કચ્છઃ 5,000 વર્ષ જૂની વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું સૌથી મોટું શહેર છે. ધોળાવીરાને જોવા માટે દેશવિદેશથી પ્રવાસીઓ આવે છે. ત્યારે વાત કરીએ, થોડા વર્ષ પહેલા કચ્છના ખટિયામાંથી પણ હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા. તો આ વર્ષે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખટિયામાં ખોદકામ શરૂ કરશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે વર્ષ 2022-23માં દેશભરમાં થનારા ઉત્ખનન અંગેની યાદી જાહેર કરી હતી.
આ પણ વાંચોઃ G20 Summit in India: ધોળાવીરાને જોઈને વિદેશી ડેલિગેટ્સના મોઢા ખૂલ્લાંને ખૂલ્લાં જ રહી ગયા
હડપ્પન નગરોના ઉત્ખનનનો માર્ગ મોકળો બન્યોઃ આ યાદીમાં કચ્છના અખાતની સાથે કચ્છ યુનિવર્સિટી હેઠળ આવતા સ્થળોને ઉત્ખનન માટે મંજૂરી આપી હોવાનું બહાર આવ્યું છે. સરસ્વતી-સિંધુ ઘાટીની સભ્યતાનું નગર ધોળાવીરા વિશ્વ ધરોહર સ્થળ બની જતા કચ્છમાં હવે અન્ય હડપ્પન નગરોના ઉત્ખનનનો માર્ગ મોકળો બન્યો છે.
-
First List of Archaeological excavation approval given by @ASIGoI for the year 2022-23.#excavation #archaeological #archaeologicalexcavation #ArchaeologicalSurveyofIndia pic.twitter.com/JT5D5MG5oj
— Archaeological Survey of India (@ASIGoI) February 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">First List of Archaeological excavation approval given by @ASIGoI for the year 2022-23.#excavation #archaeological #archaeologicalexcavation #ArchaeologicalSurveyofIndia pic.twitter.com/JT5D5MG5oj
— Archaeological Survey of India (@ASIGoI) February 14, 2023First List of Archaeological excavation approval given by @ASIGoI for the year 2022-23.#excavation #archaeological #archaeologicalexcavation #ArchaeologicalSurveyofIndia pic.twitter.com/JT5D5MG5oj
— Archaeological Survey of India (@ASIGoI) February 14, 2023
હડપ્પન સાઈટ્સ ભૂરાગઢ અને ખટિયામાં ઉત્ખનનઃ કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના હેડ ડૉ. સુભાષ ભંડારીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં કચ્છમાં મળી આવેલા અન્ય એક હડપ્પન નગર ખટિયા સહિત ભુજ તાલુકાના મેઘપર પાસે આવેલા ભૂરાગઢ અને કચ્છમાં અખાતમાં પણ આ વર્ષે કચ્છ યુનિવર્સિટી અને કેરળ યુનિવર્સિટી દ્વારા મળીને ઉત્ખનન કરવામાં આવશે. અર્લી હડપ્પન સાઈટ્સ ભુરાગઢ અને ખટિયામાં ઉત્ખનન થકી સંશોધકોને હડપ્પન સભ્યતાની શરૂઆત વિશે માહિતી મળવાની આશા દેખાય છે. અહીંના લખપત તાલુકામાં આવેલાં અન્ય એક મહત્વપૂર્ણ હડપ્પન નગર ખટીયા તથા ભૂજ તાલુકાના મેઘપર સાઈટ પર ઉત્ખનન શરૂ કરી શકાશે.
31 સ્થળો પર ખોદકામ કરાશેઃ આર્કેઓલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા વર્ષ 2023-24માં દેશભરમાં કુલ 31 સ્થળો પર ખોદકામ કરશે, જેમાં કચ્છના ત્રણ સ્થળોનો પણ સમાવેશ થાય છે. કચ્છના ભૂરાગઢ અને ખટિયામાં કચ્છ યુનિવર્સિટી અને કેરળ યુનિવર્સિટી દ્વારા મળીને ઉત્ખનન કરવામાં આવશે. વર્ષ 2017માં જ લખપત તાલુકામાં આવેલા ખટિયામાં શરૂ કરાયેલ ઉત્ખનન થકી અહીં એક વિશાળ હડપ્પન નગર હોવાના અવશેષો મળી આવ્યા હતા. તો આ પ્રારંભિક હડપ્પન નગરમાંથી 500 જેટલા માનવ હાડપિંજર મળી આવ્યા હતા, જેના પર વધારે સંશોધન થકી હડપ્પન સભ્યતાના ઉદ્ભવ વિશે જાણકારી મેળવી શકાશે તેવું સંશોધકો માને છે.
હડપ્પન નગરના અવશેષ મળી આવ્યાઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મંગળવારે મોડી રાત્રે એક ટ્વિટમાં સાઇટ્સની સૂચિ શેર કરી હતી. જેમાં એએસઆઇની 31 સાઇટ્સ, વિવિધ રાજ્ય સરકારોની 16 સાઇટ્સ અને 4 યુનિવર્સિટીઝની સાઈટ્સ જાહેર કરી હતી. જેમાં કચ્છ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, કચ્છ યુનિવર્સિટીમાં આવેલા પુરાતત્વ વિભાગ દ્વારા હાલ લખપત તાલુકાના ખટીયા પાસે ઉત્ખનન કરવામાં આવી રહ્યું છે. પ્રારંભિક ખોદકામમાં જ ત્યાં એક વિશાળ હડપ્પન નગરના અવશેષ મળી આવ્યા છે. તો ભુજ તાલુકાના મેઘપરમાં પણ એક પ્રાચીન નગરના અવશેષ મળ્યા છે. જ્યાં ખોદકામ કરવાનું બાકી છે. આ બે સ્થળો પર વધારે ઉત્ખનન કરવા યુનિવર્સિટીએ મંજૂરી માગી હતી.
લોકોના જીવન વિશે વધુ માહિતી મળશે તેવી સંશોધકોને આશાઃ સંશોધકોનું માનવું છે કે, અત્યાર સુધી કચ્છની સીમાઓ પર હડપ્પન નગરો મળ્યા છે, ત્યારે આ નગર કચ્છના મધ્યમાં હોતા અનેક નવી માહિતી મળી શકે છે. અન્ય નગરો કરતા અલગ પરિસ્થિતિમાં રહેતા અહીંના લોકોના જીવન વિશે વધુ માહિતી મળશે તેવી સંશોધકો આશા સેવી રહ્યા છે.
આ પણ વાંચોઃ DHOLAVIRA FESTIVAL 2023: 5000 વર્ષ જૂના વર્લ્ડ હેરિટેજ સાઇટ ખાતે યોજાયો ધોળાવીરા ફેસ્ટિવલ
250થી વધુ હાડપિંજર મળી આવ્યા: કચ્છ અને કેરળ યુનિવર્સિટી સાથે મળીને ખટીયા સાઇટ પર કામ કરી રહી છે. અહીં 250થી વધુ હાડપિંજર મળી આવ્યા છે. જે સંખ્યાની દ્રષ્ટીએ અન્ય હડપ્પન સાઇટથી વધુ છે. આ નગર 4800 વર્ષ જૂનુ છે. અને પ્રારંભીક હડપ્પનકાળનું છે. અહીં વિશાળ નગર હોવાની સંભાવના છે.તો ભુજ તાલુકાના મેઘપરમાં પણ એક ટેકરો મળી આવ્યો છે. જેનું હજુ ખોદકામ થયુ નથી. આ બે સ્થળોમાં વધારે ખોદકામ કરવા મંજૂરી માંગી હતી. યુનિવર્સિટીને મંજૂરી મળતા હવે અહીં મહત્વપૂર્ણ શોધ હાથ લાગી શકે છે.