ETV Bharat / state

Kutch News : જાહેરનામા સાથે રુદ્રમાતા પુલ બંધ, વૈકલ્પિક રુટને લઇ ટ્રકમાલિકોમાં નારાજગી

author img

By

Published : Aug 4, 2023, 6:36 PM IST

કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજને જોડતો રૂદ્રમાતા પુલ જર્જરિત થઇ ચૂક્યો છે. જેના સમારકામની વારંવાર માગણી થઇ રહી હતી. ત્યારે હવે વિધિવત જાહેરનામું બહાર પાડી પુલ બંધ કરવામાં આવ્યો છે. જેને લઇને ટ્રકો સહિત હજારો વાહનોના પૈડાં થંભી ગયાં છે.

Kutch News : જાહેરનામા સાથે રુદ્રમાતા પુલ બંધ, વૈકલ્પિક રુટને લઇ ટ્રકમાલિકોમાં નારાજગી
Kutch News : જાહેરનામા સાથે રુદ્રમાતા પુલ બંધ, વૈકલ્પિક રુટને લઇ ટ્રકમાલિકોમાં નારાજગી
રૂદ્રમાતા પુલ જર્જરિત

કચ્છ : ભુજથી ખાવડા જતાં રસ્તા પર આવેલ રૂદ્રમાતા બ્રિજ બંધ કરાતા ટ્રક માલિકો મુશ્કેલીમાં મુકાયા છે.જર્જરિત પુલ બંધ કરવામાં આવતા ટ્રકોની લાંબી કતારો લાગી ગઈ હતી અને હજારો વાહનોના પૈડા થંભી ગયા હતા.ગઈકાલે સાંજે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભારે વાહનો માટે પ્રતિબંધ : કચ્છના સરહદી વિસ્તાર ખાવડા અને કચ્છના પાટનગર ભુજને જોડતા માર્ગ પરનો રૂદ્રમાતા પુલ જર્જરિત બનતા વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરીટી દ્રારા ગઇકાલે સાંજે જાહેરનામુ બહાર પાડી ભારે વાહનો માટે પુલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યા સુધી પુલનુ રીપેરીંગ પૂર્ણ ન થાય ત્યા સુધી ખાવડાથી આવતા વાહનો માટે વૈકલ્પિક રસ્તાઓ પરથી પસાર થવા માટે જણાવવામાં આવ્યું હતું.

ખાવડા નજીક તંત્રએ અચાનક લીધેલા નિર્ણયથી 1200 જેટલી ટ્રકો ઉભી રહી જતા તેનો યોગ્ય રસ્તો તંત્રએ શોધવો જોઇએ.આજે સવારથી ટ્રકો ઊભી રહી જતા ટ્રાન્સપોર્ટ ઉધોગને લાખોની નુકસાની જઈ રહી હોવાની વાત કચ્છના સાંસદ વિનોદ ચાવડાને કરવામાં આવી હતી જેના પગલે હાલમાં સાંસદની કલેકટર સાથે વાત થઈ હતી અને હાલમાં આજે ઊભા રાખવામાં આવેલા ટ્રકોને માર્ગ પરથી પસાર થવા દેવામાં આવ્યું હતું.પરંતુ હવેથી આ રસ્તા પરથી ભારે વાહનોને પસાર થવા દેવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને વૈકલ્પિક રસ્તો અપનાવવા માટે અપીલ કરવામાં આવી છે...વિરમ આહીર(પાવરપટ્ટી ટ્રાન્સપોર્ટ એસોસિએેશનના ઉપપ્રમુખ)

હજારો વાહનોની અવરજવર રહી : ગઇકાલે વહીવટીતંત્ર દ્વારા બહાર પાડેલા નોટીફીકેશન બાદ આજે ખાવડાથી ભુજ વચ્ચે હજારો ભારે વાહનોના પૈડા થંભી ગયા છે. આ માર્ગ પર એક તરફ કચ્છના ખાવડા નજીક આવેલા મીઠાં ઉદ્યોગ અને બીજી તરફ સોલાર પ્રોજેક્ટને કારણે દરરોજની હજારો વાહનોની અવરજવર આ રસ્તા પર થતી હોય છે. ત્યારે તંત્રએ જાહેરનામુ બહાર પાડી દેતા આજે સવારથી આ માર્ગ પર ભારે વાહનોને આ બ્રિજ પરથી અવરજવર કરવા માટે મનાઈ ફરમાવામાં આવી હતી અને ભારે વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

જાહેરનામું
જાહેરનામું

ટ્રાન્સપોર્ટરો અને ટ્રક સંચાલકોએ વાહનો થંભાવ્યાં : રૂદ્રમાતા બ્રીજ બંધ કરાતાં ખાવડાથી-લોરીયા ચેકપોસ્ટ વચ્ચે હજારો વાહનોના પૈડા થંભી ગયા હતા અને ટ્રકોની લાંબી કતારો લાગી હતી. વહીવટી તંત્રએ ભુજના નાગોર અને નખત્રાણા થઇને ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યો હતો પરંતુ ટ્રક ચાલકને લાંબો ફેરો થતા અને અચાનક નિર્ણયથી ટ્રાન્સપોર્ટરો અને ટ્રક સંચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા.

ટ્રકમાલિકોમાં નારાજગી
ટ્રકમાલિકોમાં નારાજગી

વૈકલ્પિક માર્ગ પર વધુ અંતર કાપવુ પડશે : ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભુજ-ખાવડ઼ા માર્ગને નવો બનાવવામાં આવ્યો છે. હાલમાં પુલના રીપેરીંગનું કામ ચાલુ છે ત્યારે અચાનક નિર્ણયથી ટ્રાન્સરપોર્ટ ઉદ્યોગને મોટુ નુકશાન થઈ શકે છે. કારણ કે નિયત કરેલા ભાડામા વધારો થશે નહી અને ખાવડાથી નખત્રાણા થઇ ફેરો થતો હોવાથી 40થી90 કિ.મી જેટલુ વધારાનુ અંતર કાપવુ પડશે. હાલમાં નિમાયેલ પાવરપટ્ટી ટ્રાન્સપોર્ટ એસોસિએેશનના સભ્યોએ તંત્રના અચાનક નિર્ણય સામે ઉદ્યોગને લાખો રૂપિયાના નુકશાનીના દાવા સાથે વહીવટી તંત્ર સમક્ષ નારાજગી દર્શાવી હતી.

  1. Street Vending Zone : ભુજના નાગરિકોને મળશે સ્ટ્રીટ વેન્ડીંગ ઝોન, જુઓ તસવીરો
  2. Kutch News : કચ્છમાં પ્રથમ વખત માંડવીના દરિયા કિનારે ભગવાન સત્યનારાયણની કથા યોજાઈ હતી
  3. Bhuj Open Air Theatre : ભુજમાં સ્થિત ટાઉનહોલ અને ઓપન એર થિયેટર બન્યું ભંગાર વાડો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.