ETV Bharat / state

Kutchh News: શ્લોક, સંસ્કૃત અને સંગીતનો થયો ત્રિવેણી સંગમ, ભાષા જાગૃતિની અનોખી અપીલ - Sanskrit language concert

સંસ્કૃતને દેવોની ભાષા માનવામાં આવે છે. સંસ્કૃતને શીખવા માટે દેશ પરદેશમાંથી લોકો ભારત આવે છે. સંસ્કૃતમાં વધતા જતા વ્યાપને લઈને અનેક કાર્યક્રમો થાય છે પરંતુ કચ્છમાં સૌપ્રથમ વખત સંસ્કૃત ભારતી સંસ્કૃત લાઈવ ઈન કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દી ફિલ્મોના ગીતથી લઈને શ્લોક તેમજ સ્તુતિ સંગીતમય શૈલીમાં રજૂ થઈ હતી. આ કાર્યક્રમ જોવા માટે આવેલા લોકો પણ તાનમાં આવીને ઝુમી ઉઠ્યા હતા.

શ્લોક, સંસ્કૃત અને સંગીતનો ત્રિવેણી સંગમ થયો

author img

By

Published : Mar 31, 2023, 12:26 PM IST

Updated : Mar 31, 2023, 2:32 PM IST

Kutchh News: શ્લોક, સંસ્કૃત અને સંગીતનો થયો ત્રિવેણી સંગમ, ભાષા જાગૃતિની અનોખી અપીલ

કચ્છ: રામનવમીના પવિત્ર દિવસે કચ્છમાં સૌ પ્રથમ વખત સંસ્કૃત લાઇવ ઇન કોન્સર્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતના સૂર અને સંસ્કૃતના શ્લોકથી ભરપૂર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. જ્યારે સંગીત પ્રેમી વર્ગ માટે આ દિવાસ અવસરથી કમ ન હતો. આ સમગ્ર કાર્યક્રમ પાછળનો હેતુ સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ અને સંસ્કૃતિ પ્રેમનો હતો. સંસ્કૃત ભાષામાં જતનના પ્રયાસ રૂપે આ સમગ્ર કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં અપીલ કરાઈ હતી કે સંસ્કૃત પણ એક બોલચાલની ભાષા બની શકે છે ખાસ કરીને યુવાનો આ ભાષાનું જ્ઞાન કેળવે અને ભાષા પ્રત્યે રસ લે એ લક્ષ્યાંક કેન્દ્રમાં હતો.

સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ: પ્રથમ વખત સંસ્કૃતમાં કોન્સર્ટવિશ્વપ્રખ્યાત સંસ્કૃત ધ્રુવા બેન્ડથી પ્રેરણા લઈને આ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં તો આવા કાર્યક્રમો થયા છે પરંતુ કચ્છમાં પ્રથમ વખત આવ્યું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત લાઈવ ઈન કોન્સર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃત કરવાનો તેમજ તેમને ચેતનવંતુ બનાવવા માટેનો છે. લોકો સંસ્કૃત જાણે છે પરંતુ એવો અહેસાસ નથી કરતા કે તેઓ સંસ્કૃત બોલી પણ શકે છે. સંસ્કૃત આપણી ભાષા છે. જે આપણે બોલી શકીએ છીએ.લોકો સંસ્કૃત કોન્સર્ટમાં આવ્યા બાદ લોકો સંસ્કૃત સ્ત્રોતો,બોલીવુડ ગીતોના સંસ્કૃત ભાષામાં અનુવાદ, વેદોની ઋચાઓ તેમજ સંસ્કૃતમાં પોપ સોંગ પણ સભળ્યા હતા. લોકો સંસ્કૃત ભાષામાં ગીતો સાંભળીને નાચી ઊઠ્યા હતા. અન્ય ભાષાના કોન્સર્ટની જેમ સંસ્કૃત ભાષામાં પણ સાંભળીને આનંદ લેશે અને લોકોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ વધશે.

