામાં મૃતદેહ અહીં આવતા જૂની પરંપરા મુજબ નદીના કાંઠે 4 લોખંડની સગડીઓ ચાલુ કરવી પડી છે. શુક્રવારે કચ્છમાં 210 પોઝિટિવ કેસો નોંધાયા હતા અને 6 દર્દીઓના મોત થયા હતા.
આ પણ વાંચોઃ ભાવનગરમાં કોરોનાના નવા 302 કેસ નોંધાયા, કુલ કેસ 10 હજારને પાર
સ્મશાનો ખૂટી પડ્યા છે, નવા સ્મશાનો શરૂ કરવાની નોબત આવી
કોરોના સંક્રમણના કેસ સરકારી ચોપડે છે, રોજ દર્દીઓ મરી રહ્યા છે. દર્દીઓની અંતિમ ક્રિયા માટે સ્મશાનો ખૂટી પડ્યા છે, માટે નવા સ્મશાનો શરૂ કરવાની નોબત આવી છે. અગ્નિદાહ માટે કંધાઓ પણ ખૂટી પડયા છે. અહી છેલ્લા કેટલાક દિવસથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ નવસારીમાં 23 એપ્રિલે 108 કોરોનાના કેસ નોંધાયા
કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી સંક્રમણ વધતું અટકાવીએ
તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે, જરૂર ન જણાય તો ઘરથી બહાર ન નીકળો અને ઘરે રહો, સુરક્ષિત રહો, માસ્ક અને સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરતા રહો. એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આગળ આવીને કોરોનાની ચેઇન તોડવા માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીએ.