કચ્છ : જૂનાગઢના મજેવડી ગેટ પાસે દરગાહનું ગેરકાયદે બાંધકામ હટાવવાની કાર્યવાહીમાં શુક્રવારે રાત્રે મોટી ધમાલ થઇ ગઇ હતી. જેનો વિવાદ સળગી રહ્યો છે. ત્યારે કચ્છના ખાવડામાં આ વર્ષે જાન્યુઆરીમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઇ હતી અને તેમાં મદરેસા પણ હતી. તેને લઇને જે વિવાદ અને સત્ય હકીકત બહાર આવી તે વચ્ચે ઘણું બધું સંવેદનશીલ માહોલ ક્રિએટ કરવાની કોશિશો થઇ હતી. ત્યારે સ્થાનિક લોકોએ જ મદરેસા તોડી પાડી હોવાનું બહાર આવતાં મામલો સ્પષ્ટ બન્યો હતો. જોઇએ વિગતથી.
40થી વધુ દબાણો દૂર કરવા કાર્યવાહી કચ્છના સરહદી વિસ્તાર ખાવડાથી ઇન્ડિયા બ્રિજ વચ્ચે આવતા તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનું કામ ચાલુ વર્ષે ઉતરાયણના પર્વ બાદ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભુજ તાલુકામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.આ વિસ્તારમાં કુલ 40થી પણ વધારે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
લોકોએ જાતે જ તોડી પાડ્યા પરંતુ કચ્છમાં સરહદે આવેલા ખાવડાથી લઈને ઈન્ડિયા બ્રિજ સુધી લગભગ 46 જેટલા ગેરકાયદેસર કોમર્શિયલ પ્રોપર્ટી બનાવવામાં આવી હતી તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તોડી નાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અહીં બનેલી તમામ મદરેસા અને મસ્જિદોને અહીંના લોકો સાથે વાત કર્યા બાદ લોકોએ જાતે જ તોડી પાડ્યા હતાં.
6,020 ચોરસ મીટર જમીન ખાલી કરાઇ હતી ખાવડાથી ઈન્ડિયા બ્રિજ સુધીના ડબલ લેન હાઈવેને ફોર લેન હાઈવેમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય મામલતદાર ઓફીસમાંથી મળતી માહિતી અનુસાર કચ્છમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ વહીવટીતંત્રે 46 નાના-મોટા ગેરકાયદે બાંધકામો દૂર કરીને 6,020 ચોરસ મીટર જમીન ખાલી કરવામાં આવી હતી. કચ્છન સરહદી વિસ્તારમાં પ્રવાસન અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નેશનલ હાઈવે ઓથોરિટી હવે ખાવડાથી ઈન્ડિયા બ્રિજ સુધીના ડબલ લેન હાઈવેને ફોર લેન હાઈવેમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી મહિનામાં G-20 સમિટનું આયોજન ધોરડોના સફેદ રણમાં કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે સમગ્ર કચ્છમાં દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
સરહદ પરના ખાવડા વિસ્તારના દબાણો કચ્છના ખાવડા વિસ્તારના રતડીયા, ખાવડા, લુડીયા નજીક આવેલા વિસ્તારોમાંથી દબાણને દૂર કરવામાં આવ્યું હતા. આ દબાણ હટાવ કામગીરીમાં નેશનલ હાઈવેના કામમાં અડચણરૂપ હતા તેવા ધાર્મિક અને કોમર્શિયલ તમામ પ્રકારના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. કચ્છના ખાવડાથી ઇન્ડિયા બ્રિજ વચ્ચે આવતા તમામ દબાણો દૂર કરતી વખતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અબડાસા અને જખૌમાં પણ ગેરકાયદેસર બાંધકામો કચ્છના દરિયાઈ વિસ્તારમાં આવેલા અબડાસાના મોહાડીના દરિયાકાંઠેથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવતા હતા. મોહાડીના દરિયાકાંઠેથી 5 જેટલા ગેરકાયદેસરના બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. મોહાડી બાદ કચ્છના જખૌ બંદર તેમજ જખૌ જેટી નજીકના દબાણો પર દૂર કરવામાં આવ્યાં હતા.તો ત્યાર બાદ ખાવડા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતાં.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રની કામગીરી ખાવડાથી ઇન્ડિયા બ્રિજ તરફ જતાં માર્ગને ફોર લેન બનાવવામાં આવી રહ્યો છે. જેથી કરીને આ માર્ગ પર અવરોધરૂપ આવતા દબાણ હટાવવામાં આવ્યા હતા. આ વિસ્તારના ગેરકાયદેસર બાંધકામના માલિકોને અગાઉ ત્રણ વખત નોટીસ પાઠવીને દબાણો દૂર કરવાનું જણાવવામાં આવ્યું હતું. છેવટે દબાણો દૂર ન કરાતાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રએ ખાણી-પીણીની દુકાનો, ચાની હોટલ, પાનના ગલ્લા અને દુકાનો સહિતના દબાણો દૂર કર્યા હતા.
