ETV Bharat / state

ઓરેન્જ ઝોનમાં છુટછાટો વચ્ચે નિયમોના પાલનમાં નાગિરકો સહકાર આપે: કલેકટર

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કોરોના વાઇરસ અન્વયે વખતો વખત બહાર પડાતી માર્ગદર્શિકા અન્વયે સમગ્ર કચ્છ જિલ્લા માટે કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લાના લોક કલ્યાણ અને સાવચેતીના પગલાં રૂપે તંત્રે આપેલી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને ઓરેન્જ ઝોનમાં કચ્છમાં અપાયેલી છુટછાટમાં નિયમોના અમલીકરણનો અનુરોધ કરવામાં આવ્યો છે.

etv bharat
કચ્છ: ઓરેન્જ ઝોનની છુટછાટો વચ્ચે નિયમોનું પાલનમાં નાગિરકો સહકાર આપે, જિલ્લા કલેકટરનો અનુરોધ
author img

By

Published : May 4, 2020, 10:50 PM IST

કચ્છ: જિલ્લા કલેકટરે પ્રવીણા ડી કે એ જણાવ્યુ હતું કે સરકારની માર્ગદર્શિકા મુજબ વિવિધ છુટછાટ અપવામાં આવી છે. ત્યારે ખાસ કરીને નિયમના અમલીકરણની જવાબદારી નાગરિકોની છે. તંત્ર ચોકકસ કાર્યવાહી કરે છે. પણ લોકોએ તેમાં સહકાર આપવો જોઈએ.

જે પૈકી 65 વર્ષથી વધુ ઉંમરની વ્યકિતઓ, બિમાર વ્યકિતઓ, ગર્ભવતી મહિલાઓ તથા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ઘરમાં જ રહેવું આવશ્યક જરૂરિયાતો કે આરોગ્યના કારણોસર જ લોકોએ બહાર નીકળવું તે સિવાય નહીં.

ભારત સરકાર દ્વારા બનાવેલe ‘‘આરોગ્ય સેતુ’’ એપ્લીકેશન ‘એપ’ ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરવી. આવશ્યક ચીજવસ્તુ લેવા જતી વખતે સામાજિક અંતર જાળવવું. જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવાનું ફરજીયાત છે. માસ્ક પહેરવો ફરજીયાત છે. વિશાળ સંખ્યામાં લોકોની હાજરીવાળી મીટીંગ મુલાકાત ટાળવાની રહેશે. તેમજ સરકારની વખતોવખત અપાતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું એમ કચ્છ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.