કચ્છ સમાજમાં અવાર નવાર લાલબત્તી સમાન કિસ્સાઓ બનતા હોય છે. જેમાં અનિચ્છિત બાળક કે દીકરી જન્મી હોય તો તેવા નવજાત બાળકોને તડછોડી દેવામાં આવે છે અને લોકોમાં એવા પ્રશ્નો ઉભા થતા હોય છે કે શું કોઈ માતા આટલી હદ સુધી નિષ્ઠુર Child abandonment incident બની શકે. કોઈ માતા કેમ પોતાના બાળકને જન્મતાની સાથે જ કાંટાળી ઝાડીઓમાં કે ખાલી પ્લોટમાં ત્યજી શકેChild abandonment છે ત્યારે તે માતાની પણ કોઈ મજબૂરી હોઈ શકે છે.
ઘણા કેસમાં નવજાત બાળકોને ફેંકી દેવામાં આવે બાળકના જન્મ બાદ તેની નાળ પણ કાપવામાં નથી આવતી અને તેને કાંટાળી ઝાડીઓમાં ફેંકી દેવાતું હોય છે. તથા ઘણી વાર આવા કિસ્સાઓ બનતા હોય છે કે બાળક જન્મની સાથે જ તેમને ફેંકી દેવામાં આવે છે. તો ક્યારેક દીકરીનો જન્મ હોય છે તો દીકરો ઈચ્છતા હોવાથી આવું કૃત્ય કરવામાં આવતું હોય છે તો ક્યારેક દુષ્કર્મના કેસમાં પણ સમાજથી બચવા માટે આવું થતું હોય છે.
કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અનાથ બાળકોનો સહારો ભુજના એરપોર્ટ રોડ પાસે આવેલ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર Kutch Mahila Kalyan Kendraકે જે અનાથ બાળકોનો સહારો છે. આ સંસ્થા દ્વારા ગેટ પાસે એક પારણા ઘર બનાવવામાં આવ્યું છે. જ્યાં જે લોકો બાળક ન ઈચ્છતા હોય તે લોકો અહીં પોતાનું બાળક પારણામાં મૂકી શકે છે અને તેની પરવરિશ આ સંસ્થા દ્વારા કરવામાં આવશે અને આવું કરવાથી બાળકના માતાપિતાની ઓળખની ગુપ્તતા પણ જળવાઈ રહેશે તથા બાળકને સુરક્ષિત જગ્યાએ મૂકી પણ શકાય છે. અત્યાર સુધીમાં આ પારણામાં 4 બાળકો મળી આવ્યા છે.
2006થી અત્યાર સુધીમાં અહીં ઉછરેલા 48 બાળકો દત્તક લેવાયાં કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અનાથ બાળકો માટે આશીર્વાદરૂપ છે. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર અનુદાનિતા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી, ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન ગાંધીનગર અને સ્ટેટ એડોપ્શન એજન્સીના સંયુક્ત ઉપક્રમે અહીંના બાળકોને દત્તક આપવામાં આવે છે. 2006થી અત્યાર સુધીમાં 48 જેટલા અનાથ તેમજ ત્યજી દેવાયેલા બાળકોનો ઉછેર કરીને ભારતના જુદાં જુદાં રાજ્યોમાં દતક અપાયેલા છે. 2015 બાદ જ્યારે દેશ વિદેશમાં દતક આપવા માટે જે લાયસન્સ મળ્યું ત્યાર બાદ 13 બાળકો દેશમાં અને સરકારની નવી પ્રક્રિયા અમલમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 4 દીકરી અને 4 દીકરા સહિત 8 બાળકો વિદેશમાં દત્તક અપવામાં આવ્યા છે.
ગત વર્ષે અમેરિકાના દંપતિ દ્વારા બાળક દત્તક લેવાયું ગત વર્ષે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર થયેલા બાળક આરવને અમેરિકાના દંપતિ દ્વારા દત્તક લેવાયો હતો. ભુજ તાલુકાના ગામડામાંથી ત્યજેલી હાલતમાં આરવ મળી આવ્ય હતો. તેને જી કે જનરલ હોસ્પિટલમાં સારવાર આપીને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવ્યો હતો. જ્યાં તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર અનુદાનિતા, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અને સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી, ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન ગાંધીનગર અને સ્ટેટ એડોપ્શન એજન્સીના સંયુક્ત ઉપક્રમે આરવને વિદેશના દંપતીને સોંપવામાં આવ્યો હતો. આ દંપતીને બે બાળકો છે. પરંતુ તેમની પહેલેથી જ એવી ઈચ્છા હતી કે એક બાળકને દત્તક લઈ તેનો ઉછેર કરવામાં આવે. તેથી દંપતીએ અમેરિકાની લાઇફલાઇન એજન્સી મારફતે દતક લેવા માટે અરજી કરી હતી.
