ETV Bharat / state

કચ્છના રાજકીય રણમાં કોનું પલડું ભારે? જાણો અહેવાલ - bhuj

ભૂજ: દેશની 17મી લોકસભાના ગઠન માટે ચૂંટણીનું બ્યુગલ વાગી ચુકયું છે, ત્યારે દેશના છેવાડાના સરહદી વિસ્તાર કચ્છ જિલ્લામાં પણ રાજકીય ઉતેજના ભર્યો બની ગયો છે. તંત્રની સાથે રાજકીય પક્ષો પણ તૈયારીમાં લાગી ગયા છે. મતદારો હજુ જો સ્થિતીમાં રહીને તેલ અને તેલની ધાર બંને જોઈ રહ્યાં છે, ત્યારે જોઈએ કચ્છની અનુસુચિત જાતિ માટે અનામત બેઠકની રાજકીય સમીકરણ તૈયારી, ઈતિહાસ અને ગત ચૂંટણીના પરિણામ સહિતનો ખાસ અહેવાલ...

ફાઇલ ફોટો
author img

By

Published : Mar 17, 2019, 7:07 PM IST

કચ્છ લોકસભા સીટ એટલે કચ્છની 6 અને મોરબીની સહિત કુલ 7 વિધાનસભાના 17 લાખ 30 હજાર 353 મતદારોની એક સીટ. જેના પર છેલ્લા 25 વર્ષથી ભાજપની સતત સત્તા રહી છે. ચૂંટણી પંચે ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના રોજ મતદાનની તારીખ નક્કી કરી, આ સાથે જ કચ્છનું ચૂંટણી તંત્ર, રાજકીય પક્ષો અને મતદારો તમામમાં ઉતેજના પ્રસરી ગઈ છે. તંત્રએ ચૂંટણી શાંતિ અને સલામતી સાથે યોજાય તે માટે તમામ તૈયારીઓ આટોપી લીધી છે અને આયોજન શરૂ કરી દેવાયું છે.

મતદારયાદી, મતદાન બુથ, સુરક્તોષા સહિતના આયોજન થઈ રહ્યાં છે. બીજી તરફ મુખ્ય બે રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભાજપમાં ઉમેદવાર પસંદગી, સંગઠન, બુથ કા્મગીરી, પ્રચાર, પ્રસાર માટેની કામગીરી શરૂ કરી દીધી છે. આ તમામ વચ્ચે સમગ્ર રાજકીય ખેલ રમાશે તેવા મતદારો જો અને તો ની સ્થિતીમાં મુકાયા છે. ઝોક, ઝુકાવ અને જરૂરી તેમ ત્રણ મુદ્દે મતદારો પોતાના મતની સ્થિતી તૈયારી કરી રહ્યાં છે.

સરહદી કચ્છના મતદારો છેલ્લી 5 ટર્મ એટલે 25 વર્ષથી ભાજપના ઉમેદવારની સાથે રહ્યા છે. 2009માં નવા સિમાંકન પછી મોરબી વિધાનસભાના ઉમેરા બાદ ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા ઈતિહાસમાં સૌથી વધુ બે લાખ 54 હજારની સરસાઈથી જીતી આવ્યાં પછી એટલું ચોકકસ છે કે, કચ્છ લોકસભા ભાજપનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ સમય સાથે સ્થિતી બદલાઈ છે તેમ હાલમાં કંઈ પણ કહેવું થોડુ વહેલું ચોક્કસ બની શકે છે. 28 માર્ચના ચૂંટણીના જાહેરમાના સાથે જ પડઘમ શરૂ થશે અને પછી ઉમેદવારી પરત ખેંચવાના 8 એપ્રિલના દિવસે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. યોદ્ઘાઓ મેદાનમાં ઉતરી જશે. જોકે યુદ્ઘનું પરિણામ એક માસ બાદ એટલે કે 23 મેના રોજ આવશે, ત્યારે કચ્છની હાલની સ્થિતી શું હશે તે જોવા મળશે.

2014ની ચૂંટણી પછી કચ્છમાં 22 હજારથી વધુ નવા મતદારોનો સમાવેશ થયો છે. જે હજુ પણ વધી શકે છે. હાલમાં 1852 બુથ માટે 17 લાખ 30 હજાર મતદારો છે. 2014માં ભાજપના વિનોદ ચાવડાને 5,62,855 મત મળ્યા હતા અને 2,54,000 મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસના ઉમદેવાર ડો. દિનેશ પરમારને 3,80,373 મત મળ્યા હતા. આ સરસાઈ કચ્છમાં ઈતિહાસમાં સૌથી ઉચ્ચી સરસાઈ છે. જ્યારે 2009માં ભાજપે મહિલા ઉમેદવાર પૂનમબેન જાટને તક આપી હતી. તેઓ 71 હજાર મતની સરસાઈથી કોંગ્રેસના વાલજી દનિચા સામે જીત્યા હતા.

કચ્છમાં બેઠકનું સમીકરણ જોઈએ તો હાલ ભાજપની સ્થિતી મજબુત છે. કારણ કે પંચાયતથી લઇને લોકસભા સુધી ભાજપની સત્તા છે અને તેથી વિકાસના કામો થયા છે, તેવો દાવો થાય છે. જુથબંધી અને સંગઠનના પ્રશ્રની વચ્ચે ભાજપની તૈયારીઓ થઈ રહી છે અને સંભવત હાલના ભાજપના સાંસદ વિનોદ ચાવડાને રિપિટ કરાય તેવી શક્યતા છે. આ સિવાય અન્ય નામો પણ ઉભરી રહ્યાં છે, પણ ભાજપે હજુ સુધી સ્થિતીનો ક્યાસ લાગવા દીધો નથી. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરીની મહેનત અને કામગીરીની તૈયારીઓ જોતા તેમનું નામ આગળ પડતું છે. જો કે હજુ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કચ્છમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાને લઈને કંઈ ચોક્કસ કહી શકાતું નથી અને તેથી જ ભાજપ પણ રાહ જોઈ રહી હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે.

Intro:Body:

કચ્છના રાજકીય રણમાં કોનું પલડું ભારે? જાણો અહેવાલ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.