ETV Bharat / state

Kutch News: ચામડી દઝાડતી ગરમીમાં શરીરનું તાપમાન કંઈ રીતે જાળવી રાખવું, જાણો - કચ્છ સમાચાર

હાલમાં જિલ્લામાં હવામાન વિભાગની સૂચના મુજબ હિટવેવની અસર જોવા મળી રહી છે. તો ગરમીના પ્રકોપ જનજીવનને પણ અસર થઈ છે. ત્યારે 44 ડિગ્રી જેટલા તાપમાનમાં શરીરનું તાપમાન કંઈ રીતે જાળવી રાખવું તેમજ ક્યાં ખોરાક અને કેવી રીતે પાણીનું સેવન કરવું તે અંગે જાણો આ અહેવાલમાં.

ચામડી દઝાડતી ગરમીમાં શરીરનું તાપમાન કંઈ રીતે જાળવી રાખવું જાણો

author img

By

Published : May 13, 2023, 4:10 PM IST

ચામડી દઝાડતી ગરમીમાં શરીરનું તાપમાન કંઈ રીતે જાળવી રાખવું જાણો

કચ્છ: હાલમાં વરસી રહેલા આકરા તાપ અને પ્રખર લૂ વર્ષાથી કચ્છનું જનજીવન લાલચોળ થઈ ગયું છે. જોકે ખાલી કચ્છ નહીં પરંતુ પુરા ગુજરાતમાં આગ ઓગતી ગરમી પડી રહી છે. જેના કારણે લોકો પણ હવે વાતાવરણથી કંટાળી ગયા છે. થોડા દિવસ વરસાદ તો થોડા દિવસ ફૂલ ગરમી પડી રહી છે. કચ્છ જિલ્લામાં મહત્તમ પારો 40 થી 44 ડિગ્રી જેટલો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા મોચા વાવાઝોડાની અસરના લીધે ઉપલી સ્તરે એન્ટી સાયક્લોનની સ્થિતિ સર્જાતા ગરમીના પ્રમાણમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે અને હીટવેવની અસર વર્તાઈ રહી છે.

ગરમી વચ્ચે બહાર અવરજવર: ગરમીથી બચવા લોકો કરી રહ્યા છે ઠંડા પીણાંનું સેવનગરમ પવન અને લૂ લાગવાના કારણે ઋતુજન્ય બીમારીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આકરા તાપ સામે રક્ષણ મેળવવા માટે લોકો શેરડીનો રસ, વરિયાળીનું પાણી,નાળિયેર પાણી, છાસ,લીંબુ પાણી, આઈસ્ક્રીમ જેવી ઠંડી ચીજ વસ્તુઓના ઉપયોગ તરફ વળ્યા છે. તો લોકો ટોપી, ચશ્મા અને દુપટ્ટાનો ઉપયોગ કરીને અંગ દઝાડતી ગરમી વચ્ચે બહાર અવરજવર કરી રહ્યા છે. તો બપોરના સમયે લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આયુર્વેદિક વૈદ્ય રમેશ વરૂએ તાપમાનમાં શરીરની કંઈ રીતે કાળજી લેવી તેવી માહિતી આપી હતી.

"રમેશ વરૂએ આવા તાપમાનમાં પોતાના શરીરની કંઈ રીતે કાળજી લેવી તે અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "આયુર્વેદની રીતે ગ્રીષ્મ ઋતુ એટલે શરીરનો તાપ ખૂબ હોય. ઉષ્ણનો ઉપાય શીતળ છે માટે આહાર વિહાર હમેશા શીતળ લેવો જોઈએ. ઉષ્ણ આહાર ન લેવો જોઈએ. મસ્તિષ્ક પણ એકદમ ઠંડો રાખવું ગુસ્સો તેમજ નારાજગી શરીરમાં બ્લડ પ્રેશર વધારે છે. માટે તડકામાં બહાર ન નીકળવું જોઈએ" (રમેશ વરૂ)આયુર્વેદિક વૈદ્ય

