ETV Bharat / state

Kutch News : વન્યપ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવી, દીપડાની સંખ્યામાં વધારો, રાજ્ય સરકાર બહાર પાડશે આંકડાઓ - કચ્છમાં વન્ય પ્રાણી વસ્તી ગણતરી

રાજ્યમાં તાજેતરમાં વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરીનું કામ થયું છે.2016 બાદ રાજ્ય સાથે જિલ્લાદીઠમાં હાલમાં જ વન્ય પ્રાણીની વસ્તી ગણતરી વનવિભાગે કરી છે. ત્યારે કચ્છ જિલ્લામાં વન્ય પ્રાણીઓના આંકડાઓ એકત્ર કરી રાજ્યસ્તરે મોકલી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં તે જાહેર કરશે.

Kutch News : વન્યપ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવી, દીપડાની સંખ્યામાં વધારો, રાજ્ય સરકાર બહાર પાડશે આંકડાઓ

author img

By

Published : May 15, 2023, 6:12 PM IST

કચ્છ : રાજ્યમાં જે રીતે દર 10 વર્ષે માનવની વસ્તી ગણતરી થાય છે તે જ રીતે દર 5 વર્ષે વન્ય પ્રાણીઓની વસ્તીગણતરી પણ થાય છે. વર્ષ 2016 બાદ રાજ્ય સાથે જિલ્લામાં હાલમાં જ વન્ય પ્રાણીની વસ્તીગણતરી વનવિભાગ દ્વારા યોજવામાં આવી હતી હાલ આંકડાઓ એકત્ર કરી રાજ્યસ્તરે મોકલી દેવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં તે જાહેર કરશે.

  1. Sabarkantha News : 123થી વધુ પોઇન્ટ પર જંગલી પ્રાણીઓની વસતી ગણતરી, કયા પ્રકારની કામગીરી થઇ જૂઓ
  2. વડોદરામાં છેલ્લા પાંચ વર્ષમાં 24 હજારથી વધારે વન્યજીવોનું થયું રેસ્ક્યુ
  3. Surat News : સાત વર્ષ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ, કેવી રીતે થાય છે કામગીરી જાણો

કોણે કરી વન્ય પ્રાણીની વસ્તીગણતરી : વિસ્તારની રીતે સૌથી મોટા જિલ્લા કચ્છમાં પશ્ચિમ કચ્છ વન વિભાગ અને પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા કચ્છના જંગલ વિસ્તારમાં વિચરતા વન્ય પ્રાણીઓની સંખ્યાની ગણતરી થકી તેઓની સંખ્યામાં થયેલ વધઘટની સાથે સાથે તેમના નિવાસસ્થાન, શિકાર માટે ઉપલબ્ધ ખોરાક, પાણીની વ્યવસ્થા, હરવા ફરવાની વ્યવસ્થા અંગેની માહિતી મેળવવામાં આવી હતી.વન્ય પ્રાણીઓની વસ્તીગણતરીની પ્રક્રિયામાં ગ્રાઉન્ડ સ્ટાફથી લઈ અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

હાલમાં કચ્છમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે. તમામ આંકડાકીય માહિતી રાજ્ય સરકાર દ્વારા જ બહાર પાડવામાં આવશે. વન્ય પ્રાણી વસ્તીગણતરી દરમિયાન રાત્રિના સમયે જંગલ વિસ્તારમાં વિવિધ દિશામાંથી વન્ય પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. આમ તો જંગલમાં દીપડા જોવા મળતા હોય છે,ત્યારે હાલમાં જ કચ્છમાં 2-3 જગ્યાએ સ્થાનિક લોકોને દીપડા પણ જોવા મળ્યા છે.. યુવરાજસિંહ ઝાલા (પશ્ચિમ કચ્છ વન વિભાગના ડીએફઓ)

141 ટીમો જોડાઇ : વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરીમાં કચ્છ જિલ્લામાં પશ્ચિમ કચ્છના 5 તાલુકાઓ અને પૂર્વ કચ્છના 5 તાલુકાઓમાં એમ કુલ 10 તાલુકાઓમાં કુલ 141 જેટલી ટીમો જોડાઇ હતી. જેમાં 300 જેટલા ગણતરીકારો દ્વારા વન્ય પ્રાણીની ગણતરી ત્રણ દિવસ માટે હાથ ધરાઇ હતી. જે રીતે માનવની વસ્તી ગણતરી કરતી વખતે જુદાં જુદાં મુદ્દાઓ ધ્યાનમાં લેવાય છે અને આધારો હોય છે તેવી જ રીતે વન્ય પ્રાણીઓની ગણતરી માટે અલગ પદ્ધતિ હોય છે.

વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી કરતાં સમયે પ્રાણીઓના પગલાંની નિશાનીઓ, શિકાર,તેમના અન્ય અવશેષો, તેમજ ટ્રેપ કેમેરા મારફતે કેદ થયેલા પુરાવાને આધારે વન્યપ્રાણીઓની સંખ્યાનો અંદાજ મેળવવામાં આવે છે અને ગણતરી કરવામાં આવે છે.આવડા મોટા જિલ્લામાં વન્યપ્રાણીઓની વસ્તી ગણતરી કરવી પડકાર હતો પરંતુ જુદી જુદી ટીમ દ્વારા ખૂબ જ સરહનીય કાર્ય કરવામાં આવ્યું હતું... ગોવિંદસિંહ સરવૈયા (પૂર્વ કચ્છ વનવિભાગના નાયબ વન સંરક્ષક)

રોમાંચક અનુભવો : દીપડાની સંખ્યામાં વધારો થવા ઉપરાંત અધિકારીના જણાવ્યાનુસાર શિડયુઅલ 1નું વન્યપ્રાણી ચિંકારા પણ આ જ રીતે અહીંના જંગલોમાં શોધવા મુશ્કેલ બન્યા હતાં. વન્ય પ્રાણી વસ્તી ગણતરી દરમિયાન સ્ટાફ સાથે અધિકારીઓને પણ જુદાં જુદાં રોમાંચક અનુભવો પણ થયા હતાં. વન્ય પ્રાણીના પગલાંની નિશાનીઓ, શિકાર માટેના સ્થળો, ટ્રેપ, કેમેરા મારફતે વન્ય પ્રાણીઓની સંખ્યા નોંધાય છે.

બન્ની વિસ્તારમાં સારી સંખ્યામાં શિયાળ તેમજ લોંકડીની સંખ્યા જોવા મળી હતી તો અનેક વન્યપ્રાણીઓના નિશાન પણ મળી આવ્યા હતા. વનવિભાગની ટીમ સાથે વિવિધ ટેકનિકની મદદથી વન્યપ્રાણીઓની હાજરી નોંધી વસ્તીગણતરી કરવામાં આવી છે. જેમાં પ્રાણીઓના પગલાંના નિશાનથી લઈને ટ્રેપ કેમેરા સહિત લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો... બી.એમ. પટેલ બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝન ડીએફઓ

અનેક વન્ય પ્રાણીઓ નોંધાયા : વન્યપ્રાણીઓની વસ્તી ગણતરી દરમિયાન જિલ્લામાં દીપડો, હરણ,નીલગાય, મોર, હાયના,રણ શિયાળ, જંગલી બિલાડીઓ, જંગલી ભૂંડ, લોંકડી, સોનેરી શિયાળ, ઘુડખર, કાળિયાર,ઘોરાડ, મગર, સાંઢો,હેણોતરો, ફ્લેમિંગો,ગીધ, બઝાર્ડ ,ઇગલ,ઘુવડ,સસલા સહિતના અનેક વન્યપ્રાણીઓ નોંધાયા છે. તો કચ્છના સમુદ્રી વિસ્તારમાં દરિયાઇ જીવનની 150 કરતા પણ વધારે પ્રજાતિઓ પણ જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.