ETV Bharat / state

Mohan Bhagvat in Bhuj : ડૉ.મોહન ભાગવતે કચ્છના પૂર્વ રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવી સાથે મુલાકાત કરી - મોહન ભાગવત કચ્છના પ્રવાસે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકમાં હાજરી આપવા માટે આરએસએસ વડા મોહન ભાગવત કચ્છના પ્રવાસે છે. તેમના ભરપુર કાર્યક્રમો વચ્ચે તેમણે કચ્છના મહારાણી પ્રીતિદેવી સાથે મુલાકાત કરી હતી.

Mohan Bhagvat in Bhuj : ડૉ.મોહન ભાગવતે કચ્છના પૂર્વ રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવી સાથે મુલાકાત કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 3:55 PM IST

ભુજ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ.મોહન ભાગવત કચ્છના પ્રવાસે છે અને 8 દિવસ રોકાવાના છે. ત્યારે તેમણે કચ્છના મહારાણી પ્રીતિદેવી સાથે મુલાકાત કરી હતી. તારીખ 5થી 7 નવેમ્બર સંઘ કાર્યકારી બેઠક યોજાશે. જેમાં કચ્છની સરહદ પરનું હિન્દુઓનું પલાયન અને દેશની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

જુદાં જુદાં કાર્યકર્તાઓ સાથે યોજાશે બેઠક : કચ્છના આંગણે પ્રથમ વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ડો.મોહન ભાગવતની અધ્યક્ષતામાં 5થી 7 નવેમ્બર દરમિયાન ભુજના સરદાર પટેલ વિદ્યાસંકુલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની કાર્યકારી મંડળની બેઠક યોજાશે. તે અગાઉ કચ્છના વાંઢાય ખાતેના તીર્થધામ ઉમિયાધામ મધ્યે આજથી બે દિવસ માટે અખિલ ભારતીય કાર્યકારી મંડળના મુખ્ય રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક યોજાશે. ત્યાર બાદ ક્ષેત્ર અને પ્રાંતની અલગ અલગ બેઠક યોજાશે. ત્રણ દિવસની કાર્યકારી બેઠકમાં દેશભરમાંથી 400 જેટલા કાર્યકર્તાઓ હાજરી આપશે.

શિષ્ટાચાર મુલાકાત
શિષ્ટાચાર મુલાકાત

કચ્છના પૂર્વ રાજપરિવાર સાથે મુલાકાત : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ. મોહન ભાગવતે ભુજના લાલન કોલેજ રોડ પર આવેલા રણજીતવિલાસ પેલેસ ખાતે પહોંચ્યા હતા અને કચ્છના પૂર્વ રાજપરિવારના મહારાણી પ્રીતિદેવી સાથે મુલાકાત કરી હતી. મહારાણી પ્રીતિદેવીએ તેમને આવકાર્યા હતાં અને રાજ પરિવાર અંગે માહિતી પણ આપી હતી. તો ભુજોડી ખાતે આવેલા વંદે માતરમ મેમોરિયલની મુલાકાત પણ મોહન ભાગવતે લીધી હતી.

સંઘના વડા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત : ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રણાલી અનુસાર દિવાળી પૂર્વે દર વર્ષે આ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. તો આ બેઠકમાં કચ્છની ખાલી થઈ રહેલી સરહદો અને અયોધ્યા ખાતે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સંઘના વડા ડો. મોહન ભાગવતના આગમનને લઈને તેમની સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

પ્રથમવાર 8 દિવસનું રોકાણ : આમ તો સંઘના વડા ડો. મોહન ભાગવત કચ્છમાં ત્રીજી વખત આવ્યા છે. આ અગાઉ નરનારાયણ દેવ દ્વિશતાબ્દી વર્ષની ઉજવણીમાં ભુજ તથા અન્ય એક કાર્યક્રમમાં અંજાર ખાતે તેમને હાજરી આપી હતી. વર્ષ 2015માં તેઓ રામપર વેકરા ખાતે વિભાગીય પ્રશિક્ષણ વર્ગ માટે ત્રણ દિવસ કચ્છમાં રોકાયા હતા. પરંતુ કચ્છમાં આઠ દિવસ માટે રોકાણ કરવાના છે તેવું પ્રથમવાર બન્યું છે.

  1. Kutch News : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો. મોહન ભાગવત આજથી કચ્છમાં
  2. Mohan Bhagwat In Surat : દહન અને દફનની પરંપરા છોડી અંગદાન કરો, આ દેશભક્તિ છે - મોહન ભાગવત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.