ETV Bharat / state

કચ્છના ખેડૂતોએ ઈઝરાયલની બાગાયતી ખેતી પદ્ધતિ અપનાવી, બરહી ખારેકનો પ્રથમ પાક બજારમાં આવ્યો - ટિસ્યુકલ્ચર

કચ્છના ખેડૂતોએ પોતાની મહેનતથી ઉત્પાદન કરેલી કેસર, ખારેક, દાડમ, પપૈયાં જેવા મીઠાં બાગાયતી ફળોના સ્વાદ માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ- વિદેશમાં વિખ્યાત થયા છે ત્યારે ખેતી અને પશુપાલનમાં વિશ્વ જેને અનુસરે છે એ ઈઝરાયેલ દેશની બાગાયત ખેતી પદ્ધતિ ભારતે પણ અપનાવી છે. વિશેષ ગુજરાતમાં જોઈએ અને એમાંય વિષમ આબોહવાવાળા કચ્છની વાત કરીએ તો બાગાયતી ખેતીમાં કચ્છે કાઠુ કાઢ્યું છે. કચ્છની કેસર હોય કે ખારેક વિશ્વમાં આ બાગાયતી ફળ માટે કચ્છે આગવી નામના ઉભી કરી છે. હવે પરિસ્થિતિ એવી છે કે, કચ્છી માણુઓ આધુનિક ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી મબલખ બાગાયતી પાકો લઈ રહ્યા છે.

કચ્છના ખેડૂતોએ ઈઝરાયલની બાગાયતી ખેતી પદ્ધતિ અપનાવી, બરહી ખારેકનો પ્રથમ પાક બજારમાં આવ્યો

author img

By

Published : Jul 13, 2021, 4:12 PM IST

  • કચ્છમાં ઈન્ડો ઈઝરાયેલ સરકારના સંયુકત પ્રોજેકટ હેઠળ તૈયાર બરહી ખારેકનો પ્રથમ પાક બજારમાં
  • સેન્ટર ઓફ એકસલન્સ ફોર ડેટ પામ: દેશનું એકમાત્ર ડેમોસ્ટ્રેશન જ્યાં 100 ટકા ડ્રીપ ઈરિગેશન અને મલ્ચીંગ પધ્ધતિથી ઉછરે છે બરહી ખારેક
  • સેન્ટર ખાતેનાં 2.25 હેકટરમાં 262 છોડમાંથી અંદાજે 6000 કિલો ખારેક ઉત્પાદનનો અંદાજ

કચ્છઃ કચ્છી ખેડૂતો માત્ર પોતાની મહેનત જ નહીં પણ રાજ્ય સરકારના કૃષિ ઉત્સવો અને સહાયોને પણ મહત્વપૂર્ણ માને છે. ખેડૂત મબલખ પાક મેળવી બે પાંદડે થઈ પોતાની આગવી ઓળખ ઉભી કરે તે માટે સરકાર પણ કામ કરી રહીછે. આવા જ એક પ્રયત્નનો શુભારંભ વર્ષ 2018માં કચ્છના કુકમા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ઈઝરાયલના તત્કાલીન વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુ (Former Prime Minister of Israel Benjamin Netanyahu)એ કર્યો હતો. ભારત અને ઈઝરાયલ સરકારના સંયુક્ત પ્રોજેકટ (A joint project of the Government of India and the Government of Israel) ઈન્ડો ઈઝરાયેલ વર્ક પ્લાન (Indo Israel Work Plan) એટલે કે ખારેક પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રનો પ્રારંભ રાજય સરકારના બાગાયત ખાતા અંતર્ગત કરવામાં આવ્યો હતો.

કચ્છમાં ઈન્ડો ઈઝરાયેલ સરકારના સંયુકત પ્રોજેકટ હેઠળ તૈયાર બરહી ખારેકનો પ્રથમ પાક બજારમાં

આ પણ વાંચો- કૃષિ મહોત્સવ બન્યો પ્રેરણા સ્ત્રોત: જામનગરના ખેડૂત 1 વૃક્ષમાંથી 120 કિલો ખારેક મેળવે છે

વર્કશોપ દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચ અને રોકાણથી વધુ ખારેક ઉત્પાદન મેળવવાની તાલીમ અપાઈ

સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ડેટ પામ (Center of Excellence for Date Palm) એટલે કે ખારેક પાક ઉત્કૃષ્ટતા કેન્દ્રએ રાજ્યના ખેડૂતોને ખેતી વિષયક હાઈટેક નોલેજ, ઉત્પાદન ક્ષમતા વધારવાની પદ્ધતિ અને ફાર્મ શિબિર અને વર્કશોપ દ્વારા તાલીમબદ્ધ કરી ઓછા ખર્ચ અને રોકાણથી વધુ ખારેક ઉત્પાદન મેળવવાનું તાલીમ કેન્દ્ર પણ છે.

262 બરહી ખારેકના વૃક્ષ પરથી હાલે ગુણાવતાયુકત પાક ભારતના બજારમાં પહોંચી રહ્યો છે

ઈન્ડો ઈઝરાયલ પ્રોજેક્ટ હેઠળ (Indo Israel Work Plan) સ્થપાયેલા આ કેન્દ્રમાં 6 હેક્ટરમાં બરહી ખારેક સાથે વિવિધ બાગાયતી પાક જેવા કે અંજીર, દાડમ, કાજુ, કેસરના છોડ પણ તૈયાર થઈ રહ્યા છે. જયારે 2.5 હેક્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામીન નેતન્યાહુ દ્વારા રોપાયેલા છોડ સાથે 262 બરહી ખારેકના વૃક્ષ પરથી હાલે ગુણાવતાયુક્ત પાક ભારતના બજારમાં પહોંચી રહ્યો છે.

