કચ્છ - ગુજરાતી ફિલ્મજગત, કલાકારો અને કલાજગતને પ્રોત્સાહન આપતા અને આગામી મે મહિનામાં અમેરિકા ખાતે ત્રીજીવાર આયોજિત ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (Atlanta IGFF 2022 ) માં પ્રદર્શન માટે શોર્ટ ફિલ્મ અને હેરિટેજ ફિલ્મ કેટેગરીમાં કચ્છની (Monarchical history of Kutch )ઐતિહાસિક ધરોહર એવા રાજાશાહીના ઇતિહાસ અને કવિ કલાપીની કવિતાઓ સાથે જોડાયેલા `રોહા ફોર્ટ-એક વિસરાતી વિરાસત' પર બનેલી (Film on Roha Fort )દસ્તાવેજી ફિલ્મની (Kutchi Film in IGFF 2022 )પસંદગી થઇ છે.
ડૉ. કનિષ્ક શાહ અને તેમની ટીમ દ્વારા તૈયાર થઇ ફિલ્મ - કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને કલા-દિગ્દર્શન સાથે જોડાયેલા ડૉ. કનિષ્ક શાહ અને તેમની ટીમ દ્વારા (Kutch University Professor Dr. Kanishka Shah short film )તૈયાર થયેલી દસ્તાવેજી ફિલ્મની પસંદગી થઇ છે. અગાઉ પણ પ્રોફેસર દ્વારા તૈયાર તેમની શૉર્ટ ફિલ્મ `રિબૂટીંગ મહાત્મા' પસંદ થઈ હતી જેને લોસ એંજલસ અને ન્યૂ જર્સીમાં દર્શાવાઈ હતી.
રોહા ફોર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરના આગામી 20થી 22મી મે દરમ્યાન યોજાનારા ગુજરાતી ફિલ્મોત્સવમાં (International Gujarati Film Festival )પ્રીમિયર સાથે પ્રદર્શિત થશે અને 22મીના પુરસ્કાર સમારોહમાં એવોર્ડ માટે પસંદગીની (Kutchi Film in IGFF 2022 )આશા પણ જાગી છે.
આ પણ વાંચોઃ
ઐતિહાસિક રોહા કિલ્લા પરની ફિલ્મ ગુજરાતી ફિલ્મોત્સવ માટે પસંદ -ફિલ્મ 'રોહા ફોર્ટ-એક વિસરાતી વિરાસત' (Roha Fort - A Forgotten Heritage) વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાત ફિલ્મ ફેસ્ટિવલ (આઇજીએફએફ) 2022માં કેટેગરીમાં નોમિનેટ થઈ છે. અગાઉ 2019માં ડો.કનિષ્ક શાહની શોર્ટ ફિલ્મ (Kutchi Film in IGFF 2022 )પસંદ થયા બાદ આ જ રીતે બીજીવાર શોર્ટ ફિલ્મ નોમિનેટ થતાં (Historic film on Roha Fort selected for International Gujarati Film Festival) કચ્છને એવોર્ડ મળવાની આશા બંધાઈ છે. ફિલ્મમાં ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ ડો. શાહે તૈયાર કરી હતી. વક્તા તરીકે ડો. આલાપ અંતાણી, ફોટોગ્રાફી મોહીત સોનીએ, બેક ગ્રાઉન્ડ સંગીત સાહીલ ઉમરાણિયાએ, ગ્રાફીક ડીઝાઈન સોહૈલ મિસ્ત્રીએ અને હાર્દિક સોલંકીએ સોશિયલ મીડિયા સહયોગ આપ્યો છે.
આ ફેસ્ટિવલ 20મીથી ત્રણ દિવસ અમેરિકાના જ્યોર્જિયા એટલાન્ટામાં યોજાશે - ઉલ્લેખનીય છે કે ડૉ.કનિષ્ક શાહની ફિલ્મ મેકિંગ સફર આઈ.જી.એફ.એફ. 2019થી શરૂ થઈ હતી જ્યારે તેમની શૉર્ટ ફિલ્મ `રિબૂટીંગ મહાત્મા' પસંદ થઈ હતી. `રિબૂટીંગ મહાત્મા' શૉર્ટ ફિલ્મને લોસ એંજલસ અને ન્યૂ જર્સીમાં (Kutchi Film in IGFF 2022 )દર્શાવાઈ હતી. આ નવતર વિચારને વિવેચકોએ ખૂબ વખાણ્યો હતો. મહોત્સવની સત્તાવાર પસંદગીમાં જજ તરીકે લેખક જય વસાવડા, કવિ સૌમ્ય જોષી, અભિનેત્રી ગોપી દેસાઇ અને દિગ્દર્શક ફારુકી મિત્રી રહ્યા હતા. આ ફેસ્ટિવલ 20મીથી ત્રણ દિવસ અમેરિકાના જ્યોર્જિયા એટલાન્ટામાં યોજાશે.
આ પણ વાંચોઃ કચ્છમાં 75 ભૂસ્તરશાસ્ત્રીય મહત્વ ધરાવતી જગ્યાઓ મળી આવી, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માગ
આ કિલ્લો પોતાની અંદર અનેક ઇતિહાસ- ગુજરાત અનેક ઐતિહાસિક સંપત્તિઓને પોતાની ગોદમાં સમાવીને બેસેલું છે. રાજ્યના કોઇપણ શહેર કે પછી કોઇપણ ખૂણે આપણે જઇએ તો આપણને અનેક એવી ઐતિહાસિક વિરસતો જોવા મળી જશે, જે આપણને કલાત્મક બનાવટની સાથોસાથ વીતી ગયેલા સમયની રહેણી કહેણી કેટલી સુંદર હતી તેના પૂરાવા આપે છે. કચ્છ જિલ્લમાં અનેક કિલ્લાઓ આવેલા છે. આવો જ એક કિલ્લો કચ્છના હાર્દ સમા ભુજથી 50 કિ.મી દૂર આવેલો છે. જે પોતાની અંદર અનેક ઇતિહાસને છૂપાવીને બેસેલો છે અને આ કિલ્લા વિશે ભાગ્યે જ આપણને ક્યાંય વાંચવા મળે છે. કચ્છના ભુજ નજીક આવેલા રોહા ફોર્ટ એટલે કે રોહા કિલ્લા અંગે આપણે વાત (Kutchi Film in IGFF 2022 )કરી રહ્યાં છીએ.