આ પણ વાંચો Abandoned Newborn in Panchmahal: પંચમહાલના હાલોલમાં ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું
સમાજમાં આવા કિસ્સાઓ ના બને તે માટે અપીલ અમુક કિસ્સાઓમાં પશુ તથા જીવજંતુઓ દ્વારા નવજાત બાળકના અંગોને નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે અને પરિણામે બાળક બચી શકતું નથી. ત્યારે સમાજમાં એક જ અપીલ છે કે જો બાળક ના ઈચ્છતા હો તો બાળકને જન્મ જ ના આપો અને જો આવું થઈ જાય તો બાળકને જ્યાં ત્યાં ના ફેંકવું જોઈએ. આ ઉપરાંત સરકારને પણ આવા કિસ્સાઓ ના બને તે માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવી જોઈએ.
વાલ્વમાં બે કાણા હોવાથી બાળકીને ત્યજી ગયા બે વર્ષ અગાઉ ભુજના કચ્છ મહિલા કેન્દ્રના પારણામાં નિયતિને તેની માતા 15 દિવસની હતી તે દરમિયાન ત્યજીને છોડી ગઈ હતી. નિયતિ 3 મહિનાની થઈ ત્યારે તેના વાલ્વમાં બે કાણા હોવાનું જણાતા સંસ્થા દ્વારા સારવાર માટે ડોક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માં ભલે નહોતી પણ તેની મદદે સરકારી માં કાર્ડ આપવામાં આવ્યું હતું. માં કાર્ડની મદદથી આણંદના કરમસદની હોસ્પિટલમાં તેના હાર્ટની જોખમી સર્જરી થઈ હતી. તે સર્જરી સફળ રહી હતી અને નિયતિ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી.
દતક લીધા બાદ લંડનના દંપતીએ ખુશી વ્યક્ત કરી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે નિયતિને દતક લેવા માટે લંડનમાં સ્થાયી થયેલાં ભારતીય મૂળના અક્ષય બાસગોડ અને તેમના ગુજરાતી પત્ની આરતી વારિયાએ સરકારી ધારા ધોરણો મુજબ પ્રક્રિયા કરીને નિયતિને દત્તક લીધી હતી. નિ સંતાન અક્ષય અને આરતીએ જ્યારે પહેલીવાર નિયતિનો ફોટો જોયો ત્યારે જ મનોમન તેને પોતાની દીકરી માની લીધી હતી. નિયતિને દતક લીધા બાદ લંડનના દંપતીએ ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો નવજાત બાળકીને જમીનમાં દફનાવનારી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો
અનિચ્છિત બાળકને અહીંના પારણામાં મૂકી શકે આવા કિસ્સાઓને રોકવા અંગે ETV Bharat સાથે વાતચીત કરતાં કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળા બહેન વ્યાસે જણાવ્યું હતું કે, અહીં કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે અનિચ્છિત બાળકો માટે એક પારણાઘર બનાવવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ માતા જે પોતાનું બાળકના ઈચ્છતું હોય તેને અહિં પારણામાં મૂકી શકે છે અને બાજુમાં રહેલ બેલ સ્વીચ દબાવીને જઈ શકે છે જેથી માતાની ગુપ્તતા પણ જળવાઈ શકે છે અને બાળકને સુરક્ષિત આશરો પણ મળી શકે છે.
સંસ્થા પાસે 3 વિભાગના લાયસન્સ મહિલા કલ્યાણ કેન્દ્ર અંગે માહિતી આપતા સંચાલિકા ઇલા બહેન મહેતાએ ETV Bharatને જણાવ્યું હતું કે પાસે 3 વિભાગના લાયસન્સ છે. જેમાં પ્રથમ વિભાગમાં 0 થી 6 વર્ષના બાળકોને અહીં ઉછેરવામાં આવે છે. બીજા વિભાગમાં 7 થી 18 વર્ષની દીકરીઓ માટેનું ઘર છે જેમાં પહેલા દીકરીઓ દતક ના લેવાતી તેમજ કોર્ટ, પોલીસ કે અન્ય રીતે અહીં સંસ્થામાં આવેલી છે તે અહીં રહી અભ્યાસ કરે છે. તે ઉપરાંત કોઈ સગીર વયની દીકરી દ્વારા ભૂલ થઈ ગઈ હોય તેવી દીકરીઓની સાર સંભાળ પણ અહીં રાખવામાં આવે છે. ત્રીજા વિભાગમાં 18 વર્ષથી ઉપરની બહેનોને અહીં આસરો આપવામાં આવે છે જે કોર્ટ, પોલીસ કે અન્ય સંસ્થા દ્વારા અહીં આવે છે.