કલમ 144 લાગુ કરવામાં આવી હતી દબાણ દૂર કરવાની કામગીરી અંતર્ગત તંત્ર દ્વારા ધ્રોબાણાથી કાદીવાંઢના સરકારી પડતર જમીન પર ઉભા કરવામાં આવેલા ધાર્મિક દબાણને દૂર કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. જે માટે દબાણ હટાવ ઝૂંબેશ હેઠળ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. RDC મિતેશ પંડ્યા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર 15થી 22મી જાન્યુઆરી સુધીમાં ભુજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં કલમ સીઆપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
લોકોને ગેરમાર્ગે દોરવા માટે વિડીયો કરાયો હતો વાયરલ ખાવડા તેમજ તેની નજીકના ગામોમાં કરવામાં આવી ત્યારે આખી કાર્યવાહી સંદર્ભે એક વિવાદ સર્જાયો હતો. મુસ્લિમ અગ્રણી સહીત લઘુમતી સમુદાયના સંગઠનો દ્વારા તંત્રની આ કાર્યવાહીને વખોડવામાં આવી હતી. ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા કચ્છના છેલ્લા ગામ ખાવડાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારનો વીડિયો બનાવવામાં આવ્યો હતો.
વિવાદાસ્પદ કેપશન સાથે કરાયો હતો વિડીયો વાયરલ આ વિડીયોમાં ગુજરાતના કચ્છમાં 15 જાન્યુઆરીએ એક મદરેસાને ગેરકાયદેસર કહીને તોડી પાડવામાં આવી હતી.જેમાં શિક્ષકના કહેવા પ્રમાણે, આ મદરેસાની સ્થાપના ભારતની આઝાદી બાદથી કરવામાં આવી હતી. પરંતુ પછી એ જ પ્રશ્ન ઉભો થાય છે કે મુસલમાનોના ઘરો, મસ્જિદો અને મદરેસાઓ ગેરકાયદેસર કેમ બની જાય છે. કચ્છના કલેક્ટર અને ગુજરાતના સીએમઓને પણ આ વીડિયો અને કેપ્શન સાથે ટેગ કરવામાં આવ્યા હતાં.
પાકિસ્તાને પણ આ બાબતે ઓક્યું હતું ઝેર કચ્છના સરહદી વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી હતી ત્યારે મદ્રેસાના મૌલવીએ વિડીયો વાયરલ કરતા આ મુદ્દે પાકિસ્તાને ઝેર ઓકવા માંડ્યું હતું.રેડિયો પાકિસ્તાને 17/1ના રોજ સમાચારો પ્રસારિત કર્યા, જેમાં મદ્રેસા તોડી પાડવામાં આવી હોવાની વાત જણાવી કહેવાયું હતું કે ભારતના ગુજરાતમાં ભાજપ સરકારે સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં મદ્રેસા તોડી પાડી છે.
કચ્છની ખાવડા સરહદથી પાકિસ્તાની પકડાયો, BSF દ્વારા તપાસ બાદ પોલીસને સોંપાશે