ETV Bharat / state

મધ્યપ્રદેશથી 36 રિક્ષામાં 108 એનઆરઆઈએ કચ્છના સફેદ રણ સુધી રિક્ષા યાત્રા યોજી, હેતુ ઉમદા

મધ્યપ્રદેશના ચિત્રકૂટથી કચ્છના ધોરડો સુધીની 2000 કિલોમીટર લાંબી ઓટો રિક્ષા યાત્રા યોજાઇ હતી. 12 ડિસેમ્બરથી 6 રિક્ષામાં 108 એનઆરઆઈ યુવકયુવતીઓએ ચાર રાજ્યનો પ્રવાસ ખેડ્યો છે જેનું સમાપન થવા જઇ રહ્યું છે. આ રિક્ષા યાત્રાનું કષ્ટ શા માટે ઉઠાવવામાં આવ્યું તે વિશે જાણો અહેવાલમાં.

મધ્યપ્રદેશથી 36 રિક્ષામાં 108 એનઆરઆઈએ કચ્છના સફેદ રણ સુધી રિક્ષા યાત્રા યોજી, હેતુ ઉમદા
મધ્યપ્રદેશથી 36 રિક્ષામાં 108 એનઆરઆઈએ કચ્છના સફેદ રણ સુધી રિક્ષા યાત્રા યોજી, હેતુ ઉમદા
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 23, 2023, 6:14 PM IST

108 એનઆરઆઈ યુવકયુવતીઓએ ચાર રાજ્યનો પ્રવાસ ખેડ્યો

કચ્છ : મધ્યપ્રદેશના સતના જિલ્લાના ધાર્મિક શહેર ચિત્રકૂટથી કચ્છના ધોરડો સુધીની 2000 કિલોમીટર લાંબી ઓટો રિક્ષાની યાત્રાની 12મી ડિસેમ્બરે શરૂઆત થઈ હતી. જેમાં 36 રિક્ષામાં 108 NRI યુવક-યુવતીઓ ચાર રાજ્યમાંથી પસાર થયા હતાં. આ રિક્ષા રનનો મુખ્ય ઉદ્દેશ્ય ચિત્રકૂટમાં સાર્વત્રિક રીતે સુલભ ઉચ્ચસ્તરીય તબીબી સેવાઓ પ્રદાન કરવા માટેનો છે.

ચાર રાજ્યમાંથી પસાર થઇ 2000 કિલોમીટરની રિક્ષા યાત્રા : સેવા ઇન્ટરનેશનલ યુ.કે.ના નેજા હેઠળ 12 ડિસેમ્બરના 36 રિક્ષામાં સવાર 108 NRI યુવક-યુવતીઓએ ચાર રાજ્યમાંથી પસાર થઇ 2000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ રિક્ષા રનનું આજે સાંજે ધોરડોના સફેદ રણમાં સમાપન થશે. ચિત્રકૂટથી કચ્છ સુધીની રિક્ષાના આ સફર દરમ્યાન સ્વયંસેવકોને ઠેરઠેર આવકાર મળ્યો હતો. ચિત્રકૂટ ખાતે ન્યૂ દીનદયાળ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ડેન્ટલ હોસ્પિટલ કે જેમાં જન્મજાત કપાયેલા હોઠ-તાળવા અને દાંતની મફત સર્જરી કરાય છે એ હોસ્પિટલને આ રિક્ષાયાત્રાના માધ્યમથી માતબર રકમનું ભંડોળ અર્પણ કરવામાં આવશે.

