ETV Bharat / state

ભુજમાં 24મીએ સર્વરોગ નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું મોટું આયોજન, નિદાન, સારવાર અને સર્જરી નિઃશુલ્ક - ભુજમાં મેડિકલ કેમ્પ

કચ્છમાં વિશિષ્ટ સેવાનું કાર્ય રવિવારે થવા જઇ રહ્યું છે. ભુજમાં મેડિકલ કેમ્પમાં સર્વરોગ નિશુલ્ક સર્જરી અને સારવારનો મોટો કેમ્પ યોજાશે. માં 100 ડોક્ટરો, 130 નર્સ, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ વગેરે સેવા આપશે. કેમ્પમાં કચ્છ ઉપરાંત કચ્છ બહારના ડોક્ટરો સેવા આપશે.

ભુજમાં 24મીએ સર્વરોગ નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું મોટું આયોજન, નિદાન, સારવાર અને સર્જરી નિઃશુલ્ક

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 5:11 PM IST

ભુજમાં 24મીએ સર્વરોગ નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું મોટું આયોજન, નિદાન, સારવાર અને સર્જરી નિઃશુલ્ક

કચ્છ : કચ્છના આરોગ્ય ઇતિહાસમાં પ્રથમવાર કહી શકાય તેવી એક વિશિષ્ટ સેવાનું કાર્ય રવિવારે શરૂ થવા જઇ રહ્યું છે. જેમાં ભુજ ખાતે મેડિકલ કેમ્પમાં સર્વરોગ નિશુલ્ક સર્જરી-સારવારનો મફત કેમ્પ યોજાશે. જેમાં તમામ પ્રકારના રોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભુજની મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર તેમજ કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થઈ શકે તે તમામ સેવાઓ નિઃશુલ્ક પણે આપવામાં આવશે.

100 ડોક્ટરો આપશે સેવા : કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના મંત્રી કેસરાભાઈ પિંડોરિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 24મી ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી કેમ્પની શરૂઆત કરવામાં આવશે.જેમાં 100 જેટલા ડોક્ટરો, 130 જેટલી નર્સ, મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ વગેરે સેવા આપશે. જેમાં કચ્છ ઉપરાંત કચ્છ બહારના ડોક્ટરો સેવા આપશે.

ક્યાં યોજાશે સર્જરી કેમ્પ : સરદાર પટેલ વિદ્યા સંકુલ, લેવા પટેલ હોસ્પિટલની પાછળ, આશાપુરા કોલેજની સામે, ભુજ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર્દીઓને બપોરનું ભોજન પણ આ કેમ્પ દરમિયાન આપવામાં આવશે. દાતાઓના સહયોગથી કુલ 10,000 જેટલા દર્દીઓની સેવા આ મેગા મેડિકલ કેમ્પમાં થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

વિવિધ રોગો માટે કરવામાં આવશે નિદાન : સર્વરોગ નિશુલ્ક સર્જરી-સારવારના આ કેમ્પમાં હૃદયરોગ, મગજ, કિડની, યુરો(પેશાબ), કેન્સર, હાડકાં, પ્લાસ્ટિક સર્જરી, કેસ્ટ્રો, ઇન્ટરવેન્શનલ રેડિયો, જનરલ સર્જન, સ્ત્રીરોગ, બાળરોગ, મેડિસિન, રેડિયો, કાન-નાક-ગળું, દંતરોગ, મનોચિકિત્સા, ચામડી, ફેફસા, ફિઝિયોથેરાપીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં કચ્છ અને ગુજરાતના ખ્યાતનામ ડોકટરો સેવા આપશે.

સ્થળ ઉપર જ દર્દીનું રજીસ્ટ્રેશન : આ કેમ્પમાં નિદાન,સારવાર અને ઓપરેશનનો લાભ લેવા માટે કેમ્પ સ્થળે આવીને દર્દીઓને નામ નોંધાવી પડશે. કેમ્પ પર આવીને જે દર્દીઓએ નામ નોંધાયેલ હશે અને તપાસ થયેલ હશે તેવા દર્દીઓને જ મફત કેમ્પનો લાભ મળશે. પાછળથી જે કોઈ દર્દી કેમ્પના લાભ માટે અનુરોધ કરશે તેઓ યોગ્ય ઠરશે નહીં. કેમ્પ માટે સ્થળ ઉપર જ દર્દીનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને ફોન ઉપર રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં.

