ETV Bharat / state

કચ્છ : કોરોના સંક્રમણ વધારો, ભુજ તંત્રે વિવિધ ટીમ બનાવી કામગીરી હાથ ધરી - કોરોના સંક્રમણ

કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ફુટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ ટીમ બનાવી કોરોના સંક્રમણ અટકાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

કોરોના સંક્રમણ
કોરોના સંક્રમણ
author img

By

Published : Nov 25, 2020, 4:28 AM IST

  • કચ્છમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો
  • તંત્ર દ્વારા વિવિધ ટીમ બનાવી કામગીરી કરવામાં આવી રહી છે
  • ભુજમાં પોલીસ અને તંત્રની સંયુક્ત ફુટ માર્ચ યોજાઇ

કચ્છ : જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. તહેવારો બાદ કચ્છ સહિત રાજ્યમાં કોરોના સક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર એક્શનમાં આવ્યું છે. તંત્ર આરોગ્ય વિભાગ અને પોલીસની વિવિધ ટીમ કામે લાગી છે. જે અંતર્ગત આ ટીમ દ્વારા ફૂટમાર્ચ, જાગૃતિ અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ભુજ તંત્રે વિવિધ ટીમ બનાવી કામગીરી હાથ ધરી

ભુજની બજારમાં પોલીસ તંત્રની ફૂટ માર્ચ

ભુજમાં આજે મંગળવારે પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, પોલીસ તંત્ર નગરપાલિકા દ્વારા યોજવામાં આવી હતી. જે લોકોએ માસ્ક ન પહેર્યું હોય તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે જ માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી.

કોરોના સંક્રમણ
ભુજમાં પોલીસ અને તંત્રની સંયુક્ત ફુટ માર્ચ યોજાઇ

કોવિડ ગાઇડલાઇનની અમલવારી માટે વિવિધ ટીમોની રચના કરાઇ

કચ્છમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે ભુજ શહેર અને તાલુકામાં કોવિડ ગાઇડલાઇનની અમલવારી માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ભુજના 12 વોર્ડ માટે 4 ટીમ બનાવવામાં આવી છે. જ્યારે ભુજ તાલુકા માટે 2 ટીમની રચના કરવામાં આવી છે. જાહેરમાં ફરતા લોકો પર આ ટીમ ખાસ નજર રાખશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન નહીં કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના સંક્રમણ
ભુજની બજારમાં પોલીસ તંત્રની ફૂટ માર્ચ

લોકોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા અનુરોધ

તંત્રના અધિકારીઓએ અપીલ સાથે જણાવ્યું હતું કે, અનલોક બાદ ધીમે ધીમે બેદરકારી વધી છે. જેથી તંત્રે ફરી કડક થવાની જરૂર પડી છે. બજારમાં નીકળતા લોકો પહેલાની જેમ જ કોરોના સામે જાગૃતિ દાખવે અને ખાસ તો કોવિડ માર્ગદર્શિકાનો અમલ કરે તે જરૂરી છે. તંત્ર નિયમોના અમલ માટે કામ કરી રહ્યું છે. બેદરકાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જરૂર પડે વધુ કડક કામગીરી પણ હાથ ધરી શકાય તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.