ભંડોળ મારફતે 500 જેટલા ગામડાઓને ટેકો આપવા મફત સેવા : આ રિક્ષાયાત્રા અંગે માહિતી આપતા લંડનના સૂર્યકાંતભાઈ જાદવાએ જણાવ્યું હતું કે," આ આયોજનમાં બ્રિટિશ નાગરિકો સાથે મૂળ કચ્છી યુવકયુવતીઓ પણ જોડાયેલા છે. વૈશ્વિક વિરાસત ધોળાવીરા ખાતેથી આ રિક્ષા યાત્રા કચ્છના સફેદ રણ પહોંચશે. રિક્ષા સફરમાં બ્રિટિશ નાગરિકોને પણ આ રિક્ષા સફર દરમ્યાન એક ઐતિહાસિક અનુભવ થયો છે. સેવા યુ.કે.ના માધ્યમ દ્વારા અનેકવિધ સેવાકાર્યો કરવામાં આવે છે. સેવા યુકે રિક્ષા રન મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં આરોગ્ય ધામ ખાતે ડેન્ટલ યુનિટના નવીનીકરણને પણ સમર્થન આપશે. જેના કારણે ગ્રામીણ વિસ્તારો માટે ડેન્ટલ પ્રેક્ટિસમાં સુધારો કરી શકાશે. આ સુવિધા ચિત્રકૂટની આસપાસના 500 જેટલા ગામડાઓને ટેકો આપવા મફત સેવા આપશે."

36 રિક્ષામાં 108 સ્વયંસેવકો : સેવા યુ.કે.સંસ્થા દ્વારા સ્વાસ્થ્યની સાથે શિક્ષણ, આરોગ્ય, સ્વાવલંબન, સંઘર્ષ-મુક્ત અને ગરીબી નાબૂદીના પાંચ મુખ્ય ઉદ્દેશ પર કાર્ય કરવામાં આવે છે.ઓટો રિક્ષા રનમાં 36 રિક્ષામાં જોડાયેલા એનઆરઆઈ લોકોએ એક દિવસમાં રિક્ષા ચલાવવાનું શીખીને સેવાના ઉદ્દેશ્ય સાથે રિક્ષા ચલાવીને સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો છે. કુલ 108 લોકો રિક્ષામાં સવાર છે જેમાં દરેક રિક્ષામાં 3 સહભાગી છે તેઓ એક પછી એક રિક્ષા ચલાવે છે. જેઓ યુકે, અમેરિકા, બ્રિટન, કેન્યા, આફ્રિકાના રહેવાસીઓ છે. આ રિક્ષા યાત્રા મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન રાજ્યમાંથી પસાર થઈને 23મી ડિસેમ્બરે ધોરડો ખાતે આ રિક્ષા રેલીનું સમાપન થશે.જ્યાં NRI નાગરિકો ભારતીય ગ્રામીણ જીવનશૈલીની ઝલક મેળવશે.

5 લાખ પાઉન્ડ ભંડોળ એકત્ર કરાયું : સેવા ઇન્ટરનેશનલ યુકે સંસ્થામાં મોટાભાગના કચ્છીઓ જોડાયેલા છે. આ વર્ષે 5 લાખ પાઉન્ડ જેટલી રકમની ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે એટલે કે 5.30 કરોડ જેટલી રકમ કે જેના થકી ચિત્રકૂટ ખાતેના આરોગ્ય ધામ ખાતે ડેન્ટલ યુનિટના નવીનીકરણ તેમજ આસપાસના ગામડાના ગરીબ લોકોને ઉચ્ચતર તબીબી સેવા મળી રહેશે. આવું આયોજન અગાઉ 2019માં પણ કરવામાં આવ્યું હતું. આ સિવાય આ ગ્રુપ દ્વારા અનેક વખત બાઈક રાઇડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દરમિયાન સ્વયંસેવકો પોતાનો ખર્ચો જાતે જ ઉપાડતા હોય છે અને આ યાત્રા દરમિયાન જે કોઈ ભંડોળ ભેગુ થાય છે તે થેન્કસ્ ગીવિંગ લિંક અને ઓનલાઇન જ થાય છે અને તેનો ઉપયોગ માત્ર સેવા માટે જ કરવામાં આવે છે.

  1. Bhuj Rickshaw Driver: શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડાઓ પુરવાનું નિઃસ્વાર્થ કાર્ય કરતાં ભુજના રીક્ષાચાલક હાજીભાઈ
  2. ગાંધીધામ વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા પુરી એક્સપ્રેસ ટ્રેનોના રુટ ડાયવર્ટ, જાણકારી મેળવો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.