તમામ પરીક્ષણ, દવા, નિદાન નિ:શુલ્ક : કેમ્પ સ્થળ પર ત્યાં ઉપસ્થિત ડોક્ટરોની સલાહ મુજબના તમામ પરીક્ષણ, દવા, નિદાન નિ:શુલ્ક કરવામાં આવશે. જેમાં એક્સરે, લેબોરેટરી, સોનોગ્રાફી, 2-D, ઇકો, સીટીસ્કેન, એમઆરઆઇ, એનજીઓગ્રાફી વગેરે સહિતના નિદાનોનો સમાવેશ થાય છે. કેમ્પના દર્દીઓની વધુ તપાસ, નિદાન, સર્જરી, સારવાર ભુજની લેવા પટેલ હોસ્પિટલ તેમજ કે.કે. પટેલ સુપર સ્પેશીયલિસ્ટ હોસ્પિટલમાં જ થશે અને તે બહારની સારવાર કેમ્પમાં સમાવિષ્ટ નથી.

દર્દીઓને ઓળખ કાર્ડ સાથે રાખવા અનુરોધ : કેમ્પમાં આવનાર દર્દીઓએ જુના રિપોર્ટ, ચાલુ સારવારની ફાઈલ, દવા વગેરે સાથે લઈ આવવા જણાવવામાં આવ્યું છે. કેમ્પમાં બાયપાસ એન્જિયોગ્રાફી, હાડકાં, કેન્સર, કિડની, ફેફસા, મગજ તથા અન્ય તમામ મોટા અને જાતિ ગંભીર રોગોની સુપર સ્પેશિયાલિટી સારવારનો સમાવેશ થાય છે. નામ સાચું લખાય અને સિસ્ટમમાં રહે તે માટે કોઈ ચોક્કસ ઓળખ કાર્ડ સાથે રાખવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે.

ખ્યાતનામ ડોકટરો આપશે સેવા : મેગા કેમ્પ દરમિયાન સેવા આપનારા ડોકટરોની વાત કરવામાં આવે તો જુદાં જુદાં રોગના નિષ્ણાતો આ કેમ્પમાં સેવા બજાવશે જેમાં ENT વિભાગમાં ડૉ. સી.વી.લીંબાણી, ડૉ.નીલ પરમાર અને ડૉ.નીરજ જોબનપુત્રા સેવા આપશે.ડેન્ટલ વિભાગમાં ડૉ.હિતેશ વરસાણી, ડૉ. ભરત વરસાણી, ડૉ.એકતા ઠકકર અને ડૉ.એક્તા ગાજીપરિયા સેવા આપશે. ઓર્થોપેડીક સર્જન તરીકે ડૉ.આનંદ હિરાણી, ડો.ચિંતન શેઠ, ડૉ. દિપક દવે, ડૉ. પ્રવીણ પટેલ, ડૉ.શ્રેયસ વઘાસીયા અને ડૉ.મયંક લીંબાણી નિદાન કરશે.

જુદાં જુદાં રોગોના નિષ્ણાતો બજાવશે ફરજ : ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ડૉ.મનસુખ પાંચાણી, ડૉ.હરીશ વરસાણી, ડૉ. પ્રિયંકાબા જાડેજા અને ડો.રમેશ વરસાણી સેવા આપશે જ્યારે કાર્ડીયોલોજી માટે ડૉ. જ્યદત ટેકાણી અને ડૉ. મીત ઠકકર સેવા આપશે.કાર્ડિયોથોરાસિક અને વેસ્ક્યુલર સર્જરી માટે ડૉ.ગણેશ અમ્માનાયા અને ડૉ.નિકુંજ વ્યાસ સેવા આપશે.ડૉ.મહાદેવ એસ. પટેલ,ડો.આશિષ માકડિયા,ડો.કરણસિંહ સોઢા,ડૉ. ઋગ્વેદ ઠક્કર, ડો.નિશીથ રાજ્યગુરુ, ડો.તેજસ નકુમ,ડો.રાહુલ ત્રિવેદી ,ડૉ.વિનિત ઠાકર, ડો.નિનાદ ગોર અને ડો.દિલીપ વાઘેલા જનરલ મેડિસિન અને ક્રિટિકલ કેર માટે સેવા આપશે.

