- કુરન ગામથી પાકિસ્તાનની બોર્ડર છે માત્ર 30 કિલોમીટર દૂર
- ગામમાં દરબાર, મુસ્લિમ, બાવાજી અને અનુસૂચિત જાતિના લોકો કરે છે વસવાટ
- કુરન ગામમાં લોકો પશુપાલન અને સૂકી ખેતી કરીને કરે છે જીવનનિર્વાહ
કચ્છ: કુરન ગામમાં દરેક પ્રજાતિના લોકો વસવાટ કરે છે. અહીં દરબાર, મુસ્લિમ, બાવાજી અને અનુસૂચિત જાતિના લોકો ઘણા વર્ષોથી રહી રહ્યા છે. અહીંના લોકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત અહીં વસતા લોકોમાંથી કેટલાક માલધારી છે અને પશુપાલનના વ્યવસાયમાં સંકળાયેલા છે. લોકો ભેંસ અને ગાયનું દૂધ નજીકની સહકારી મંડળીઓને વેચીને પોતાનું જીવનનિર્વાહ કરતા હોય છે.
ગામના લોકો સૂકી ખેતી તથા મજૂરી કરીને પણ કરે છે જીવનનિર્વાહ
કુરન ગામના અમુક લોકો સૂકી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઉપરાંત આ ખેતરોમાં પણ અમુક લોકો મજૂરી કરીને રોજગારી મેળવતા હોય છે, તો અન્ય લોકો ગામમાં થતાં વિકાસના કામો તથા કોઈ પણ પ્રકારના બાંધકામના કામોમાં મજૂરી કરીને પોતાનો જીવનનિર્વાહ કરતા હોય છે.
મહિલાઓ પોતાના ઘરે બેસીને બનાવે છે હેન્ડીક્રાફ્ટની બનાવટો
ગામમાં મોટાભાગે લોકો પોતાની જાતિ પ્રમાણે પરંપરાગત વસ્ત્રો પહેરતા હોય છે તથા તેમની રહેણી-કરણી પણ પરંપરાગત રીતની જ હોય છે. ઉપરાંત ભોજનમાં પણ તેઓ સાદો અને પૌષ્ટિક આહાર લેતાં હોય છે. ગામની મહિલાઓ હેન્ડીક્રાફ્ટની બનાવટો પણ બનાવતી હોય છે. જેમાં ખાસ કરીને પોતાના ઘરે જ બેસીને ભરતગૂંથણની બનાવટો બનાવતા હોય છે અને ગામની બહાર અન્ય સ્થળોએ તેનું વેંચાણ કરતા હોય છે. ઉપરાંત અનેક વખત અન્ય દેશોમાં પણ વેંચાણ અર્થે મોકલતા હોય છે અને તેમાંથી કમાણી કરીને જીવન નિર્વાહ કરતાં હોય છે.
આ પણ વાંચો- જાણો સરહદી ગામ હોડકોના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ, અહીં છે 100 વર્ષ જૂના ભુંગા
આ પણ વાંચો- જાણો સરહદી ગામ ધોરડોના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