ETV Bharat / state

Kutch News : કચ્છના અબડાસામાં ખાણ ખનિજ ખાતાની તવાઈ, 10 વાહનો કર્યા કબ્જે, ખનીજ માફિયા છુમંતર - ખનીજ માફિયાઓમાં તરખાટ

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના રાયધણઝર ગામની સીમમાં ગેરકાયદે વહન થતાં બેંટોનાઈટની સાઇટ પણ ખાણ-ખનીજ ખાતાએ દરોડા પાડ્યાં હતા, અને 10 જેટલા વાહનો કબજે કર્યા હતા. જોકે રાત્રિના અંધકારનો લાભ લઇ આરોપીઓ નાશી છુટવામાં સફળ થયાં હતાં.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 8:00 PM IST

કચ્છમાં ગેરકાયદે ખનન: કચ્છ જિલ્લાની ભૂમી કુદરતી ખનિજ સંપત્તિનો અખૂટ ભંડાર ધરાવે છે. જિલ્લામાં ચાલી રહેલી જુદી જુદી લીઝોમાં ખનન ચાલી રહ્યું છે, ક્યારેક મંજૂરી વગર તો ક્યારેક ગેરકાયદે ખનન કરાતા હવે ખાણ ખનિજ વિભાગે સક્રિયતા દાખવી છે. જે અંતર્ગત જિલ્લાના અબડાસા તાલુકાના રાયધણઝર ગામની સીમમાં ગેરકાયદે વહન થતાં બેંટોનાઈટની સાઇટ પણ ખાણ-ખનીજ ખાતાએ દરોડા પાડ્યાં હતા અને 10 જેટલા વાહનો કબજે કર્યા હતા. જોકે રાત્રિના અંધકારનો લાભ લઇ ગુનામાં સામેલ આરોપીઓ નાશી છુટવામાં સફળ થયાં હતાં.

10 વાહનો કબજે કર્યા: કચ્છ જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ખનિજ ચોરી થતી હોવાની ફરિયાદો અવાર-નવાર ખાણ ખનીજ વિભાગને મળતી રહે છે, આજ પ્રકારે અબડાસાના રાયધણઝર ગામની સીમમાં ગેરકાયદેસર ખનિજનું વહન કરતા ઈસમો સામે કાર્યવાહી કરવાના ઈરાદે ગઈ કાલે મોડી રાતે ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકી હતી અને લાખો રૂપિયાની કિંમતના કુલ દસ જેટલા વાહનોને કબજે કર્યા હતા.

ખાણ ખનીજ વિભાગના જણાવ્યાં અનુસાર: વિભાગના મદદનીશ નિયામક મેહુલકુમાર શાહના નેતૃત્વમાં એક ખાસ ટીમ દ્વારા મંગળવારની રાતે 11 વાગ્યાની આસપાસ અબડાસા તાલુકાના રાયધણઝર ખાતે તપાસ હાથ ઘરી હતી. આ દરમિયાન અહીંથી બેંટોનાઈટ ખનિજનું બિનઅધિકૃત ખનન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી અહીં કાર્યને અટકાવી, ખનિજ પરિવહન માટેના 8 ડમ્પર સહિત 10 હેવી વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ખનીજ માફિયાઓ છુમંતર: ખાણ ખનીજ વિભાગની ટીમને સ્થળ પર આવતાં જોઈને ગેરકાયદે ખનીજ વહન કરતા વાહન ચાલકો અને ખનન કરતા મશીનોના મશીન ચાલકો અંધારાનો લાભ લઇ નાસી છુટ્યાં હતા. તો બીજી તરફ ખાણ ખનીજની તપાસ ટીમ દ્વારા એસ.ડી.એમ.નો સંપર્ક કરતા તેઓ તાત્કાલિક રાયધણઝર ગામની સીમમાં પહોંચી ગયા હતા. પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગની તપાસ ટીમ દ્વારા તથા એસ.ડી.એમ.ની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનન કરતા અને ખનિજનું વહન કરતા વાહનો સિઝ કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મુકવામાં આવ્યા છે. હાલ તો કોઠારા પોલીસે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો

  1. Surat Crime : નકલી ડેપ્યુટી કલેક્ટર બની ખેડૂત પાસે લાખો રુપિયા પડાવનાર મહિલા ઝડપાઇ
  2. Junagadh News : 12 લાખ કરતા વધુના દાગીના ભરેલું પર્સ સીસીટીવીના કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી મળ્યું પરત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.