ETV Bharat / state

Kutch News : પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજાની સાથે 10 ચરસના પેકેટ ધોવાઈ ગયા

ભુજના જખૌના કિનારેથી BSF ટીમને ચરસના પેકેટ મળી આવ્યા છે. દરિયાઈ કિનારેથી 05 કિલોમીટર દૂર BSF ટીમે 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા. પેકેટ પર અફઘાન પ્રોડક્ટ લખેલું હોવાનું સામે આવ્યું છે.

Kutch News : પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજાની સાથે 10 ચરસના પેકેટ ધોવાઈ ગયા
Kutch News : પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજાની સાથે 10 ચરસના પેકેટ ધોવાઈ ગયા
author img

By

Published : Apr 12, 2023, 3:10 PM IST

કચ્છ : ભુજની BSF પેટ્રોલિંગ ટીમે જખૌના દરિયાઈ કિનારેથી પાસેથી ચરસના પેકેટ ઝડપી પાડ્યા છે. BSFની ટીમે સવારના સમયમાં પેટ્રોલિંગ દરમિયાન જખૌના દરિયાઈ કિનારેથી 05 કિલોમીટર દૂરથી ચરસના પેકેટ ઝડપી પાડતા ચકચાર મચી હતી. દરિયાઈ કિનારેથી 05 કિલોમીટર દૂર લુણા બેટ પાસેથી ચરસના 10 પેકેટો જપ્ત કર્યા હતા. ચરસના પેકેટ જપ્ત કરીને BSF દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. BSF દ્વારા રિકવર થયેલા પેકેટના પેકેજિંગ પર અફઘાન પ્રોડક્ટ લખેલું છે.

આ પણ વાંચો : Ahmedabad Crime: 71 હજારની કિંમતના ચરસ સાથે યુવક ઝડપાયો, તપાસમાં ખુલી આ મોટી વાત

ચરસના પેકેટનો સિલસિલો યથાવત : BSFને મળી આવેલા આ પેકેટ પર અફઘાન પ્રોડક્ટ લખેલું હતું. પરતું પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજાની સાથે ચરસના પેકેટ ધોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાણીના પ્રવાહના કારણે કોઈ પણ વસ્તુ મોજાની સાથે વહીને કિનારે પહોંચી આવે છે. જોકે, કચ્છની દરિયાઈ સીમામાંથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. ત્યારે ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે.

આ પણ વાંચો : Surat Drugs Case : હિમાચલની કોર્ટમાં ચરસ કેસમાં હાજરી આપી, સુરત પરત આવ્યાં તો પણ ચરસ લઇને આવ્યાં

2020થી અત્યાર સુધી કેટલા ચરસના પેકેટ ઝડપાયા : આ ગંભીર ઘટનાને લઈને BSFના જવાનોની ટીમને પેટ્રોલિંગ દરમિયાન જખૌ નજીકની દરિયાઈ સીમા નજીકના લુણા બેટમાંથી ચરસના 10 પેકેટ મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાંથી એટલે કે ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવે છે. ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાતાં હોય છે. ત્યારે જો ભૂતકાળની વાત કરવામાં આવે તો BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા કચ્છના બંદર અને ક્રિક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા હતા. મળતા સૂત્રો અનુસાર BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1548 જેટલા ચરસના પેકેટ જપ્ત કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.