ભાગ્યે જ પ્રવાસીઓ દ્વારા આ રોહાના કિલ્લાની મુલાકાત લેે છે -પ્રવાસનની દ્રષ્ટિએ જોઇએ તો કચ્છ તેની વિવિધ ઇમારતો અને રમણીય ઇતિહાસ તથા વિશાળ સફેદ રણના કારણે જગવિખ્યાત છે. જ્યારથી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારથી કચ્છ એક પ્રવાસન સ્થળ તરીકે વિશ્વફલક પર વિસ્તરી રહ્યું છે અને રણોત્સવ દરમિયાન આપણને કચ્છના સફેદ રણમાં વિહરતા અનેક વિદેશી પ્રવાસીઓ જોવા મળી જાય છે. જેઓ સફેદ રણની આસપાસ રહેલા જોવાલાયક સ્થળોની મુલાકાત લે છે. પ્રવાસીઓ કચ્છ આવે ત્યારે ભુજ શહેર અને તેની આસપાસના સ્થળોની મુલાકાત લે છે, પરંતુ આ કિલ્લાની મુલાકાત ભાગ્યે જ પ્રવાસીઓ દ્વારા લેવામાં આવી રહી હશે.
કિલ્લાના બાંધકામ વિશે - રોહા ફોર્ટ રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા અનેક કિલ્લાઓમાનો એક કિલ્લો છે. જે નખત્રાણા તાલુકાના રોહા ગામ ખાતે આવેલો છે. રોહા ફોર્ટ રોહા જાગીરની મહત્વની ઇમારત હતી. જે ભુજ જિલ્લાથી 50 કિ.મીના અંતરે આવેલી છે. આ કિલ્લો 16 એકરમાં બનેલો છે, જે મુખ્ય રસ્તા સાથે જોડાયેલો છે. તે ગ્રાઉન્ડ લેવલથી 500 ફૂટ અને સમુદ્ર લેવલથી 800 ફૂટની ઉંચાઇએ આવેલો છે. રોહાએ કચ્છની સૌથી મુખ્ય જાગીર ગણાય છે અને તેને રોહા સુમરી ફોર્ટ પણ કહેવામાં આવે છે. કહેવાય છેકે આ ફોર્ટ હેઠળ 52 ગામડાઓ હતાં.
આ પણ વાંચોઃ પારડીની ઓળખ એવા પેશ્વાઇ સમયનો કિલ્લો જર્જરિત હાલતમાં, કિલ્લાના રિનોવેશનની કામગીરી થશે શરૂ
એક સમયે કચ્છની મુખ્ય જાગીર હતો આ કિલ્લો - આ જાગીર હેઠળ ૫૨ ગામડાઓ આવતા હતાં, રાવ ખેંગારજી પહેલાએ 1510થી 1585 એડી. દરમિયાન અહીં રાજ કર્યું હતું અને આ રોહા ગામનું નિર્માણ કર્યું હતું, જેઓ રાયસિંહજી ઝાલા સામેના યુદ્ધમાં હણાયા હતાં. આ કિલ્લા પર આવેલી બે ટેન્ક જીયાજી દ્વારા અને કિલ્લાની રચના થાકોર નોગાંજી દ્વારા કરવામાં આવી હતી. આ કિલ્લો રાવ ખેંગારજી પ્રથમની સત્તાની બેઠક હતી, જેમણે 1510 અને 1585ની વચ્ચે શાસન કર્યું હતું.
યુદ્ધ વખતે જાગીરદાર અબડાની 120 સુમરા રાજપૂત રાજકુમારીઓએ અહીં આશ્રય મેળવ્યો હતો -અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધમાં સોમરા કુળની આશરે એકસો વીસ રાજપૂત રાજકુમારીઓેએ આશ્રયની માગ કરી હતી. યુદ્ધમાં મૃત્યુ પામેલા અબડાસાના જાગીરદાર અબડાની 120 સુમરા રાજપૂત રાજકુમારીઓએ આશ્રય મેળવ્યો હતો. પછીથી તમામ રાજકુમારીઓએ અહીં સમાધિ લીધી હતી, તેથી આ સ્થળ સુમરી રોહા તરીકે પણ ઓળખાય છે.
ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર કવિતાઓ પણ લખી છે - ગુજરાતના પ્રખ્યાત કવિ કલાપીએ રોહાની ટેકરી પર શાંત અને રમણીય વાતાવરણમાં કવિતાઓ લખી છે. રોહામાં મોર અને અન્ય પક્ષીઓ હજુ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.રોહાનો કિલ્લો હવે કચ્છનું એક જોવાલાયક સ્થળ ગણાય છે. અનેક ઇતિહાસને છૂપાવીને આ કિલ્લો બેસેલો છે જેને જાણવો જરૂરી છે. આજે કચ્છની સૌથી મોટી જાગીર નામશેષ રહી છે આપણી આવનારી પેઢીને આ પણ જોવા ન મળે.