ETV Bharat / state

Kutch Taluka Panchayat : કચ્છની દસે દસ તાલુકા પંચાયત પર ભગવો લહેરાયો, હવે લખપત અને અબડાસા કોંગ્રેસમુક્ત - કચ્છ જિલ્લામાં ભાજપના હાથમાં પૂર્ણ સત્તા તંત્ર

કચ્છની 5 નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની જાહેરાત કર્યા બાદ આજે કચ્છની 10 તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની જાહેરાત સતાવાર રીતે કરવામાં આવી હતી. લખપત અને અબડાસા સહિત ભાજપે તમામ તાલુકા પંચાયત કબજે કરતાં કચ્છ જિલ્લામાં ભાજપના હાથમાં પૂર્ણ સત્તા તંત્ર આવી ગયું છે અને કચ્છ કોંગ્રેસમુક્ત બન્યું છે.

Kutch Taluka Panchayat : કચ્છની દસે દસ તાલુકા પંચાયત પર ભગવો લહેરાયો, હવે લખપત અને અબડાસા કોંગ્રેસમુક્ત

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 5:12 PM IST

કચ્છ : નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોની અઢી વર્ષની સત્તાની મુદ્દત પૂર્ણ થતાં શાસક પાર્ટી દ્વારા નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતાઓની વરણી કરવામાં આવી રહી છે. કચ્છની 5 નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોની જાહેરાત કર્યા બાદ આજે કચ્છની 10 તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની જાહેરાત સતાવાર રીતે કરવામાં આવી હતી.

કોંગ્રેસ પાસે બે હતી તે પણ ગઇ : કચ્છની 10 તાલુકા પંચાયત પૈકી 8 પંચાયતો ભાજપ હસ્તકની હતી જ્યારે 2 કોંગ્રેસ હસ્તક હતી. પરંતુ અઢી વર્ષ બાદ સતા પલટાઈ છે અને હવે દસેય દસ તાલુકા પંચાયત ભાજપ પક્ષ હસ્તક છે. આમ કચ્છમાં તાલુકા પંચાયતોમાં ભગવો લહેરાયો છે.

ભાજપના હાથમાં પૂર્ણ સત્તા તંત્ર : કચ્છમાં સાંસદ સભ્ય ભાજપના, છ એ છ ધારાસભ્યો ભાજપના, જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન. નગરપાલિકામાં ભાજપનું શાસન છે. અગાઉ કચ્છની 10 તાલુકા પંચાયત પૈકી 8 માં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને લખપત અને અબડાસા એમ 2માં કોંગ્રેસનું શાસન હતું. પરંતુ આ બંને જગ્યાએ પણ હાલે બીજી ટર્મના હોદેદારોની નિમણૂક વખતે પ્રમુખ -ઉપપ્રમુખની વરણીમાં ભાજપના સદસ્યોની બહુમતી સાથે વરણી થતા દસે દસ તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપિત થયું છે. આવી રીતે કચ્છમાં સાંસદ, તમામ ધારાસભ્યો અને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ભગવો લહેરાયો છે.

વરણી કરાયેલા હોદ્દેકારો
વરણી કરાયેલા હોદ્દેકારો

નખત્રાણા તાલુકા પંચાયત : નખત્રાણા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો અઢી વર્ષની બીજી મુદ્દત માટે શાસક પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ, ઉપપ્રમુખ અને શાસક પક્ષના નેતા પદે મહિલા સદસ્યો ઉપર કળશ ઢોળાતાં આ તાલુકા પંચાયતનો વહીવટ નારી શક્તિના હાથમાં ગયો છે. ભાજપના નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે રવાપર બેઠકના સદસ્ય ભાવનાબેન રાજેશકુમાર પટેલ તથા ઉપપ્રમુખ પદ માટે દેશલપર-ગુંતલી બેઠકના દક્ષાબેન હિતેશકુમાર ઠક્કર, કારોબારી અધ્યક્ષપદ માટે કોટડા (જ) બેઠકના ઉત્પલસિંહ જાડેજાના નામો જાહેર કરવામાં આવ્યા હતાં. તો નખત્રાણા તાલુકા પંચાયતમાં સત્તા પક્ષના નેતા તરીકે સ્વાતીબેન ગોસ્વામીની પણ નિમણૂક કરવામાં આવી હતી. પક્ષના સિદ્ધાંતોને અનુસરતાં તાલુકાના પ્રજાહિતના અને વિકાસના કાર્યોને વેગ આપવા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા અંગેની વાત નવા હોદ્દેદારોએ કરી હતી. નખત્રાણા તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી 14 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે જ્યારે 6 બેઠકો કોંગ્રેસ પાર્ટી પાસે છે.

