ETV Bharat / state

કચ્છમાં સ્થાનિક યુવાનોને સ્થાનિક કંપનીઓમાં રોજગારી માટે જોબ પોર્ટલ લોન્ચ કરાયું - આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જોબ પોર્ટલ

ભૂકંપ બાદ કચ્છને બેઠું કરવા સરકારે આપેલી છૂટછાટોના કારણે ઉદ્યોગો સ્થપાયાં છે. જોકે કચ્છમાં સ્થાનિક રોજગારીનો પ્રશ્ન આજે પણ છે. ત્યારે કચ્છના સ્થાનિકોને રોજગારીની તકો ( Employment opportunities for locals ) વધારવા આશાપુરા ચેરિટેબલ ટ્ર્સ્ટ દ્વારા જોબ પોર્ટલ લોન્ચ ( Kutch Job Portal launch ) કરવામાં આવ્યું છે. જેની મદદથી યોગ્ય સંકલન થઇ શકશે તેવી આશા દર્શાવાઇ છે.

કચ્છમાં સ્થાનિક યુવાનોને સ્થાનિક કંપનીઓમાં રોજગારી માટે જોબ પોર્ટલ લોન્ચ કરાયું

author img

By

Published : Sep 5, 2022, 4:03 PM IST

કચ્છ રોજગારી એ દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે. ભૂકંપ બાદ સરકારની સોફ્ટ નીતિઓને કારણે કચ્છમાં ઉદ્યોગો તો ઘણા આવ્યા પણ સ્થાનિકોને રોજગારીના નામે કંઈ ખાસ મળ્યું નથી. જેનું કારણ કંપનીઓનું ઉપેક્ષિત વલણ અથવા રોજગાર ઇચ્છુક લોકો અને કંપની વચ્ચે યોગ્ય સંકલનનો અભાવ પણ હોઈ શકે છે. આ સમસ્યાના નિવારણ અને સ્થાનિકોને નોકરીમાં પ્રાથમિકતા મળે તેના માટે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જોબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેનું આજે લોન્ચિંગ ( Kutch Job Portal launch ) કરવામાં આવ્યું હતું.

રોજગાર ઇચ્છુક લોકો અને કંપની વચ્ચે યોગ્ય સંકલનનો અભાવ નહીં રહે

ભૂકપે સર્જ્યો રોજગારીનો વિકટ પ્રશ્ન કચ્છ ભૌગોલિક દ્રષ્ટિકોણથી ભારતનો સૌથી મોટો જિલ્લો અને ઇતિહાસ તરફ નજર નાખીયે તો કચ્છમાં અનેક કુદરતી આફતો આવી છતાં આજે પણ કચ્છ અડીખમ ઉભું છે. દેશના વિકાસ માટે પણ સારું યોગદાન કચ્છ તરફથી મળી રહ્યું છે. આજથી બે દાયકા પહેલા કચ્છ ઉપર કુદરતનો વિનાશક પ્રકોપ કહી શકાય તેવો વર્ષ 2001માં વિનાશક ભૂકંપ આવ્યો હતો જેમાં મોટી જાનહાનિ તેમજ માલહાનિ થઇ હતી. જેણે કચ્છની સામાન્ય જનતાની જાણે કમર જ તોડી નાખી અને કચ્છ ફરી પાછું કેવી રીતે ઉભું થશે તે ખૂબ વિકટ પ્રશ્ન હતો.

સ્થાનિક રોજગારના પ્રશ્નનો મહદઅંશે નિરાકરણ માટે ઉદ્યોગોને પ્રોત્સાહન તે સમયની તત્કાલીન પરિસ્થિતિ પણ જોઈએ તો એ સમયે વિશેષ રોજગારી કે ન કોઈ વિશેષ ધંધા બચ્યાં હતાં. સ્થાનિક લોકોને પોતાના ઘર ચલાવવા પણ એક મોટો પ્રશ્ન હતો. આવા સમયે કચ્છને ફરી પાછું ઉભું કરવા માટે સરકાર દ્વારા ઉદ્યોગો માટે વિશેષ કર રાહત આપી હતી. પોતાના ઉદ્યોગોની કચ્છમાં સ્થાપના કરે તે માટે વિશેષ પ્રોત્સાહન આપવામાં આવેલું જેથી સ્થાનિક ધંધા રોજગારનો પ્રશ્નનો મહદઅંશે નિરાકરણ આવે.

