કચ્છ : ભુજમાં ભાજપ દ્વારા કચ્છ કમલમ સંકુલ ઊભું કરવામાં આવ્યું છે. ભુજ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલયના વિસ્તૃતિકરણની જરૂરિયાત જણાતા મિરજાપર માર્ગે 1300 વારના પ્લોટ પર બાંધકામ કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે માળ મળી કુલ 14000 ફૂટ બાંધકામ સાથે કચ્છ કમલમ સંકુલ ઊભું કરવામાં આવ્યું છે. જેનું આજે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પાટીલના હસ્તે કરાયું હતું ભૂમિ પૂજન : ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ આજે ભુજના પ્રવાસે છે. ભુજમાં ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તમામ જિલ્લામાં અત્યાધુનિક કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની પણ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. આજથી એક વર્ષ પહેલા ભાજપના કાર્યાલયનું સી.આર.પાટીલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
પક્ષના હોદ્દેદારો અને ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત : 14 મહિનામાં કચ્છ કમલમ કાર્યાલય તૈયાર કરીને આજે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, ઝોન મહામંત્રી રજની પટેલ, જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ દેવજી વરચંદ, 6 વિધાનસભા બેઠકના ધારાસભ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ જિલ્લાના ભાજપના કમલમ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કચ્છ એક એવો જિલ્લો છે તેમાં વિધાનસભાની છ એ છ સીટ અને લોકસભાની સીટ સતત ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના સહયોગ સાથે કાર્યકર્તા અને લોકોની અનુકૂળતા માટે ભારતીય જનતા પાર્ટી તેનું સંગઠન, લોકો સાથે તેમનું સંપર્ક સાહિત્ય કરી શકે તે માટે સંપૂર્ણ દેશમાં વડાપ્રધાન મોદીના સૂચનથી અમિત શાહ દ્વારા દરેક જિલ્લામાં તે બનાવવામાં આવી રહ્યું છે. આ કાર્યલયના બાંધકામ માટે કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા 5.25 કરોડથી વધારે ફંડ ભેગું કરવામાં આવ્યું હતું. આ કાર્યાલય કાર્યકર્તાઓના સહયોગ સાથે બનેલ કાર્યાલય છે. જેને આજે કચ્છની જનતાને સમર્પિત કરવામાં આવ્યું છે. - સી.આર. પાટીલ (અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ)
નવા કમલમ કાર્યાલયની વિશેષતાઓ : 14,000 ફીટ બાંધકામ, 1300 વાર જગ્યામાં ભાજપનું નવું કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પ્રમુખ ઉપરાંત સાંસદ, ધારાસભ્યો,કાર્યાલય મંત્રી, મહામંત્રીઓ વિવિધ મોરચા સહિતના હોદ્દેદારો માટે ચેમ્બર, કોન્ફરન્સ હોલ, 250થી વધુ બેઠક સાથેનો મીટીંગ હોલ બનાવવામાં આવ્યો છે. નવા કાર્યાલયમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો માટે બેસવાની અને લોકોના પ્રશ્નો સાંભળવાની વ્યવસ્થા સાથે કોન્ફરન્સ હોલ, વિશાળ પાર્કિંગ, પેન્ટ્રી કિચન, બેઝમેન્ટમાં વિશાળ હોલ, કોલ સેન્ટર સહિતની સુવિધા ઊભું કરવામાં આવી છે.
- Baba Bageshwar In Gujarat : ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા - રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન, જાણો કોને કહ્યા છુપા શત્રુ
- Junagadh News : ભાજપ આધુનિક સમયના અંગ્રેજો, રાહુલ ગાંધી સત્યાગ્રહ કરીને અપાવશે આઝાદી - અમિત ચાવડા
- Rahul Gandhi in US: રાહુલ ગાંધીએ કેલિફોર્નિયામાં ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું