ETV Bharat / state

Kharad Dhari Craft : પ્રાચીન અને દુર્લભ એવી ખરડ ધરી હસ્તકલાને લુપ્ત થતા બચાવવાના કચ્છી કારીગરોના પ્રયત્નો - તેજસિંહ મારવાડા ખરડ ધરી કારીગર

જે સમયથી મનુષ્યો અને પશુઓ વચ્ચે સંબંધ બંધાયા ત્યારથી આ ખરડ ધરી કલા અસ્તિત્વમાં આવી હતી. પરંતુ આજે કચ્છના લોકો આ ખરડ ધરી કલાથી અજાણ છે. કચ્છમાં કચ્છ અને સિંધ પ્રદેશના સબંધો સમયની આ કળાને લુપ્ત થતી અટકાવનાર કારીગરે આ વિશે વાતચીત કરી હતી.

Kharad Dhari Craft : પ્રાચીન અને દુર્લભ એવી ખરડ ધરી હસ્તકલાને લુપ્ત થતા બચાવવાના કચ્છી કારીગરોના પ્રયત્નો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2023, 3:12 PM IST

ખરડ ધરી કલા

કચ્છ : કચ્છ કલા કારીગરીનું હબ ગણાય છે કારણ કે અહીં લુપ્ત થતી કલાઓને ટકાવી રાખનાર કારીગરો છે. વર્ષો જૂની પ્રાચીન કલાઓ જેવી કે ભરતકામ, રોગાન, લાખ કામ જેવી કલાઓની અહીં જાળવણી કરવામાં આવી છે. ત્યારે જ આજે તે વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ છે ત્યારે કચ્છના એક ખૂણે આજે પણ અમુક કારીગરો એક પ્રાચીન અને દુર્લભ એવી ખરડ ધરી હસ્તકલાને લુપ્ત થતા બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે.

સદીઓથી ખેતી અને પશુપાલન પર નભતા કચ્છ અને સિંધ પ્રદેશમાં કારીગરો એક સમયે આ ખરડ કલા વડે ઊંટ પર ચીજ વસ્તુઓ લાદીને લઈ જવાની ખુર્જણી, ખેતરમાં તૈયાર થયેલ પાકને લઈ જવા માટેની છાંટ અને પશુઓનો ઘાસચારો રાખવા માટે જાલંગ બનાવતા હતા. આ ઉપરાંત રાજમહેલમાં પાથરવા માટેની ધરી એટલે કે આજનું કાર્પેટ પણ ખરડ ધરીના કારીગરો ઊંટ અને બકરાના વાળમાંથી બનાવતા હતા...તેજસિંહ મારવાડા (ખરડ ધરી કારીગર )

મનુષ્યો અને પશુઓના સહઅસ્તિત્વ દર્શાવતી કળા : કારીગર તેજસિંહ મારવાડા કચ્છના કુકમા ગામ પાસેના લેર ગામ પહેલા આવતા શિણાઇ નગરમાં રહે છે અને ત્યાં જ આ કળાના વિવિધ નમૂના બનાવે છે. તેમના બધા પૂર્વજો પણ આ ખરડ કલા સાથે સંકળાયેલા હતા તેવું તેમને જણાવ્યું હતું. આ કળા તેમની પરંપરાગત કળા છે. પૂર્વજોના જણાવ્યા અનુસાર જ્યારથી મનુષ્યો અને પશુઓએ સાથે રહેવાનું શરૂ કર્યું છે ત્યારથી આ કલા શરૂ થઈ હતી. પહેલાના સમયમાં જ્યારે લોકો ઊંટ પર લાંબી સફર ખેડતા ત્યારે ખરડ કલા વડે બનેલી ખુર્જણીનો ઉપયોગ કરતા, ખેતરમાં પાક તૈયાર થઈ જાય તો તેને પોતાના ઘરે અથવા બહાર સુધી લઈ જવા છાંટનો ઉપયોગ કરતા તો પોતાના પશુઓ માટે ચારો લઈ જવા જાલંગનો ઉપયોગ કરતા હતા આ વસ્તુઓ પહેલાના સમયમાં ખૂબ પ્રખ્યાત હતી.

