ETV Bharat / state

કચ્છના તંત્રએ પુત્ર બનીને કરી એક માતાની સેવા ! - તંત્ર દ્વારા મદદ

દેશમાં કોરોના સામેની લડાઈમાં તંત્ર બની શકે તેટલી તમામ મદદ કરી રહી છે. તમે જ્યા છો ત્યાં રહો. તંત્ર તમામ મદદ કરી રહી છે તેનો પૂરાવો કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે. અને તંત્રએ પૂરો પાડ્યો છે.

A
કચ્છના તંત્રએ પુત્ર બનીને કરી એક માતાની સેવા !
author img

By

Published : Apr 9, 2020, 8:04 PM IST

કચ્છઃ એકલવાયું જીવન વિતાવી રહેલા માનસિક અસ્વસ્થ મહિલાની સારવારની ચિંતા કરી રહેલા મુંબઈ રહેતા પુત્રના એકમાત્ર અવાજથી તંત્ર ઘરબેઠા આ મહિલાની સારવાર મદદ કરી છે. તેમજ યાં સુધી સ્થિતિ ન સુધરે ત્યાં સુધી સતત સંપર્કની પણ વ્યવસ્થા ગોઠવી છે.

વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ કોવીડ-19ના પગલે અમલી લોકડાઉનમાં પ્રશાસન ખડેપગે લોકસેવા કરી રહ્યું છે. તાજેતરમાં જ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આધોઇ ગામમાં તંત્રે એકલા રહેતા 82 વર્ષના વૃદ્વાને ઘરે બેઠાં સારવાર અને ભોજનની વ્યવસ્થા પૂરી પાડી હતી.

A
કચ્છના તંત્રએ પુત્ર બનીને કરી એક માતાની સેવા !

આધોઇથી મુંબઇ નોકરી કરવા ગયેલા દિકરાએ લોકડાઉનની સ્થિતિમાં ઘરે રહેતી માનસિક તકલીફ અને હાથે ઈજાગ્રસ્ત માતાની ચિંતા સામાજિક સંસ્થાને જણાવી અને સામાજિક સંસ્થાએ કચ્છ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રનો ટેલિફોનિક સંપર્ક કરી તમામ વિગતો આપી હતી. માનસિક રીતે ભાંગી પડેલ મા માટે વહીવટી તંત્રે તાત્કાલિક મનોચિકિત્સક સારવાર અને જમવાની વ્યવસ્થા કરાવી હતી ઉપરાંત તેમનું સતત ફોલોઅપ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત તેની સમગ્ર માહિતીથી તેમના દિકરાને પણ વાકેફ કરીને સુનિશ્ચિત કરી દીધા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.