મુન્દ્રા તાલુકા પંચાયત : મુન્દ્રા તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતના પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ દ્વારા પ્રમુખ તરીકે મહિપતસિંહ ગાભુભા જાડેજા, ઉપપ્રમુખ માટે સોમાભાઇ રાજાભાઇ રબારીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. તો કારોબારી ચેરમેન તરીકે જ્યોતિબા વિજયસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા પ્રફુલાલા શિવુભા જાડેજાની પસંદગી કરવામાં આવી છે. મુન્દ્રા તાલુકા પંચાયત ભાજપ પાસે છે. કુલ 17 બેઠકો પૈકી 10 સભ્ય ભાજપના છે. તથા કોંગ્રેસના માત્ર 7 જ સભ્યો છે. મુન્દ્રા તાલુકામાં પાયાની સુવિધા રોડ, રસ્તા, પાણી, ગટર તથા સફાઇના મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવશે અને તમામ હોદ્દેદારોને સાથે રાખીને વિકાસના કામો કરવામાં આવશે અને જો કોઇપણ સમસ્યા હશે તો લોકોની વચ્ચે જઇને નિરાકરણ કરવામાં આવશે તેવું નવનિયુક્ત હોદ્દેદારોએ જણાવ્યું હતું.

ભચાઉ તાલુકા પંચાયત : ભચાઉ તાલુકા પંચાયતના નવા પદાધિકારીઓના નામ આજે જાહેર કરવામાં આવ્યાં હતાં. ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખપદે કંથકોટ બેઠકના સભ્ય રાણુભા ભૂપતસિંહ જાડેજા જ્યારે ઉપપ્રમુખ તરીકે દેવીબેન પરબતભાઈ, કારોબારી ચેરમેન પદે રામીબેન નાથાભાઈ રબારી અને શાસક પક્ષના નેતા તરીકે દેવરાજભાઈ ખેમાભાઈ પટેલના નામ જાહેર કરવામાં આવ્યા હતા.ભચાઉ તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી 16 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે જ્યારે માટે 4 બેઠકો જ કોંગ્રેસ પાસે છે.કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ પણ ઉમેદવારે પ્રમુખપદ માટે ફોર્મ ભર્યું ન હતું. નવનિયુકત પ્રમુખ રાણુભા જાડેજાએ જણાવ્યું હતું કે બે ટર્મ તોરણિયાના સરપંચ તરીકે તેમને કામ કર્યું છે ત્યારે ગામની સમસ્યાઓથી વાકેફ છું. તાલુકો સર્વાંગી વિકાસમાં જોડાય તો સાથે જ કંથકોટ બેઠકમાં કંથકોટ, હલરા, વામકા, નરા, વસટવા, તોરણિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારે હવે પૂરા તાલુકા માટે કામ કરવામાં આવશે. ખાસ કરીને તાલુકાના વિકાસનાં કામોને અગ્રતા આપવામાં આવશે તો આધોઈ -કંથકોટ વચ્ચે નદીનો પુલ ચાલુ થાય, તૂટેલા માર્ગોનું સમારકામ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

નવા હોદ્દેદારોની જાહેરાત
નવા હોદ્દેદારોની જાહેરાત

માંડવી તાલુકા પંચાયત : માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા શાસક પક્ષના નેતાઓની બીજી ટર્મના કારભાર માટે ભાજપના મેન્ડેટ મુજબ 24 વર્ષીય ચારણ યુવક કેવલ કિશોરભાઇ ગઢવીની પ્રમુખપદે પસંદગી કરવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે શિલ્પાબેન પ્રકાશ નાથાણી જ્યારે કારોબારી સમિતિના ચેરમેન પદે વિક્રમસિંહ કલુભા જાડેજા અને સત્તાપક્ષના નેતા જેકસન કલ્યાણજીભાઇ સંઘારની પસંદગી કરવામાં આવી છે. માંડવી તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી 18 બેઠક ભાજપ પાસે છે જ્યારે 2 બેઠક કોંગ્રેસ પાસે છે. બીજી ટર્મમાં મૂળ લાયજાના અને ગોધરાની બેઠક ઉપરથી ચૂંટાયેલા કેવલભાઇની પ્રમુખપદે પક્ષીયસ્તરેથી પસંદગી કરવામાં આવી છે. કારોબારી સમિતિના ચેરમેન પદે ચુંટાયેલા વિક્રમસિંહ કલુભા જાડેજા અપક્ષ તરીકે ચૂંટાયા બાદ ભાજપમાં જોડાયા હતા.નવનિયુક્ત પ્રમુખ કેવલ ગઢવીએ પ્રાથમિક સવલતો, રોડ રસ્તાના બાકી કામો, પાણી -ગટર જેવી જરૂરિયાતોને ટોચના કામો તરીકે હાથ ધરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

