ETV Bharat / state

Kutch Videography Competition: આદિવાસી વિસ્તારોની જીવનચર્યા અને રીતરિવાજોના ફિલ્માંકને કચ્છના વરુણને અપાવ્યો પ્રથમ પુરસ્કાર

કચ્છના યુવક વરુણે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ(National Tourism Day) અનુસંધાનમાં રૂરલ ટુરિઝમ અનુસંધાનમાં ગ્રામીણ પ્રવાસનની થીમમાં આદિવાસી વિસ્તારોની જીવનચર્યા(filming tribal life style )અને રીતરિવાજોનું ફિલ્માંકન કર્યું હતું. વરુણ સચદેએ લુપ્ત થતી પ્રજાતિઓ, ભાષાઓ તથા સંસ્કૃતિઓનું વિડિયો ડોક્યુમેન્ટેશન કર્યું હતું. વરુણે કરેલી વિડિયોગ્રાફીના કેટલાક અંશોથી તેને પ્રથમ સ્થાન મળ્યું છે.

Kutch Videography Competition: આદિવાસી વિસ્તારોની જીવનચર્યા અને રીતરિવાજોના ફિલ્માંકને કચ્છના વરુણને અપાવ્યો પ્રથમ પુરસ્કાર
Kutch Videography Competition: આદિવાસી વિસ્તારોની જીવનચર્યા અને રીતરિવાજોના ફિલ્માંકને કચ્છના વરુણને અપાવ્યો પ્રથમ પુરસ્કાર
author img

By

Published : Apr 19, 2022, 7:20 PM IST

કચ્છ: ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા "આઝાદીકા અમૃત મહોત્સવ" ની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ અનુસંધાનમાં રૂરલ ટુરિઝમ એટલે કે ગ્રામીણ પ્રવાસનની થીમ પર રાષ્ટ્રીય કક્ષાની વિડિયોગ્રાફી તથા ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છના યુવા વિડિયોગ્રાફર વરુણ સચદેએ પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા યોજાયેલ સ્પર્ધામાં ભારતના હજારો વિડિયોગ્રાફર્સ તથા ફોટોગ્રાફર્સે ભાગ લીધેલો હતો.

વિડિયોગ્રાફી ર્સ્પધામાં કચ્છના યુવા વિશ્વ પ્રવાસી અને ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરતા વરુણ ઉર્મિશ સચદને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવ્યો છે.

વરુણ સચદેની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા ડોક્યુમેન્ટ્રી - વિડિયોગ્રાફી ર્સ્પધામાં કચ્છના યુવા વિશ્વ પ્રવાસી અને ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરતા વરુણ ઉર્મિશ સચદને પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. વરુણ સચદેએ પોતાના 57 સેકન્ડના વિડિયોમાં ઓડિસ્સા તથા છતીસગઢના ગ્રામીણ તથા આદિવાસી વિસ્તારોની જીવનચર્યા, રિત–રિવાજોનું ફિલ્માંકન કર્યું હતું. વરુણ લુપ્ત થતી પ્રજાતિઓ, લુપ્ત થતી ભાષાઓ તથા સંસ્કૃતિઓનું વિડિયો દ્વારા ડોક્યુમેન્ટ(Video documentation languages and cultures) કરેલી હતી. ઉલ્લેખનીય છે કે વરુણ સચદેએ આ અગાઉ પણ કચ્છના કડિયા ધ્રોને વિશ્વના 52 જોવાલાયક સ્થળોમાં(Fifty two places of World) સ્થાન અપાવવાનું ગૌરવવંતું કાર્ય કરેલ છે.

વરુણ સચદેએ પોતાના 57 સેકન્ડના વિડિયોમાં ઓડિસ્સા તથા છતીસગઢના ગ્રામીણ તથા આદિવાસી વિસ્તારોની જીવનચર્યા, રિત–રિવાજોનું ફિલ્માંકન કર્યું હતું.