ખરડ કલા માટે રાષ્ટ્રીય પુરસ્કાર અને સંત કબીર પુરસ્કાર : ઉલ્લેખનીય છે કે ધરી એટલે કે કાર્પેટ રાજમહેલ ઉપરાંત સામાન્ય લોકોના ઘરે પણ શુભ પ્રસંગો પર મહેમાનોને બેસવા માટે ઉપયોગી થતી હતી. આજે ભલેને જમીન પર બેસવાનો જમાનો રહ્યો નથી પરંતુ કચ્છમાં આજે પણ અમુક કારીગરોએ આ સદીઓ જૂની કલાને જીવંત રાખી બેઠા છે. એટલું જ નહીં પરંતુ આ કળા થકી તેમને નામના મેળવી છે અને સાથે જ તેમની બનાવેલી ધરીઓને અનેક રાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા છે. ખરડ ધરીના કારીગર તેજસિંહ મારવાડાને આ ખરડ કલા માટે રાષ્ટ્રીય પુરસ્કાર અને સંત કબીર પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા છે.

ખરડ ધરીને જીવંત રાખતાં કારીગર
ખરડ ધરીને જીવંત રાખતાં કારીગર

હસ્તકલા પણ લુપ્ત થવાના આરે : ખરડ ધરી કળા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી ચાર લાકડાના બાંબુ વડે હાથશાળ બનાવી તેના પર વિવિધ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી અને સમયની સાથે ઊંટ અને ઘોડા જેવા માલવાહક પશુઓની જગ્યા સ્કૂટર અને મોટરગાડી જેવા વાહનોએ લઈ લેતા ખુર્જણી, છાંટ અને જાલંગની જરૂરિયાત વિસરતી ગઈ જેના કારણે સમય જ્યાં આ હસ્તકલા પણ લુપ્ત થવાના આરે પહોંચી આવી હતી, પરંતુ આ કારીગર તેજસિંહ મારવાડાએ પોતાના પૂર્વજોની આપેલ આ કલાને ટકાવી રાખવા ધરી બનાવવાનું ચાલુ રાખ્યું અને આજે પણ આ કળાને ટકાવી રાખી છે.

ઊંટ અને બકરાના વાળમાંથી બનતી ધરી : આ કળામાં ખરડ મારફતે પહેલા સમયે કઈ રીતે વાહનવ્યવહાર હતું, કંઈ રીતે ખેતી થતી વગેરે જેવી પ્રાચીન બાબતો સ્ટોરી તરીકે ધરી પર બનાવવામાં આવતી હતી.ત્યાર બાદ સમયની સાથે ખરડ ધરી કળામાં બનતી ધરીમાં પણ વખતોવખત બદલાવ આવતા ગયા. અગાઉ ઊંટ અને બકરાના વાળમાંથી બનતી ધરીને બદલે હવે કારીગરો ઊંટમાંથી ધરી બનાવે છે અને હવે તો લોકો ધરી પર વિવિધ રંગોની ડિઝાઇનની માંગણી પણ કરે છે.

પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતી કલા : ખરડ ધરીના કારીગરો કચ્છ અને સિંઘ પ્રદેશની પ્રાચીન સંસ્કૃતિને આ ધરી વડે જીવંત રાખવા પ્રયત્નો કરી રહ્યા છે. તો સાથે જ કારીગરો પ્રાચીન સમયની ખેતી, માલધારીઓની પશુઓ સાથેની રહેણી-કરણી, ગામડામાં વરસાદના પાણીનું સંગ્રહ સહિતની પરંપરાઓને લાગતી ડિઝાઇન હવે ધરી પર બનાવી પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી કલાને લુપ્ત થવાથી બચાવી રહ્યા છે.

પ્રાચીન સંસ્કૃતિે આધુનિક ડિઝાઇન વડે જીવંત : તેજસિંહ મારવાડાએ જણાવ્યું હતું કે કચ્છ અને સિંધ બંને પાડોશી પ્રદેશો હોતા ભારતની આઝાદી પહેલાંની બન્ને પ્રદેશોની સંસ્કૃતિમાં ખૂબ સમાનતા હતી. એક સમયે પશુપાલન અને ખેતીની પ્રાચીન પરંપરાઓ આ બન્ને પ્રદેશમાં સમાન હતી અને તે આજે લુપ્ત થઈ ગયેલી પ્રાચીન સંસ્કૃતિને આધુનિક ડિઝાઇન વડે આ કલાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે.

  1. World Photography Day: કચ્છની શ્રેષ્ઠતાને ઉજાગર કરતી થીમ પર યોજાઈ ફોટોગ્રાફી સ્પર્ધા, જુઓ પ્રદર્શનમાં મુકાયેલી તસવીરો
  2. Kutch Rogan Art: કચ્છનો કસબી ભણવાનું મૂકી 400 વર્ષ જૂની રોગાન કળામાં આગળ વધ્યો, મેળવ્યો રાજ્ય હસ્તકલા એવોર્ડ
  3. Ajrakh art: કચ્છની વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની બજારમાં નકલ વધતા કારીગરો દ્વારા GI ટેગ માટે અરજી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.