આપણી બોલચાલની ભાષા: સંસ્કૃતભાષા તો એકવાર આપણી બોલચાલની ભાષા હતી. એક રાષ્ટ્રનાં રૂપમાં બોલચાલની ભાષા રહી છે. એકવાર ફરી સંસ્કૃત ભાષાને બોલચાલની ભાષા બનાવવા માટે કેવળ ઇચ્છાશક્તિની આવશ્યકતા છે. ત્યારે કચ્છ જિલ્લામાં સંસ્કૃત ભાષાના જતન માટે સંસ્કૃત ભારતી કચ્છ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વદતુ સંસ્કૃતમ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. જેનો પ્રારંભ 25મી ડિસેમ્બરે માંડવી ખાતેના ક્રાન્તિતીર્થમાં ક્રાન્તિગુરુ પં. શ્યામજી કૃષ્ણવર્માના ચરણોમાં પ્રથમ પુસ્તકનું અર્પણ કરીને કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Kutch News : ચડતી જતી મોંઘવારીમાં આભૂષણોના એક્ઝિબિશનમાં ડીઝાઈન બની આકર્ષણનું કેન્દ્ર

સંસ્કૃત ભાષા માટે પ્રેમ: વિશ્વભરના લોકોને પોતાના કર્ણપ્રિય સૂરોથી કૃષ્ણભક્તિ લગાડનાર નંદલાલ છાંગા, પ્રગતીબેન મહેતા, ઉન્નતિબેન ઠાકરિયા, શેખરભાઈ ઠાકરિયા અને તેનો કોરસ ગ્રુપ અને સંગીતવાદકોએ આ કોન્સર્ટમાં પોતાના સુર રેલાવીને લોકોને ઝૂમતાં કર્યા હતા. જે લોકોને સંસ્કૃત ભાષા માટે પ્રેમ છે અને લોકો સંસ્કૃતને જાણવા માંગે છે. તેવા લોકો માટે આ સંસ્કૃત લાઈવ ઈન કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત સંસ્કૃતમાં તમામ ગીતો ગાનારા પ્રખ્યાત સિંગર નંદલાલ છંગાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત સંસ્કૃતમાં તમામ ગીતો ગાવું એક પડકાર હતો. પરંતુ ખૂબ જ આનંદ મળ્યો અને લોકોનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકો સંસ્કૃતમાં ગીતો સાંભળીને ભક્તિમાં લીન થઈને ઝૂમી ઉઠ્યા હતા.

આ પણ વાંચો Kutch News: આને કેહવાય ગુરુ, વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં પૂછાયેલા પ્રશ્ન બદલ ગ્રેસિંગ માર્ક આપવા અપીલ

વાહક બને તેવો પ્રયત્ન: લોકો સંગીતના માધ્યમથી સંસ્કૃતમય બને તેવો પ્રયત્નપશ્ચિમ કચ્છ સંસ્કૃત ભારતીના જનપદ સંયોજક અનિરુદ્ધસિંહ જાડેજાએ Etv Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, લોકોને સંગીત પ્રત્યે અનેરો પ્રેમ હોય છે. ત્યારે સંસ્કૃત ભારતી પણ અનેક રીતે સંસ્કૃત ભાષા માટે લોકો જાગૃત થાય તે માટે કાર્ય કરતી હોય છે. ત્યારે સૌપ્રથમ વખત કચ્છમાં સંસ્કૃત કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આ કોન્સર્ટમાં હિન્દી ગીતો, સ્તુતિ, શ્લોકો અને ગરબા સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યા હતા અને લોકો સંગીતના માધ્યમથી સંસ્કૃતમય બને, સંસ્કૃતના પ્રચારક અને વાહક બને તેવો પ્રયત્ન હતો. રામનવમીના પાવન અવસરે સંસ્કૃત સંધ્યાપૂર્વ કચ્છ સંસ્કૃત ભારતીના અધ્યક્ષ અખિલેશ આચાર્યએ Etv Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કચ્છમાં સૌપ્રથમ વખત આવા કોન્સર્ટનું આયોજન કરાયું છે જેમાં સંસ્કૃતમાં ગીતો ગાવામાં આવ્યા છે અને લોકો એ ગીતો પર ઝૂમ્યા છે અને આવા આયોજન બદલ સંસ્કૃત ભારતીને પણ ગૌરવ છે કે રામનવમીના પાવન અવસરે સંસ્કૃત સંધ્યાનું કરવામાં આવ્યું છે.

Last Updated : Mar 31, 2023, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.