ETV Bharat / state

Smart Glasses Distribution Program : દ્રષ્ટિહીન બાળકોને હવે દુનિયા બતાવશે સ્માર્ટ ગ્લાસ, 40 બાળકોને વિતરિત કરાયા સ્માર્ટ ગ્લાસ - દ્રષ્ટિહીન બાળકો

જીલ્લામાં પ્રથમ વખત શ્રી નવચેતન અંધજન મંડળ, બિદડા ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન અને શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓ માટે સ્માર્ટ ગ્લાસીસ(આધુનિક ચશ્મા) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓ સ્વતંત્ર રીતે હરીફરી શકે, ચલણી નોટો ઓળખી શકે, બાર્ડ કે પુસ્તકો વાંચી શકે તે માટે નવચેતન અંધજન મંડળની શાળામાં 38 જેટલા બાળકોને અને 2 શિક્ષકોને સ્માર્ટ ગ્લાસીસ દ્રષ્ટિક્ષતિ ધરાવતા વ્યકિતઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 5:00 PM IST

Smart Glasses Distribution Program

કચ્છ : દર વર્ષે તારીખ 25 ઓગષ્ટથી 8 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય નેત્રદાન પખવાડીયુ ઉજવવામાં આવે છે તે એક ઝુંબેશ છે. જેનો ઉદેશ નેત્રદાનના મહત્વ વિશે સામુહિક જન જાગૃતિ કેળવવાનો અને મૃત્યુ પછી આંખોનું દાન કરવા માટે પ્રેરિત કરવાનો છે. આંખના દાતા બની કોઈને દ્રષ્ટિની ભેટ આપવી એ પુણ્યનું કામ છે. રાષ્ટ્રીય નેત્રદાન પખવાડીયામાં તમારૂ યોગદાન અંધ વ્યકિતના જીવનને સમૃદ્ધ બનાવી શકે છે.

Smart Glasses Distribution Program
Smart Glasses Distribution Program

40 દ્રષ્ટિહીન લોકોને અપાયા સ્માર્ટ ગ્લાસ : શ્રી નવચેતન અંધજન મંડળ માધાપરના સ્પેશિયલ એજ્યુકેટર હિમાંશુભાઈ સોમપુરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે,"સ્માર્ટ ગ્લાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મોબાઈલના સમન્વયથી કાર્ય કરે છે. સ્માર્ટ ગ્લાસ દ્વારા સામે રાખેલી વસ્તુને ચશ્મા દ્વારા ઓળખવામાં આવે છે અને કાન સાથે જોડાયેલ શ્રવણયંત્રમાં અવાજ પરિવહનથી અંધજનને સામે પડલી વસ્તુની ઓળખ થશે. જો અંધજન પુસ્તક વાચવા માંગે છે ત્યારે પુસ્તક જયારે સ્માર્ટ ગ્લાસના સંપર્કમાં આવે છે ત્યારે પુસ્તકના પાનાનું સ્કેન કરી તેનું અવાજમાં રૂપાંતરણ કરી અવાજ દ્વારા અંધજનોને સંભળાય છે."

Smart Glasses Distribution Program
Smart Glasses Distribution Program

ટેકનોલોજી દ્વારા અંધત્વનો ખેદ ઘટાળવાનો પ્રયત્ન : "આ ટેકનોલોજી દ્વારા બુક અને સમાચાર પત્ર વાચી શકશે. વાંચનના કારણે અંધજનના મગજનો વિકાસ થશે. યાદશકિતમા વધારો અને મગજની કનેકટીવીટી વધારીને તણાવમાં ઘટાડો કરે છે અને અંધજનોમાં અલઝાઈમર થવાની શકયતા પણ ઘટાડે છે. જ્ઞાનમાં વધારો થાય છે અને દરરોજ દેશમાં થતી ગતિવીધીઓથી પણ વાકેફ થઈ શકે છે. વધુમાં સ્માર્ટ ગ્લાસ ધ્વારા ચલણી નોટોની ઓળખ કરવામાં પણ સરળતા રહેશે. આમ સ્માર્ટ ગ્લાસ દ્વારા અંધજનોમાં અંધત્વનો ખેદ ઘટાળી ટેકનોલોજી યુકત દ્રષ્ટિનો સંચાર કરવાનો એક પ્રયાસ છે."

