કચ્છ : ભુજ નગરપાલિકા દ્વારા સામાન્ય રીતે ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ ભુજ નગરપાલિકા પ્રિમોન્સુન કામગીરી કરવામાં ઊંઘતી ઝડપાઈ છે. હજુ સુધી ભુજ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી નથી. અગાઉ ભુજ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી માટે બે વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ પાર્ટીએ નાળા સફાઇ માટે રસ નહીં દાખવતા કામગીરી થઈ શકી નથી.
ભુજ નગરપાલિકા દ્વારા ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે. હાલમાં ભુજ શહેરમાં 60 જેટલા વરસાદી નાળા આવેલા છે. ભુજ નગરપાલિકા દ્વારા નાળા સફાઈ માટે કોઈપણ જાતનું આયોજન હજુ સુધી હાથ ધરવામાં આવ્યું નથી. આગ લાગે ત્યારે કૂવો ખોદવો તેવું કામ ભુજ નગરપાલિકા દ્વારા જોવા મળી રહ્યું છે. - કાસમ સમા (વિપક્ષી નેતા)
નાળાની સફાઈ કરવી જરૂરી : ભુજ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દર વર્ષે આ કામગીરી પાછળ 17થી 18 લાખનો ખર્ચો થતો હોય છે. ભુજ નગરપાલિકા દ્વારા 55 કિલોમીટરમાં વિસ્તરેલા ભુજમાં 35,000 રનિંગ મીટરમાં આવેલા વરસાદી નાળાની સફાઈ હાથ ધરાતી હોય છે, પરંતુ આ વખતે હજી સુધી કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નથી આવી તો ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.
ભુજ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવશે. તેમજ ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવશે અને જો આ વખતે પણ એક જ પાર્ટી દ્વારા ટેન્ડર ભરવામાં આવશે તો તેને તે ટેન્ડર આપી દેવામાં આવશે. તાત્કાલિક ધોરણે હવે તમામ વરસાદી નાળાની સફાઇ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આગામી એક અઠવાડિયાની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે. - ઘનશ્યામ ઠક્કર (ભુજ નગરપાલિકાના પ્રમુખ)
લાખો રૂપિયાના બીલ બનાવી ભ્રષ્ટાચારનો આક્ષેપ : પ્રિમોન્સુન કામગીરી લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા સત્તાપક્ષ આરોપ મુક્યો છે કે ભુજ નગરપાલિકા પ્રિમોન્સુન કામગીરી કરવામાં રસ નથી. કાગળ પર કામગીરી બતાવી લાખો રૂપિયાના બીલ બનાવી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે. તો જે કામ ભુજ નગરપાલિકાએ કરવું જોઈએ તે કામ જૈન સમાજ દ્વારા 42 લાખના ખર્ચે હમીરસર તળાવમાં પાણી આવે છે તે સાફ કરવામાં આવશે.
Pre monsoon Operations : પ્રિ મોન્સુન કામગીરીને લઈને કલેક્ટરે અધિકારીઓને કર્યા દોડતા...!
વડોદરા પાલિકાએ હાથ ધર્યું સફાઇ અભિયાન, મકરપુરા GIDC ના અનેક ગેરકાયદેસર દબાણો દુર કરાયા