કચ્છઃ ગુજરાત પ્રદેશ સમિતિના સેક્રેટરી રવિન્દ્ર ત્રવાડીએ જણાવ્યું કે, કચ્છના નર્મદાના પાણી માટે વર્ષોથી રાહ જોવી પડી રહી છે. હકના પાણી પણ કચ્છને મળ્યા નથી. કચ્છ ગુજરાતના GDPમાં 40 ટકા યોગદાન આપે છે. તેથી તેનો હક છે કે, પોતાના હક માટે બોલી શકે, વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કચ્છનો અવાજ છે. આ મુદ્દે સ્પષ્ટ રીતે ન્યાય માટે લડતમાં તમામ લોકોની સાથે છે. ભાજપના પીઢ આગેવાનને અવાજ ઉપાડ્યો છે. તે અભિનંદનને પાત્ર છે.
બધા એક સાથે કચ્છના ન્યાય માટે આગળ આવે તે જરૂરી છે. સર્વપક્ષીય રીતે આ મુદ્દો ઉકેલ માંગે છે, જેમાં કોંગ્રેસ સાથે છે. ભાજપના નેતા અવાજ ઉપાડે અને અન્ય નેતાઓ તેમને એકલા પાડી દે તે બાબત દુઃખદ છે. કોંગ્રેસ રજૂઆત કરશે અને લડત પણ ચલાવશે.
કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, નર્મદા કચ્છના પ્રાણપ્રશ્ન છે. તારાચંદભાઈએ પોતાની નૈતિકતા નિભાવી છે. કોંગ્રેસ તેમની કચ્છ માટેની આ લડતમાં તેમની સાથે છે.