Smart Glasses Distribution Program
Smart Glasses Distribution Program

ભારતમાં 1.2 કરોડ કોર્નિયલ અંધત્વ ધરાવે છે : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ભારતમાં લગભગ 4 કરોડ પ્રજ્ઞાચક્ષુ છે. એવો અંદાજ છે કે વિશ્વની અંધ વસ્તીનો ચોથો ભાગ ભારતમાં વસે છે. જેમા માત્ર વડીલો કે યુવાનો નથી પણ બાળકોનો પણ સમાવેશ છે. 16 લાખ નેત્રહિન બાળકો છે અને 35 મીલીયન લોકોને આંખમાં ખામી છે. ભારતમાં 1.2 કરોડ કોર્નિયલ અંધત્વ ધરાવે છે જેમને રાષ્ટ્રીય નેત્રદાનની જરૂર છે. આપણા ભારતમા જ દૃષ્ટિક્ષતિ જોવા મળે છે એવુ નથી. અમેરીકા જેવા વિકસીત દેશમાં પણ 4 મીલીયન જેટલા અંધજનો છે.

Smart Glasses Distribution Program
Smart Glasses Distribution Program

વિશ્વના 50 ટકા અંધાપો ભારત અને ચાઈનામાં : અંધાપો આવવામાં માલન્યુટ્રીશીયન, ટ્રોમા, મેકયુલા ડીઝીનેસ, ગ્લુકોમા, ડાયાબીટીશ અને મોતીયો મુખ્ય કારણ છે. જેના કારણે ઉમરથી જલ્દી અંધાપો આવી જાય છે. વિશ્વના 50 ટકા અંધાપો ભારત અને ચાઈનામાં જ છે. ભારતના ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, બંગાળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અંધાપો વધુ પ્રમાણમાં જોવા મળે છે.

Smart Glasses Distribution Program
Smart Glasses Distribution Program

દ્રષ્ટિહીન બાળકોને આ ખૂબ ઉપયોગી થશે : સ્માર્ટ ગ્લાસ મેળવનાર બાળક જીગર ગઢવીએ જણાવ્યું હતું કે, "આજે અમારી શાળામાં જે જોઈ નથી શકતા એટલે કે જેઓ દ્રષ્ટિહીન છે તેવા બાળકો માટે સ્માર્ટ ગ્લાસ આપવામાં આવ્યા છે જેનાથી જે જોઈ શકશે મતલબ કે બાળકોની આસપાસની જે વસ્તુઓ છે, પૈસા છે કોઈ ટેક્સ્ટ એટલે કે વાંચન માટેના જે ચોપડાઓ છે તે આ ચશ્મા મારફતે બાળકોને અવાજ મારફતે સંભળાય છે. આ ચશ્મા ખૂબ સારા છે. આ સ્માર્ટ ગ્લાસ ફોન કે ટેબલેટ દ્વારા કનેક્ટ થાય છે અને તે બતાવે છે કે તેની આસપાસ શું છે જેનાથી દ્રષ્ટિહીન બાળકોને આ ખૂબ ઉપયોગી થશે."

"બિદડા ખાતે આંખ અને રેટીનાની સારવાર કરવામાં આવે છે. જેમાં બાળપણથી મોતીયાના દર્દીઓથી માંડીને વૃદ્ધો સુધીના તમામ આંખના દર્દીઓની સંપુર્ણ સારવાર / ઓપરેશન કરવામાં આવે છે. જેમ ટ્રસ્ટ દર્દીઓની દ્રષ્ટિની સંભાળ રાખે છે. તેવી જ રીતે અંધજનો માટે પણ એક વિચાર આવતા આ વિચારને વાસ્તવિક જીવનમાં સ્થાપવા આજે સ્માર્ટ ગ્લાસનું વિતરણ કરી અંધજનોને એક નવચેતનની અનુભૂતિ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો." - શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા

  1. Kutch University Student : કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટના વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું મેનેજમેન્ટ ક્વેસ્ટનું આયોજન, જાણો તેનાથી શું થાય છે ફાયદો
  2. CHANDRAYAAN 3 News: ચંદ્રની સપાટી પર ઉતરેલા રોવર પ્રજ્ઞાનનો રોમાંચક વીડિયો જાહેર થયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.