ETV Bharat / state

Jakhau Fishing Port Gujarat: કચ્છના જખૌમાં મત્સ્ય ઉદ્યોગની હાલત કફોડી, મોંઘવારીના લીધે મોટાભાગની બોટો કિનારે - મત્સ્ય ઉદ્યોગ ગુજરાત

કોરોના અને મોંઘવારી (Jakhau Fishing Port Gujarat)ના કારણે કચ્છના જખૌ બંદર પર 600 જેટલી બોટો લાંગરી દેવામાં આવી છે. મત્સ્ય ઉદ્યોગને મોંઘવારી નડી રહી છે. માછીમારી જૂથમાં કામ કરતા 50 ટકા મજૂરોને છૂટા કરી દેવામાં આવ્યા છે. હાલમાં ફક્ત 300 જેટલી બોટ જ દરિયો ખેડવા માટે જાય છે.

કચ્છના જખૌમાં મત્સ્ય ઉદ્યોગની હાલત કફોડી, મોંઘવારીના લીધે મોટાભાગની બોટો કિનારે

author img

By

Published : Apr 5, 2022, 5:49 PM IST

કચ્છ: અબડાસા તાલુકાના જખૌ મત્સ્ય બંદર (Jakhau Fishing Port Gujarat)ની હાલત ખસ્તા થઈ ગઈ છે. મોટાભાગની બોટો સીઝન ખતમ થાય એ મહિનાઓ પહેલાં જ કિનારે લાંગરી દેવામાં આવી છે. માછીમારો (Fishermen In Gujarat) વતન વાપસી કરી રહ્યા છે. રાજ્યમાં માછીમારીની મોસમ (Fishing season In Gujarat)માં અંદાજે 2 માસનો સમયગાળો હોવા છતાં પણ મોંઘવારી (Inflation In India)ના લીધે મોટાભાગની બોટોને કિનારે રાખવાનો વારો આવ્યો છે. જખૌ બંદરે 300 જ બોટો (Boats At Jakhau Fishing Port) દરિયો ખેડવા ગઇ છે, બાકીની લાંગરી દેવામાં આવી છે.

બોટો સીઝન ખતમ થાય એ મહિનાઓ પહેલાં જ કિનારે લાંગરી દેવામાં આવી.

600માંથી 300 બોટો જ દરિયો ખેડી રહી છે- બોટોમાં કામ કરતા મોટાભાગના ખલાસીઓને પોતાના વતન પરત મોકલી દેવાવામાં આવ્યા છે. તો માછીમારી જૂથમાં કામ કરતા 50 ટકા મજૂરોને છૂટા કરી દેવામાં આવ્યા છે. મોટાભાગના બોટ માલિકોએ માછીમારીની જાળ પણ ધોઈ નાંખી છે. જખૌ ફિશરીઝ વિભાગ (jakhau fisheries department gujarat)માંથી મળતી માહિતી અનુસાર, બંદર ઉપર રાજ્યભરની 900 જેટલી નાની-મોટી બોટો દરિયો ખેડવા કાર્યરત છે. જેમાંથી હાલમાં 300 નાની-મોટી બોટો જ દરિયો ખેડવા જાય છે. બાકીની બોટો કિનારે લાંગરેલ પડી છે. માછલીના સારા જથ્થાની લ્હાયમાં માછીમારો લેણામાં ડૂબી જતા માછીમારો ખાલી થઇ ગયા છે. તેમજ ખલાસીઓને પણ છૂટા કરી દેવાતા બંદરે સન્નાટો છવાઈ ગયો છે.

મોંઘવારીના લીધે  લીધે મોટાભાગની બોટોને કિનારે રાખવાનો વારો આવ્યો.

આ પણ વાચો: કચ્છના જખૌ પાસેના ખીદરત બેટ પરથી મળેલા વિસ્ફોટક પદાર્થને BDDS ની ટીમ દ્વારા નષ્ટ કરાયો

કોરોના અને મોંઘવારી નડ્યાં- મત્સ્ય ઉદ્યોગ (Fishery Industry Gujarat)નો ધંધો સીઝન દરમિયાન ખુબ મોટા પ્રમાણમાં ચાલતો હોય છે. જેના લીધે દેશના વિવિધ ખૂણાઓમાં તેમજ વિદેશોમાં મચ્છીની મોટાપાયે નિકાસ કરવામાં આવે છે. મત્સ્ય ઉદ્યોગ વિદેશી હૂંડિયામણ કમાવવામાં પણ મહત્વનો ભાગ ભજવતો હોય છે. પહેલાં કોરોના અને હવે મોંઘવારી એમ છેલ્લા 2-3 વર્ષથી રાજ્યના મત્સ્ય ઉદ્યોગના ધંધાની કમર તૂટી રહી છે. આ કારણે રાજ્યમાં દરિયાઈ ખેડૂઓની રોજીરોટીની ચિંતામાં વધારો થઇ રહ્યો છે.

આ પણ વાચો: જખૌ જળસીમા પાસેથી પાકિસ્તાન દ્વારા પોરબંદરની બે બોટ સહિત 11 માછીમારોનું અપરહણ

નલિયા પેટ્રોલ પંપ પરથી ડિઝલ ભરાવવું પડે છે- જાણકારોના મતે, જો આવી જ પરિસ્થિતિ રહી તો ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં મોટી ટ્રોલિંગ બોટો ભાગ્યે જ જોવા મળશે. દરિયાઈ ખેડૂઓ માટે મહત્વનો ભાગ ભજવતો ડીઝલનો ભાવ (Rise in diesel prices) ચાલું સીઝન દરમિયાન આસમાને જતાં મોટાભાગની બોટો કિનારે લાંગરવાનો વારો આવ્યો છે. ફિશરીઝના ડીઝલ પંપ ઉપર હાલમાં લીટરદીઠ 116 રૂપિયા થઇ ગયા હોવાથી મોટાભાગના માછીમારો નલિયા ખાનગી પંપ પરથી ડિઝલ ભરાવવો પડે છે. જીએફસીસીએ સંચાલિત પંપ ઉપર ડીઝલની સબસિડી પણ ડીઝલ પાસ ધારકોને જ આપવામાં આવે છે જેમાં માછીમારોને લીટર દીઠ 14 રૂપિયા સબસીડી અપાય છે. સબસિડી લેવા છતાં પણ ડીઝલ ખાનગી પંપો કરતા મોંઘુ પડતું હોવાથી માછીમારોએ બંદરના પંપ પરથી ફયુલ ભરાવવાનું માંડી વાળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.