આ પણ વાંચો-બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો અનોખો પ્રયોગ, ડ્રોનની મદદથી ખેતરમાં કરી રહ્યા છે દવાનો છંટકાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના તત્કાલીન વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુએ શરૂ કેરલા કેન્દ્રમાં 3478 ખેડૂતોએ તાલીમ લીધી

સેન્ટરના પ્રોજેક્ટ ઓફિસર કેતન પટેલે કહ્યું હતું કે, ભારતનું આ એકમાત્ર ડેમોસ્ટ્રેશન છે કે જયાં 100 ટકા ડ્રિપ ઈરીગેશન (Drip Irrigation) અને પ્લાસ્ટિક મલ્ચીંગ પધ્ધતિ (Plastic mulching method)થી ખારેક ઉત્પાદન કરવામાં આવે છે. આધુનિક ખેતી પદ્ધતિથી ગુણવતાયુક્ત બરહી ખારેકનો પ્રથમ પાક હાલે રાજય અને દેશમાં માગ પ્રમાણે વેચાણ કરાઈ રહ્યો છે. રાજયના ખેડૂતોને ઈઝરાયલી ખેતી પદ્ધતિથી ઈઝરાયલી બરહી ખારેકની જાળવણી, લણણી, પરાગ નયન, કાપણી અને પછીનું વ્યવસ્થાપન અંગે નિષ્ણાંતો દ્વારા કુલ 3478 ખેડૂત પુરૂષ અને મહિલાઓ તાલીમ પામ્યા છે. ઈન્ડો ઈઝરાયલ વર્ક પ્લાન (Indo Israel Work Plan) હેઠળ અહીં નર અને માદા ખારેક છોડના પરાગનયન પણ શીખવાડવામાં આવે છે.

સેન્ટર ઓફ એકસલન્સ ફોર ડેટ પામ: દેશનું એકમાત્ર ડેમોસ્ટ્રેશન જ્યાં 100 ટકા ડ્રીપ ઈરિગેશન અને મલ્ચીંગ પધ્ધતિથી ઉછરે છે બરહી ખારેક

3,750 રૂપિયાના એક છોડ પૈકી રાજ્ય સરકાર રૂ.1250ની સહાય

બી, પીંલા અને ટિસ્યુકલ્ચરથી (Tissue culture) ખારેક ઉછેર થાય છે, જેમાં અત્યારે ખેડૂતો ટિસ્યુકલ્ચર (Tissue culture) ખારેક વાવેતર વધુ અપનાવી રહ્યા છે. રૂ.3750ના એક છોડ પૈકી રાજ્ય સરકાર 1,250 રૂપિયાની સહાય આપે છે. હાલે બે બજાર હેક્ટરમાં કચ્છમાં બરહી ખારેકનું વાવેતર છે. પ્લાસ્ટિક મલ્ચીંગ (Plastic mulching)થી નવા છોડમાં મૂળિયાના પોષકતત્વો જળવાય છે તેમજ ઓઈલ નેટવર્ક (Oil network)થી ખાતર પાણી અને વીજળી બચાવ થાય છે.

સેન્ટર ખાતેનાં 2.25 હેકટરમાં 262 છોડમાંથી અંદાજે 6000 કિલો ખારેક ઉત્પાદનનો અંદાજ

કિલોથી લઇ 20 કિલો સુધીના પેકીંગ કરી પાર્સલ કરવામાં આવે છે

ખારેક માટે કહેવાય છે કે, પગ પાણીમાં અને માથુ આગમાં જેને ટપક સિંચાઈ અને પ્લાસ્ટિક મલ્ચીંગ (Plastic mulching)થી સાકાર કરી શકાય છે. આ કેન્દ્ર પરથી માગ પ્રમાણે પીલાં (ખારેક) લઇ તેના ઓર્ડર પ્રમાણે કિલોથી લઈ 20 કિલો સુધીના પેકિંગ કરી પાર્સલ કરવામાં આવે છે. ઈઝરાયલી ખારેકની મબલખ પાક લઈ ખેડૂતો મબલખ કમાય તે માટે તાલીમથી તૈયાર કરાયેલા ખેડૂતો પૈકી ભૂજ તાલુકાના માધાપરના 65 વર્ષીય ખેડૂત જાવદજી વેલજીભાઈ વેકરીયા ટપક સિંચાઈથી બરહી અને દેશી ખારેક તૈયાર કરી છે. હાલમાં તેમનો પાક તૈયાર છે. તેમના ખેતરમાં 480 ખારેકના ઝાડ તૈયાર છે એ પૈકી 235 જેટલા છોડની પ્રતિ એકની 1,250 રૂપિયાની સબસીડી મેળવી છે. મલ્ચીંગ પધ્ધતિથી ખારેક ઉત્પાદન કરવાની તેમણે તાલીમમાં શીખ્યું હતું અને તેઓ હવે તે પણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.