ઠંડા ઉપચાર કરવા જોઈએ: આયુર્વેદિક વૈદ્ય રમેશ વરૂએ આપેલી માહિતી અનુસાર ઉષ્ણ ખોરાકનો ઉપયોગ ન કરવો શરીરના તાપમાનને જાળવી રાખવા નાળિયેર પાણી, વરિયાળીનું શરબત જે કોઈ ઠંડા ઉપચાર છે તે કરવા જોઈએ. ઉપરાંત દુધીનો ઉપયોગ કરવો પણ કરવો જોઈએ. ગરમ ચીજો જેવી કે મરચાં, અથાણાંનો વધારે થશે તો આ ગરમી બહુ મુશ્કેલી કરી શકે છે. તો તનથી ને મનથી બન્ને રીતે આવા વાતાવરણમાં શરીરની કાળજી રાખવી જોઈએ. પાણી પીવાનું વધારે રાખવું તો શીતળ જળથી દિવસમાં બે ત્રણ વાર સ્નાન કરવું જોઈએ.
ચામડી રેફ્રિજરેટરનું કામ: કુદરતે શરીરની રચના એવી કરી છે કે આપણી ચામડી રેફ્રિજરેટરનું કામ કરે છે. તે હાડ થીજવતી ઠંડી અને આગ ઓકતી ગરમીમાં પણ શરીરનું અંદરનું તાપમાન 37 સે. જાળવી રાખી, શરીરના આંતરિક અવયવોનું રક્ષણ કરે છે. તથા હવામાનની હાનિકારક અસરોથી બચાવે છે. ગરમીમાં ચામડી ઉપરની અશુદ્ધ રક્ત લઈ જનારી નળીઓ તેની ઇલેસ્ટિસિટી કારણે ફૂલે છે. રક્તસંચાર વધે છે તથા મોટા ભાગની ગરમી ફૂલેલી સપાટી પરથી બહાર ફેંકાય છે. શરીરનું તાપમાન જળવાઈ રહે છે.

અશુદ્ધિઓ પ્રવાહી સ્વરૂપે બહાર: ઉનાળાની ગરમીમાં પ્રસ્વેદ ગ્રંથિઓ પણ વધુ કાર્યક્ષમ બની પરસેવા રૂપે કેટલીક અશુદ્ધિઓ પ્રવાહી સ્વરૂપે લોહીમાંથી બહાર ફેંકે છે અને શરીરમાં કુદરતી પાણીની માંગ ઊભી થાય છે. જે આપણે તરસ દ્વારા અનુભવીએ છીએ. તેથી ઉનાળામાં સતત તરસ લાગે છે. સૌ માટલાનું ઠંડું પાણી પીતાં રહે છે, જે રક્તમાંનું તાપમાન જાળવવામાં મદદ કરે છે. આમ છતાં પણ આગ ઓકતી ગરમીમાં શરીરની સ્વયં સુરક્ષા વ્યવસ્થા ક્યારેક તૂટી પડે છે અને શરીર ગરમી સામે રક્ષણ મેળવવામાં ઢીલું પડે છે. ત્યારે અમુક ઉપાયો નિયમિત કરવાથી શરીરની, ગરમી સામે રક્ષણ મેળવવાની ક્ષમતામાં વધારો થાય છે. બીજી બાજુ ગરમીથી લોકો કંટાળી ગયા છે.

હાલમાં ગરમીની બહુ મથામણ છે. જેના કારણે રોડ પર પણ તમને જળમૃગ જોવા મળશે. બહુ જ ગરમી છે અને 43 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે. બને તો નારિયેળ પાણી, શેરડીનો રસ અને લીંબુ પાણી પીવું જોઈએ. સારું અને ઠંડા ખોરાક લેવો જોઈએ. હિટવેવના કારણે નાના બાળકોને બહાર ન કાઢવું જોઈએ. બપોરના સમયે બની શકે તો ઘરથી બહાર નીકળવું-- હાર્દિક વાળંદ(સ્થાનિક)

સાવચેતી રાખવાના ઉપાયો: ગરમીના કારણે લોકો હવે કંટાળી ગયા છે. ત્યારે દરેકને એવો સવાલ થતો હોય છે કે કેવી રીતે ગરમીમાં ચામડીની સંભાળ લેવી.સૌ પ્રથમ આંખોનું જતન કરવું જોઈએ. પાણી વધારે પીવું જોઈએ, શરીરને ચોખું રાખવું જોઈએ, તડકાથી માથાનું રક્ષણ કરવું જોઈએ, ખોરાકમાં તકેદારી રાખવી જોઈએ,મગજને ઠંડુ રાખવું જોઈએ,હળવી કસરત કરવી જોઈએ. શીતળ વિસ્તારમાં ફરવા જવું જોઈએ વગેરે જેવા ઉપાયો કરવા જોઈએ.

  1. Kutch News : કડવા પાટીદાર સમાજના 851 લોકોએ સનાતની શંખનાદ કરીને સ્થાપ્યો રેકોર્ડ
  2. Kutch news : કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુદત થશે પૂર્ણ, ત્રણ માસથી સરકાર દ્વારા કોઈ નામ જાહેર નથી કરાયું
  3. Kutch News : ત્રીજી પેઢીએ સ્વાદપ્રિય, આનંદ લહેરીના નેચરલ આઈસ્ક્રીમ ખાઈને લોકો પોતાની લહેરમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.