ભુજ તાલુકા પંચાયત : જિલ્લાના મુખ્ય મથક સ્થિત ભુજ તાલુકા પંચાયતનું પ્રમુખપદ કોને સોંપવું તે મૂંઝવણ હવે ઉકેલી લેવાઈ છે અને અંતે પાટીદાર સમજના દાવેદારોને ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિનોદ લાલજી વરસાણીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે માધાપર (જુનાવાસ)ના સભ્ય પ્રેરણાબેન આર. રાઠોડની પસંદગી કરવામાં આવી છે તો કારોબારી ચેરમેન તરીકે કાળી તલાવડીના ધનજીભાઈ કે. ચાવડાની, જ્યારે શાસક પક્ષના નેતા માટે દહીંસરાના રમેશદાન એસ. ગઢવીની પસંદગી કરવામાં આવી છે.ભુજ તાલુકા પંચાયતની 32 બેઠકો પૈકી 24 બેઠકો ભાજપ પાસે છે જ્યારે 8 બેઠકો કોંગ્રેસ પાસે છે.

સમાજ સમીકરણ સચવાયાં : ભુજ તાલુકા પંચાયતમાં આહીર ,પાટીદાર અને કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજને સાચવી લેવાયા છે. ભુજ તાલુકાનો 33 ટકા વિસતાર અંજાર ધારાસભ્યના મત વિસ્તારમાં આવતો હોવાથી આ બેઠક પર કોને પ્રમુખ પદ આપવું તેની પક્ષને પણ મૂંઝવણ થઈ હતી અંતે આ પદ પાટીદાર સમાજના ફાળે સોંપાયું હતું. તો ભુજ તાલુકાના માધાપરમાં કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજની વસતી પણ ઘણી હોવાથી આ સમાજને પણ ઉપ્રમુખ પદ સોંપી સાચવી લેવાયું છે, જ્યારે આ ભુજ તથા અંજાર તાલુકામાં આહીરોની પણ વસતી નોંધપાત્ર હોવાથી કારોબારી ચેરમેન પદ આહીર સમાજનાં દાવેદારને સોંપાયું છે. નવનિયુક્ત પ્રમુખે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતમાં કર્મચારીઓની ખાલી જગ્યાઓ મુદ્દે યોગ્ય સંકલન કરી ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવશે. તો છેવાડાના ગામો સુધી વિકાસના કર્યો કરવામાં આવશે.

ગાંધીધામ તાલુકા પંચાયત : ગાંધીધામ તાલુકા પંચાયત કચ્છમાં સૌથી નાની ગણાતી પંચાયત છે. આગામી અઢી વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નવા પ્રમુખપદ માટે શાંતિબેન હરેશભાઇ બાબરીયા તથા ઉપપ્રમુખ પદ માટે વનાભાઈ મમુભાઈ રબારીના નામ જાહેર કરવામાં આવ્યા હતા. કારોબારી ચેરમેન તરીકે પ્રવીણસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને શાસકપક્ષના નેતા તરીકે મીઠીબેન દલપતભાઈ સોલંકીના નામો જાહેર કરવામાં આવ્યા હતાં. ગાંધીધામ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 12 બેઠકો ભાજપ પાસે છે જ્યારે 3 બેઠકો કોંગ્રેસ પાસે છે.

અંજાર તાલુકા પંચાયત : અંજાર તાલુકા પંચાયતના પદાધિકારોની આગામી અઢી વર્ષ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી. જેમાં પ્રમુખપદ માટે શોભનાબા શૈલેન્દ્રાસિંહ જાડેજા, ઉપપ્રમુખ પદ માટે ભૂરાભાઇ છાંગા,કારોબારી ચેરમેનના પદ માટે સામજીભાઇ ચાવડાએ અને શાસકપક્ષના નેતા માટે પરમાભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. અંજાર તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો છે જેમાં 15 બેઠકો ભાજપ પાસે છે જ્યારે 5 બેઠક કોંગ્રેસ પાસે છે.નવનિયુક્ત પ્રમુખ શોભનાબા જાડેજાએ તાલુકાના તમામ ગામોમાં સર્વાંગી વિકાસ કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. તો ગામડાના વિસ્તારમાં શિક્ષણ, પાણી, રસ્તાઓ, આરોગ્ય તેમજ તલાટી, શિક્ષકો અને આરોગ્ય વિભાગમાં સ્ટાફની ઘટ હોતા ખાલી જગ્યાઓ પૂરવા માટે પૂરતા પ્રયત્નો કરવાની વાત કરી હતી.