લિવર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ આપશે સેવા : યુરોલોજી વિભાગમાં ડૉ.કૌશિક દરજી સેવા આપશે જ્યારે નેફ્રોલોજીમાં ડો.વિજય નાવડીયા અને ડો.મયુર પાટીલ નિદાન કરશે.ડો.તારેક ખત્રી અને ડૉ.સંદિપ શાહ ન્યુરોસર્જરી અને સ્પાઇનની સારવાર આપશે.ઓન્કો માટે ડો.વિકાસ ગઢવી, ડો.રોનક જૈન અને ડૉ.રૂચી રાજગોર સેવા બજાવશે. ડો.સુરેશ હિરાણી અને ડૉ વિકાસ પટેલ કે જે લિવર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ છે તેઓ બન્ને ગેસ્ટ્રોની સારવાર આપશે.જનરલ સર્જન તરીકે ડૉ.અજય કલોત્રા અને ડૉ.અમિત ચૌહાણ સેવા આપશે.ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ તરીકે ડો.તેજેન્દ્ર રામાણી નિદાન કરશે.

બાળરોગ, સ્ત્રીરોગ નિષ્ણાત કરશે સારવાર : ડો.જે.કે. દબાસિયા,ડો.ખીમજી પટેલ, ડો.લાલજી વાઘજીયાણી અને ડૉ જેન્તી વરસાણી બાળરોગનું નિદાન કરશે.ડો. દિવ્યા ટેકાણી અને ડો.સારિકા ધોળકિયા સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે સેવા બજાવશે.પ્લાસ્ટિક સર્જરી માટે ડો.ભરત રાઠવા નિદાન કરશે.ક્લિનિકલ સાયકોલોજી વિભાગમાં ડૉ.ગૌરાંગ જોષી સારવાર આપશે તો મનોચિકિત્સક તરીકે ડો.સુમિત ઓઝા સેવા બજાવશે.ડો.વિપુલ પલ્મોનોલોજી વિભાગમાં સેવા આપશે.ચેપી રોગ નિષ્ણાત તરીકે ડૉ સુરભી મદાન સેવા આપશે.

અલગ અલગ રોગોના નિષ્ણાતો આપશે સેવા : રેડિયોલોજી વિભાગમાં ડૉ.દિવ્યરાજસિંહ જાડેજા, ડો.ભૂમિબા જાડેજા , ડો.ભવ્ય ચૌહાણ અને ડો.અશ્વિન પાનસુરીયા સેવા આપશે તો પેથોલોજિસ્ટ તરીકે ડૉ.નવીન પટેલ અને ડૉ.મિતેશ ઉકાણી સેવા આપશે તથા ચામડીના રોગો માટે ડૉ.દેવેન્દ્ર પરમાર અને ડૉ. જુઇ શાહ સેવા આપશે.આમ, અલગ અલગ રોગોના નિષ્ણાતો આ સર્વરોગ મેગા મેડિકલ કેમ્પમાં નિઃશુલ્ક સેવા આપશે.

  1. શરમજનક! મેડિકલ કોલેજમાં મૃતદેહને એમ્બ્યુલન્સ ન મળતાં પરિવારજનોને હાથગાડીમાં લઈ જવાની ફરજ પડી
  2. World Diabetes Day 2023 : જાહેર જનતા જોગ ખુશખબર, આજથી દિલ્હી AIIMS માં નિઃશુલ્ક ઈન્સ્યુલિન મળશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.