આ પણ વાંચો: પોરબંદરમાં "તસવીરોની અનુભવ યાત્રા" ફોટોગ્રાફી પ્રદર્શનનું કરાયું આયોજન

નોકરી છોડીને વિશ્વ પ્રવાસનો આરંભ કર્યો - વરુણ સચદેએ અમેરિકામાં સોફટવેર ઈન્જીનીયર તરીકેની નોકરી છોડીને વિશ્વ પ્રવાસની દુનિયામાં કદમ મુકયા હતા. છેલ્લા 7 વર્ષમાં તે 33 દેશો તથા ભારતના 22 રાજયોમાં એકલો એટલે કે સોલો ટ્રાવેલ૨ ભ્રમણ કરી ચૂકયો છે. પોતાના પ્રવાસ દરમ્યાન વરુણ લુપ્ત થતી પ્રજાતિઓ, લુપ્ત થતી ભાષાઓ તથા સંસ્કૃતિઓ, આદિવાસી જન–જાતિઓની જીવનચર્યા તથા તેમની સંસ્કૃતિ તેમજ વન્યજીવો પર વિડિયોગ્રાફી તથા ફોટોગ્રાફી દ્વારા તેનું ડોક્યુમેન્ટ્રી કરી રહ્યો છે.

આ પણ વાંચો: વિશ્વ ફોટોગ્રાફી ડે : જૂનાગઢના ફોટોગ્રાફરે સાચવ્યા છે 50 વર્ષ કરતાં પણ જૂના કેમેરાઓ

કાશ્મીર અને છતીસગઢમાં આંતકવાદ અને નક્સલીઓના વિસ્તારોની ડોક્યુમેન્ટ્રી - વરુણના દાદા અને પિતા વ્યવસાયે વકીલ છે પણ તેના પિતા કચ્છ નેચર એડવેન્ચર કલબના(Kutch Nature Adventure Club) પ્રમુખ છે. જેથી તેને વિરાસતમાં સાહસિકતા મળેલી છે કહે છે. આ દરમિયાન મોરના ઈંડા ચીતરવાના પડે એ રીતે વરુણ પણ કંઈક અલગ ચીલો ચાતરીને નવી કેડી પર ચાલતો થતા પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ છે. વરુણે થોડા વર્ષ પહેલાં કાશ્મીરના આતંકવાદથી પ્રભાવિત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધેલ હતી. તો ગતવર્ષે છતીસગઢના નકસલ પ્રભાવિત આદિવાસી વિસ્તારોમાં ફરી ત્યાંની લોક સંસ્કૃતિઓ, લોકજીવન, સ્થાનીય લોકોના જંગલ તથા વનસ્પતિઓના જ્ઞાન પર અભ્યાસ કરી તેનું દસ્તાવેજીકરણ કરેલ છે.

રાષ્ટ્રીયસ્તરે પ્રથમ સ્થાન મેળવતા કચ્છ માટે ગૌરવ - વરુણના આ પ્રયાસને ઓડિસ્સા તથા છત્તીસગઢના લોકો દ્વારા પણ બીરદાવવામાં આવેલ છે તથા તેના કાર્યની નોંધ છતીસગઢના સ્થાનિક વર્તમાનપત્રોમાં પણ લેવામાં આવેલ છે. આ પ્રવાસ દરમ્યાન વરુણએ કરેલ વિડિયોગ્રાફીના કેટલાક અંશોનું સંકલન કરી રાષ્ટ્રીયકક્ષાની આ ર્સ્પધામાં મોકલવામાં આવેલ હતો. જેને પ્રથમ સ્થાન મળેલ છે. વરુણની આ યશસ્વી અને અનન્ય સિધ્ધિઓ બદલ વરુણને કચ્છ, ગુજરાત તથા દેશના જુદા જુદા ભાગોમાંથી અભિનંદન મળી રહયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.