સ્થાનિકો તેમજ કંપની વચ્ચે યોગ્ય સંકલનનો અભાવ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ ( Job Portal by Ashapura Charitable Trust ) ના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જાહેર કરેલ વિશેષ પૅકેજનો લાભ લેવા માટે કચ્છમાં ઘણી બધી કંપનીઓ સ્થાપિત થઇ. આ કંપનીઓને સરકારના ટેક્સના લાભ સાથે સાથે કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ, સસ્તી જમીનો અને અન્ય કુદરતી સંસાધનોમાં પણ ભરપૂર ફાયદો મળ્યો અને સાથે કચ્છના લોકોનો આવકારદાયક અને નિર્વિરોધી સ્વભાવ ખૂબ અનુકૂળ રહ્યો અને ઉદ્યોગી ખૂબ ફૂલ્યાં ફાલ્યાં. પરંતુ બીજી તરફ સ્થાનિક લોકોને આ કંપનીઓમાં ઊભો થયેલ રોજગારીનો કોઈ ખાસ લાભ ન મળ્યો. જેનું કારણ સ્થાનિકો પ્રત્યે કંપનીઓનું ઉપેક્ષિત વલણ, નિયમોનું પાલન કરાવવામાં સરકારી તંત્રની ઉદાસીનતા અને સ્થાનિકો તેમજ કંપની વચ્ચે યોગ્ય સંકલનનો અભાવ જણાઈ આવે છે.

સ્થાનિક લોકોને રોજગારી માટે બહારગામ જવું પડતું કચ્છની સ્થાનિક કંપનીઓનો સરકારને ભરવામાં આવતા ટેક્સના કારણે રાષ્ટ્રનું અર્થતંત્ર મજબૂત કરવામાં ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે, પણ જયારે એની સામે સ્થાનિક રોજગારની વાત કરવામાં આવે તો હાલમાં પણ સ્થાનિક લોકોને રોજગારી માટે બહારગામ જવું પડતું હોય છે. રોજગારી સાથે બીજો મુદ્દોએ છે કે જે કોઈપણ કંપનીએ નફાનો અમુક ટકા હિસ્સો સામાજિક જવાબદારીના ભાગ રૂપે સ્થાનિક વિકાસ કામો માટે વાપરવાનો હોય છે તેનો પણ લાભ બહુ નહિવત પ્રમાણમાં મળ્યો હોય તેમ કહી શકાય તેવું આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

અનેક યુવાનો નોકરી ઝંખી રહ્યા છે 30 જાન્યુઆરી 2021 ના રોજ આ બાબતે ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યાર બાદ મુંદરા તાલુકાના તમામ સરપંચોની મિટિંગનું આયોજન કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગૂગલ ડોક્ષના માધ્યમથી બાયોડેટા ભેગા કર્યા જેમાં અનેક યુવાનોએ પોતાનો બાયોડેટા સબમિટ કર્યા. જેના પરથી જાણવા મળ્યું કે અનેક યુવાનો નોકરી ઝંખી રહ્યા છે જેથી કોઈક વ્યવસ્થિત સિસ્ટમ ઉભી કરવી પડશે.

આજે જોબ પોર્ટલ લોન્ચ કરાયું અનેક રિસર્ચ બાદ એક પોર્ટલ ( Kutch Job Portal launch ) બનાવવાનું વિચાર આવ્યો, જે કંપની અને ઉમેદવારો વચ્ચે વ્યવસ્થિત સંકલન થઈ શકે તેના માટે પ્લેટફોર્મ પૂરું પાડે અને વધુમાં વધુ સ્થાનિકોને રોજગારી મળી શકે.આજથી એકાદ વર્ષ પૂર્વે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું અને જોબ પોર્ટલ બનાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી જેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

