ETV Bharat / state

Kutch Crime : રાજકીય અદાવતમાં પત્રી ગામમાં ક્ષત્રિય આગેવાન પૃથ્વીરાજસિંહ જાડેજાની હત્યા થઇ, 5 આરોપીની ધરપકડ - ખનીજ ચોરી

કચ્છના પત્રી ગામના રોડ પરથી ક્ષત્રિય આગેવાન પૃથ્વીરાજસિંહ જાડેજાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાગસર પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યાનું કારણ રાજકીય અદાવત અને ખનીજ ચોરી મામલામાં ફરિયાદ છે. પોલીસે કુલ પાંચ આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યાં છે.

Kutch Crime : રાજકીય અદાવતમાં પત્રી ગામમાં ક્ષત્રિય આગેવાન પૃથ્વીરાજસિંહ જાડેજાની હત્યા થઇ, 5 આરોપીની ધરપકડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2023, 9:25 PM IST

કચ્છ : મુન્દ્રા તાલુકાના પત્રી ગામે ક્ષત્રિય આગેવાન પૃથ્વીરાજસિંહ જાડેજા નામના યુવાનની હત્યાના મામલામાં પ્રાગપર પોલિસે 5 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં પ્રાથમિક રીતે સરપંચ પુત્રી વિરૂદ્ધ થયેલી અવિશ્વાસ દરખાસ્ત તથા ખનીજ બાબતે ફરિયાદનુ મનદુઃખ રાખી હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદમા શામેલ 4 વ્યક્તિ સહિત 5 લોકોની ધરપકડ કરીને 4 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. તો હત્યામા વપરાયેલ લોડર સહિત અન્ય વાહનો કબ્જે કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આ હત્યામા અન્ય લોકોની સંડોવણી સહિતની દિશામા તપાસ કરશે.

આ હત્યા કેસમાં પુર્વ મહિલા સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્તનુ મનદુઃખ કારણભૂત હોવા સાથે અન્ય કોઇ કારણ હત્યા પાછળ છે કે નહી તે સહિતના અનેક મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. હાલ રીમાન્ડ મેળવી હત્યામાં અન્ય કોઇની સંડોવણી છે કે નહી તથા હત્યામાં વપરાયેલ લોડર શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે...હાર્દિક ત્રિવેદી ( પીઆઈ, પ્રાગસર પોલીસ )

શું કેસ છે? : કચ્છના મુન્દ્રા તાલુકાના પત્રી ગામના ક્ષત્રિય આગેવાન પૃથ્વીરાજસિંહ જાડેજાના મળી આવેલ શંકાસ્પદ મૃતદેહની તપાસ દરમ્યાન અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. જેમાં પહેલા દિવસે જ્યારે પૃથ્વીરાજસિંહ જાડેજાનો મૃતદેહ પત્રી રોડ પરથી મળ્યો ત્યારે પોલીસે અકસ્માત થયો હોવાનું નોંધીને તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જો કે પરિવાર અને સમાજના અન્ય આગેવાનોએ હત્યા અંગે શંકા વ્યક્ત કરી હતી અને પૃથ્વીરાજસિંહ જાડેજાનો મૃતદેહ સ્વીકારાવાનો ઇન્કાર કર્યો હતો.

પોલીસે 5 લોકોના રીમાન્ડ મેળવ્યા : પ્રાગપર પોલીસે ત્યાર બાદ આ ગુનામાં 4 લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને આ કેસમાં હવે હત્યા મામલે 5 વ્યક્તિઓની ધરપકડ કરી તેના 4 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. તપાસ દરમ્યાન ફરિયાદમાં નોંધવામાં આવેલ 4 લોકો સિવાયના હીરેન પાંચા બત્તાની સંડોવણી પણ ખુલતા તેની ધરપકડ પણ કરવામાં આવી છે. તો રીમાન્ડ દરમ્યાન હજુ વધુ લોકોની સંડોવણી સામે આવી શકે છે. પોલીસે તમામ આરોપીના 4 દિવસના રીમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

હત્યામાં વપરાયેલ લોડર આરોપીઓ છુપાવ્યું : ઉલ્લેખનીય છે કે, રાજકીય અદાવત અને ખનીજ ચોરી મામલાનું મનદુઃખ રાખીને પૃથ્વીરાજસિંહ જાડેજાની હત્યા કરાઇ હોવાનુ જાણવા મળી રહ્યું છે. પરંતુ પોલીસના રીમાન્ડ દરમ્યાન પોલીસ દ્વારા હત્યાના ચોક્કસ કારણ સાથે મજબુત પુરાવા એકત્રિત કરીને તપાસ કરવામાં આવશે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે હત્યામાં વપરાયેલ લોડર આરોપીઓ દ્વારા કોઈ ચોક્કસ સ્થળે છુપાવી દેવાયુ છે જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

આ હત્યા કેસમાં કુલ 5 ની સંડોવણી : પ્રાગપર પોલીસે ફરિયાદમાં નોંધવામાં આવેલ તે મુજબ વજીબેન વાલજી ચાડ, વાલજી કરસન ચાડ, નંદલાલ વાલજી ચાડ તથા વિઠ્ઠલ વાલજી ચાડની ધરપકડ કરી છે. તો સાથે જ તપાસ દરમ્યાન હીરેન પાંચા બત્તાનુ નામ ખુલતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આમ અત્યાર સુધી આ હત્યા કેસમાં કુલ 5 ની સંડોવણી સામે આવી છે. અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલ લોડર પણ આરોપીઓ દ્રારા છુપાવી દેવાયુ છે જેને શોધવા હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય લોકોની સંડોવણીની શંકા પણ છે જે દિશામાં તપાસ કરાશે.

  1. Kutch Crime News: બે વર્ષીય માસુમ બાળકના હત્યારાની પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ
  2. Kheda crime news: ખેડામાં ઝાડીમાંથી યુવાનનો માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો
  3. Patan Crime : સાંતલપુરના પર ગામમાં જૂની અદાવતમાં ખૂની ખેલ, તંગદિલીને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.