કચ્છ રણોત્સવ 2019નો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. આ વર્ષે ઉપરાષ્ટ્રપતિની વેકૈંયા નાયડુએ રણોત્સવનો શુભારંભ કરાવ્યો છે. જે પગલે પનઘટ કલા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા સંકલિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ગજીયો રાસ સહિત કચ્છની સંસ્કૃતિની સાથે ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન કરાવતી કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી.
ભાવનગર, નડિયાદ, ડાંગ, પોરબંદર અને ગાંધીનગરના 100થી વધુ કલાકારોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા સંગીતકાર શ્યામલ-સૌમિલ અને આરતી મુનશીએ કચ્છની ધરા, સફેદ રણ અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા પર્યટન ગીતને લોન્ચ કર્યું હતું.