કચ્છઃ જિલ્લાના મુન્દ્રા ખાતે આવેલ અદાણી પોર્ટ દ્વારા(Kutch Mundra Port) ભારત માટેના સૌથી વિશાળ કન્ટેનર જહાજનું સંચાલન(Operation of India largest container ship ) કરવામાં આવ્યું. APL રેફલ્સ નામનું આ વિશાળ જહાજ CMA CGM શિપિંગ લાઇનના કાફલાના સૌથી મોટા જહાજોમાંનું એક છે.
શિપિંગ લાઇનના કાફલાના સૌથી મોટા જહાજોમાંનું એક
મુન્દ્રા ખાતેના અદાણી પોર્ટ(Mundra Adani Port) દ્વારા 51 મીટર પહોળા, 397.88 મીટર લાંબા અને 16 મીટર ઊંડાઈ ધરાવતા APL રેફલ્સ નામના વિશાળ જહાજનું સંચાલન કરવામાં આવ્યું. APL રેફલ્સ એ CMA- Compagnie Maritime d'Affrètement અને CGM - Compagnie Générale Maritime એટલે કે "Maritime Freighting Company" and "General Maritime Company" શિપિંગ લાઇનના કાફલાના સૌથી મોટા જહાજોમાંનું એક છે.
આ પણ વાંચોઃ Poppy Seized In Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાઈ 3.5 કરોડની કિંમતની 25,000 કિલો ખસખસ
APL રેફલ્સ જહાજની ક્ષમતા 17,292 કન્ટેનરોની
APL રેફલ્સ અદાણી મુખ્યપ્રધાને મુન્દ્રા ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડ (એસીએમટીપીએલ), મુન્દ્રા પોર્ટ ખાતે બર્થ થયું છે. આ APL રેફલ્સ નામાંકિત જહાજની ક્ષમતા 17,292 કન્ટેનરોની છે. આ APL રેફલ્સ જહાજ સિંગાપોર ખાતે રજિસ્ટર્ડ થયેલું છે અને આ જહાજ વર્ષ 2013માં બનેલું છે અને આ જહાજની ઊંચાઈ 76.2 મીટર છે અને સમર DWT (ટન): 176726.9 ટન, તથા કુલ ટનેજ: 169423 અને નેટ ટનેજ: 76852 જેટલું છે. આ જહાજની સફરનું છેલ્લું પોર્ટ સોહર, ઓમાન છે.
આ પણ વાંચોઃ Pakistan Army stuff seized in Mundra Port: મુન્દ્રા પોર્ટ પર ભંગારના કન્ટેનરમાંથી પાકિસ્તાની આર્મીની સામગ્રી મળી