- કચ્છ જિલ્લામાં આજે દિવસ દરમિયાન રહેશે હિટવેવ
- આગામી એક અઠવાડિયા સુધીમાં 42 ડિગ્રી જેટલું પહોંચી શકે છે તાપમાન
- ટોપી, ચશ્મા, માસ્ક, દુપટ્ટો , કોટનના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો
કચ્છ: માર્ચ મહિનાનો અંત આવી ગયો છે અને હજૂ ઉનાળાના મુખ્ય મહિનાઓ એપ્રિલ, મે અને જૂન બાકી છે, જો અત્યારે 40-41 ડિગ્રી તાપમાન છે, તો એપ્રિલ મહિનામાં પારો 42 ને પાર થઈ જશે.
આ પણ વાંચો : સુરતમાં માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો
આગામી એક અઠવાડિયા સુધીમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં
હાલમાં કચ્છમાં વાતાવરણ સૂકું રહેશે અને ખૂબ પ્રમાણમાં ગરમ હવા ફૂંકાશે તથા આગામી એક અઠવાડિયા સુધીમાં તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર દેખાશે નહીં અને કોઈ પણ જાતની રાહત મળશે નહીં.
ધૂળ ભરી હવા પણ ફેલાશે,આકાશ ખુલ્લો રહેશે