કચ્છ : કચ્છ જિલ્લામાં 5 નગરપાલિકાના હોદ્દેદારોની સાથે સાથે 10 તાલુકા પંચાયત અને કચ્છ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની સત્તાનો કાર્યકાળ કે જે 2.5 વર્ષ નો હતો તે પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી રહી છે. જેમાં આજે કચ્છ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા પંચાયતમાં 40 સીટો છે તેમાં 32 સીટો ભાજપ પાસે છે અને 8 સીટો કોંગ્રેસ પાસે છે.
જનકસિંહ જાડેડાની વરણી : આજે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જનકસિહ જાડેજાની પસંદગી કરવામાં આવી હતી. તો ઉપપ્રમુખ તરીકે મનીષાબેન વેલાણીની નિમણૂક કરવામાં આવી છે. પંચાયતના કારોબારી ચેરમેન તરીકે ઘેલાભાઈ આહીરની પસંદગી કરાઈ છે તો શાસકપક્ષના નેતા તરીકે મહાવીરસિંહ જોગુની વરણી કરવામાં આવી છે. કચ્છ જિલ્લા પંચાયતની 40 સીટો પૈકી 32 સીટો ભાજપ પાસે છે અને 8 સીટો કોંગ્રેસ પાસે છે.
નવા હોદ્દેદારોની નિમણૂક : નવનિયુક્ત પ્રમુખ તરીકે નિમણૂક પામેલા જનકસિંહ જાડેજા ક્ષત્રિય સમાજના આગેવાન છે અને સાદગીભર્યો સ્વભાવ ધરાવે છે. તો મહિલા પાટીદાર સમાજમાં આગેવાન તરીકે કાર્યરત તેવા મનીષાબેન વેલાણીની કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. આહીર સમાજના અગ્રણી એવા ઘેલાભાઈ આહીરને કારોબારી ચેરમેનનું પદ સોંપવામાં આવ્યું છે. દંડક તરીકે એટલે કે શાસક પક્ષના નેતા તરીકે મહાવીરસિંહ જોગુની વરણી કરવામાં આવી છે.
પાર્ટીના તમામ આગેવાનો અને અગ્રણીઓના નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું કે મારા પર વિશ્વાસ મૂકીને મને આ પ્રમુખ પદની જવાબદારી આપી છે. આ વિશ્વાસને સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશ. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારાએ જે રીતે કચ્છના પ્રશ્નોને વાચા આપી છે તે રીતે કચ્છના વિકાસ માટે જિલ્લા પંચાયતના તમામ સભ્યો, ધારાસભ્યો, સાંસદ સભ્ય સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું...જનકસિંહ જાડેજા (નવનિયુક્ત પ્રમુખ, કચ્છ જિલ્લા પંચાયત )
નવા તમામ હોદ્દેદારો પૂર્વ કચ્છના : જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા નવા ચૂંટાયેલા હોદ્દેદારોનું પુષ્પહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નવા ચૂંટાયેલા હોદ્દેદારોની સભ્ય સીટની વાત કરવામાં આવે તો નવનિયુક્ત પ્રમુખ જનકસિંહ સામખીયાળી સીટના સભ્ય છે, નવનિયુક્ત ઉપપ્રમુખ મનિષાબેન સુખપર સીટના સભ્ય છે તો શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જોગુ પલાસવા સીટના સભ્ય છે અને કારોબારી ચેરમેન
ઘેલાભાઈ આહીર નાની ચીરઈ સીટના સભ્ય છે.
આરોગ્ય અને શિક્ષણ માટે લેવાશે પગલાં : જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણ અંગેના પ્રશ્નો બાબતે વાતચીત કરતા નવનિયુક્ત પ્રમુખે જણાવ્યું હતું કે, શિક્ષણની અંદર જિલ્લા ફેરબદલી જિલ્લામાં અનેક શિક્ષકોની ઘટ સર્જાઈ છે ત્યારે સરકાર દ્વારા પણ નવા શિક્ષકોની ભરતી પણ ચાલુ કરી દેવાઈ છે. ટૂંક સમયમાં જ નવા શિક્ષકોને ઘટતી જગ્યાએ ભરતી કરવામાં આવી છે અને તેઓ આગામી દિવસોમાં શાળાએ હાજર થઈ જશે.
- Jamnagar New Mayor : જામનગરના નવા મેયર બન્યાં વિનોદ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પદની ખેંચતાણ બાદ આરુઢ થયાં નીલેશ કગથરા
- Anand Taluka Panchayat Election : આણંદ જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ
- Rajkot New Mayor: રાજકોટના પ્રથમ નાગરિક તરીકે નયના પેઢડિયાની પસંદગી, જાણો અન્ય હોદ્દા કોને મળ્યા