રાપર તાલુકા પંચાયત : રાપર તાલુકા પંચાયતની વર્તમાન બોડીની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં થયા આગામી અઢી વર્ષ માટે નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને શાસકપક્ષના નેતાના નામની પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. રાપર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કેસરબેન ગેલાભાઈ બગડા, ઉપપ્રમુખ ભાવેશ દેવરાજભાઈ પટેલ, કારોબારી ચેરમેન જયદીપાસિંહ સ્વરૂપાસિંહ જાડેજા અને મોહનભાઈ દુદાભાઈ બારડને શાસક પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. રાપર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો પૈકી 21 બેઠક ભાજપ પાસે છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 3 જ બેઠકો છે. નવનિયુકત પ્રમુખ કેશરબેન બગડાએ કચ્છના છેવાડાના અને અંતરીયાળ એવા રાપર તાલુકાના વિકાસને ગતિશિલતા આપવાની વાત કરી હતી. તો તાલુકાના વિકાસના કામો જે ચાલી રહ્યા છે તેને ઝડપથી પૂર્ણ કરવા અંગેની વાત કરી હતી.

લખપત તાલુકા પંચાયત : લખપત તાલુકા પંચાયતની અઢી વર્ષની બીજી ટર્મમાં પ્રમુખપદ મેળવવા માટે કોંગ્રેસ પક્ષમાં બે ભાગ પડતા જોવા મળ્યા હતા તો બીજી તરફ ભાજપમાં પણ ભારે અસંતોષ પછી છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલાવવાની ફરજ પડી હતી. સરહદી વિસ્તાર ગણાતા લખપત તાલુકા પંચાયતમાં પ્રમુખ સહિતના હોદ્દા મેળવવાનો જંગ રસપ્રદ બન્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દયાબા જશુભા જાડેજાનું અને ઉપપ્રમુખ તરીકે જુગરાજસિંઘ બહાલસિંઘ શીખને જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતાની પસંદગી હવે કરવામાં આવશે. લખપત તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી 7 બેઠકો ભાજપ પાસે હતી. જ્યારે 9 બેઠકો પર કોંગ્રેસના સભ્ય હતાં પરંતુ કોંગ્રેસના બે સભ્યોએ ભાજપના સભ્યોને ટેકો જાહેર કરતા કોંગ્રેસ પાસેથી આ તાલુકા પંચાયત પર ભાજપનો વિજય થયો હતો અને ભાજપના હસ્તક આ પંચાયતની સતા ગઈ હતી.

અબડાસા તાલુકા પંચાયત : અબડાસા તાલુકાના પંચાયત અઢી વર્ષ પહેલાં મતદારોએ કોંગ્રેસને બહુમતી આપીને કુલ 18માંથી 10 બેઠકો ઉપર કોંગ્રેસના દાવેદારો વિજેતા બન્યા હતાં. જ્યારે 8 બેઠક ભાજપ પાસે રહી હતી. પરંતુ અઢી વર્ષ પછી કોંગ્રેસના બે સભ્યોએ ભાજપના દાવેદારોને ટેકો જાહેર કરતા અને એક સભ્ય ગેરહાજર રહેતા અબડાસા તાલુકા પંચાયતની સતા ભાજપ પાસે ગઈ હતી. ભાજપના મહાવીરસિંહ જાડેજાને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ પદ માટે રમીલાબેન ગજરાની પસંદગી કરવામાં આવી છે.જ્યારે કારોબારી ચેરમેન તરીકે આને શાસક પક્ષના નેતા તરીકે કોની પસંદગી કરવામાં આવી છે તેના નામ હવે જાહેર કરવામાં આવશે.

  1. Kutch District Panchayat Result : કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના નવા હોદ્દેદારો ચૂંટાયા, પૂર્વ કચ્છના નેતાઓનું વધેલું કદ જોવા મળ્યું
  2. Bhuj Municipality : ભુજ નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે નવા હોદ્દેદારોની નિમણૂક, જૂઓ કોણ પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યાં
  3. Attack on Bhuj Municipality President : પોલિસની હાજરીમાં જ ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર પર હુમલો, જાણો શું છે સમગ્ર મામલો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.