રાપર/કચ્છ: કચ્છના જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ સરહદી વિસ્તાર રાપર તાલુકામાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ જેવી કે, મિશન મંગલમ, આંગણવાડી, બાંધકામ, શિક્ષણ, જળસિંચન, આરોગ્ય સહિતના વિભાગની સમીક્ષા કરી હતી. ઉપરાંત સખી મંડળ સંચાલિત કેન્ટીનની મુલાકાત લઈ જમવાની વાનગીઓ અંગે જાત માહિતી મેળવી હતી. સાથે જ સખી મંડળ સંચાલિત આ કેન્ટીનમાં વધુ જાગૃતિ લાવવા માટે સુચન કર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીની આ મુલાકત સમયે તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા, CDPO શારદાબેન, મિશન મંગલમના સ્મિતાબેન પ્રજાપતિ, વિસ્તરણ અધિકારી બી. પી. ગોસાઈ, જળસિંચન ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સી. એસ. ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.