જોબ પોર્ટલ વિશે સક્ષિપ્ત માહિતી www.ashapurajobs.com આશાપુરા જોબ્સ પોર્ટલની ( Kutch Job Portal launch ) વાત કરીએ તો આ પોર્ટલની અંદર સંપૂર્ણ પારદર્શિતાથી કંપની અને રોજગાર ઈચ્છુક વ્યક્તિ વચ્ચે યોગ્ય સંકલન સાધવા માટે પૂરતું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. જેમ રોજગાર ઇચ્છુક વ્યક્તિ રોજગારી માટે જરૂરી પોતાના બાયો ડેટા પોર્ટલ ઉપર અપલોડ કરી પોતાની પ્રોફાઈલ બનાવી શકશે. બીજી બાજુ કંપનીઓ આ પોર્ટલમાં રજિસ્ટર્ડ થઈ અપલોડ થયેલ બાયોડેટામાંથી અથવા લાઇવ જોબ પોસ્ટ કરીને જરૂરિયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો મેળવી શકશે.

કંપની અને રોજગારી મેળવવા ઇચ્છુંકોને ઉપયોગી નીવડશે આ પોર્ટલ કોઈ કંપની પોર્ટલ ( Kutch Job Portal launch )ઉપર જોબ પોસ્ટ કરશે ત્યારે તેમને જરૂર અને તેમની યોગ્યતા ધરાવતા જોબ પોર્ટલ ઉપર રહેલા તમામ કેન્ડિડટને ઓટોમેટિક મેલ જશે. જેનાથી કંપનીને પણ યોગ્ય કેન્ડિડેટ શોધવામાં સરળતા રહેશે. અને સાથે સાથે આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ આશાપુરા જોબ્સ હેર્ટલ દ્વારા કંપનીમાં જોઈનીંગ કરતા દરેક વ્યક્તિને યોગ્ય અને જરૂરી સૂચનો અપાશે. જેનાથી કંપની દ્વારા પણ ભવિષ્યમાં કોઈ વ્યક્તિની કામ બાબતે ફરિયાદ ન આવે. જો કોઈ વ્યક્તિ પોતાના કામમાં યોગ્ય કામ નથી કરતા તો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ તેનું કાઉન્સલિંગ કરી કોઈ એક વ્યક્તિના લીધે બીજા અનેક લોકોનું ભાવિ ના બગડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે અને સાથે સાથે એ પણ જોશે કે કોઈ કંપની દ્વારા સ્થાનિક લોકો સાથે ઉપેક્ષિત વલણ ન થાય.

CSR ફંડના સુચારુ ઉપયોગ માટે વેબ પોર્ટલ ઉપર વ્યવસ્થા દરેક કંપનીને પોતાના નફાનો અમુક ટકા ભાગ સામાજિક જવાબદારીના ભાગ રૂપે સ્થાનિકે સાર્વજનિક વિકાસ કામો માટે વાપરવાનો હોય છે. પરંતુ કંપની અને ગામો વચ્ચે સંકલન અને સંપર્કના અભાવના કારણે આવા વિકાસ કામો નહિવત થાય છે. કોઈપણ ગામને કોઈ ગ્રામ્ય સાર્વજનિક વિકાસ કામ માટે ફંડની જરૂરિયાત હશે. તો જેતે ગામ જેતે કામનો પ્રોજેક્ટ રિપોર્ટ અને જરૂરી ખર્ચની વિગત આપશે જેને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના વેબ પોર્ટલ www.ashapuracheritabletrust.com ઉપર મુકવામાં આવશે જેમાંથી કોઈ પણ કંપની પોતાના CSR ફંડમાંથી તે કામ સિલેક્ટ કરી શકશે. જેમાં સંપૂર્ણ પારદર્શિતા રહેશે.

વધુમાં વધુ રોજગારી મળે તેમજ લોકોપયોગી થાય તેવી આશા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા દ્વારા જેતે ગામ અને કંપની વચ્ચે સંકલન કરાવી દેવું તેમજ કંપની દ્વારા કરવામાં આવતા કામમાં ટ્રસ્ટ દ્વારા કોર્ડીનેટ પણ કરવામાં આવશે. જેનાથી કામમાં સંપૂર્ણ પારદર્શિકાતા રહે અને યોગ્ય કામ થઇ શકે. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રાના ટ્રસ્ટીઓ અને સભ્યોના સામૂહિક પ્રયત્નો થકી વધુમાં વધુ રોજગારી મળે તેમજ લોકોપયોગી કામ થાય તેવો વિશ્વાસ ટ્રસ્ટના પ્રમુખ દ્રારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.