- જખૌ દરિયાઈ વિસ્તારમાંથી ચરસ (Hashish)નો જથ્થો ઝડપાયો
- ભારતીય કોસ્ટ ગાર્ડને પેટ્રોલીંગ દરમિયાન ચરસના 19 પેકેટ મળ્યા
- આંતરરાષ્ટ્રીય બજારમાં ચરસની કિંમત 30 લાખની
કચ્છ : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જવાનોને દરિયાના નજીકના કાંઠાના હયાત બેટ વિસ્તારમાંથી ચરસના 19 પેકેટ મળી આવતા પેકેટને જખૌ ખાતે લાવવામાં આવી રહ્યા છે. જ્યાં કોસ્ટ ગાર્ડના અધિકારી વર્ગની હાજરી સાથે પેકેટની તપાસ કરવામાં આવશે. અવાર-નવાર કરોડોના ડ્રગ્સ અને ચરસ આ વિસ્તારમાંથી મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : સુરત: 4 કિલોથી વધુ ચરસ સાથે 3 યુવાનોની ધરપકડ
આંતરરાષ્ટ્રીય બજારમાં ચરસની કિંમત 30 લાખની
આ અગાઉ પણ 3 માસ પૂર્વે કચ્છની દરિયાઈ સીમા વિસ્તારમાંથી પાકિસ્તાનના 8 ઘુસણખોર સાથેના વહાણમાં રૂપિયા 150 કરોડના હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. થોડા દિવસ બાદ કચ્છના જખૌ નજીકના કાંઠા વિસ્તરમાંથી પણ કેફી દ્રવ્યોના પેકેટ મળી આવ્યા હતા. ત્યારે આજે મંગળવારે પકડાયેલા પેકટમાં પણ ચરસની આંતરરાષ્ટ્રીય કિંમત 30 લાખથી વધુ હોવાનું મનાઇ રહ્યું છે.
આ પણ વાંચો : શામળાજી પોલીસે ટેમ્પો ચાલક પાસેથી રૂપિયા 35.86 લાખનો ચરસનો જથ્થો કબ્જે કર્યો