- અબડાસાના ડુમરા ગામે 285 ખેડૂતોને સાંથણીમાં મળેલ જમીનની કબ્જા પાવતી અને સનદ સોંપણી કાર્યક્રમ યોજાયો
- મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણરાજ્યપ્રધાન કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં
- સરકારી કે ખાનગી જમીનો પર દબાણો કરનાર પર કાયદેસરના પગલાં ભરાશે : મહેસૂલ પ્રધાન
કચ્છઃ આજે મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના (Rajendra Trivedi)અધ્યક્ષ સ્થાને અબડાસા તાલુકાના ડુમરા(Dumra of Abdasa taluka) ગામે 285 ખેડૂતોને(285 farmers) સાંથણીમાં મળેલ જમીનની કબ્જા પાવતી અને સનદ સોંપણી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.આગમી સમયમાં સરકારી કે ખાનગી જમીનો પર ગેરકાયદેસર દબાણ કરનાર પર કાયદેસરના પગલાં ભરવામાં આવશે તથા સાંથણીની જમીન પર દબાણો કરનાર પર કડકાઈથી કાયદાની અમલવારી કરી હક ધરાવતા ખેડૂતોને જમીન(Land to farmers)નો કબ્જો સોંપવાનો કાર્યક્રમ આજથી વિધાનસભા 1 અબડાસા બેઠક(Assembly 1 Abadsa seat)થી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાનના દરેકને પોતાનું ઘર મળે તે સ્વપ્નોને સાકાર કરવામાં આનાથી મદદ મળશે
આ કાર્યક્રમમાં મહેસૂલપ્રધાને જણાવ્યું હતું કે લેન્ડગ્રેબીંગનો કેસ કરતાં તંત્ર કે અધિકારીઓએ(Mechanism or officer) ખચકાવું નહિ.સમગ્ર રાજ્ય અને વહીવટીતંત્ર અને મારો મહેસુલ વિભાગ આ સાંથણીની જમીન સોંપવા કાર્યવાહી કરવા તત્પર છે. વડાપ્રધાનના દરેકને પોતાનું ઘર મળે તે સ્વપ્નોને સાકાર કરવામાં આનાથી મદદ મળશે.આકારણી વગરના મકાનોના પ્રશ્નો અને વિશેષ કચ્છમાં આવેલ ભૂકંપ બાદ એન.જી.ઓ., ધાર્મિક સંસ્થાઓ અને સરકારના સહયોગથી ઉભા થયેલા મકાનો માટે ઝડપથી કામગીરી અમલી થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
સમાજના દરેક વર્ગના લોકોને જમીન સાંથણીના અધિકારો મળી રહ્યા છે: મહેસૂલ પ્રધાન
મહેસુલપ્રધાન રાજેન્દ્રભાઈ ત્રિવેદી જણાવ્યું હતું કે,“ કચ્છની સામૂહિક સમસ્યાના ત્રણ પ્રશ્નો અમારા સુધી મોકલો અમારી સરકાર તેના માટે કામ કરશે.પારદર્શિતાથી સાંથણીની જમીનના પ્રશ્નોનો હલ કરવાનો આદેશ સમગ્ર રાજ્યના કલેક્ટરોને સમાચાર માધ્યમો દ્વારા તેમણે આપ્યો હતો. આ તકે તેમણે કચ્છના જનપ્રતિનિધિઓની કોઠાસૂઝથી વિકાસની વાતો વિશેષ તો ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની પ્રશંસા કરી હતી. આજે સમાજના દરેક વર્ગના લોકોને જમીન સાંથણીના અધિકારો મળી રહ્યા છે તે નોંધનીય બાબત છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
સરકાર જનકલ્યાણના લાભો હાથોહાથ આપે છે : શિક્ષણરાજ્યપ્રધાન
શિક્ષણ રાજ્યપ્રધાન અને કચ્છ જિલ્લા પ્રભારીપ્રધાન કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, " મહેસુલ વિભાગની ઉત્તમ કામગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ આજની આ કામગીરી છે.ગરીબો, વંચિતો પીડિતોની આ સરકારે જેમ ગરીબ કલ્યાણમેળા થકી મળવાપાત્ર લાભો લાભાર્થીઓને હાથોહાથ આપ્યા છે તેમ આજે જમીન કબ્જા પાવતી અને સનદ સોંપણી વિતરણનો કાર્યક્રમ છે.સરકાર જનકલ્યાણના લાભો હાથોહાથ આપે છે તેનો આ ઉત્તમ દાખલો છે.વાંઢના,છેવાડાના અબડાસા વિસ્તારના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવામાં લોકપ્રિય ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના અથાગ પ્રયત્નોનું આ ફળ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
જુદાં જુદાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં
આ કાર્યક્રમમાં ગાંધીધામ મતવિસ્તાર ધારાસભ્ય માલતીબહેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા અને રમેશભાઈ મહેશ્વરી, કલેકટર પ્રવીણા ડી.કે.,જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, અગ્રણીઓ હરિભાઈ જાટિયા, કેશવજી રોશિયા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, જિલ્લાપંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, સિંચાઈ સમિતિના ચેરમેન ધનજીભાઈ આહીર,શાસકપક્ષના નેતા હરિભાઈ આહિર,બાંધકામ સમિતિ ચેરમેન જનક સિંહ જાડેજા,જિલ્લા ખરીદ-વેચાણ સંઘ નિયામક અનિરુદ્ધસિંહ જાડેજા,કિસાન મોરચા પ્રમુખ રમેશ પટેલ,તાલુકા પંચાયત સદસ્ય શાંતાબેન પટેલ,જયદેવસિંહ જાડેજા,પરસોતમ મારવાડા,વિપક્ષી નેતા મહાવીર સિંહ જાડેજા,અગ્રણી મહેશભાઈ ભાનુશાળી, મહેન્દ્રભાઈ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા,તાલુકા વિકાસ અધિકારી બચુભાઈ મહેશ્વરી, મામલતદાર એન એલ ડામોર,કેળવણી નિરીક્ષક વસંતભાઈ તેરૈયા તેમજ જિલ્લા અને તાલુકાના અગ્રણીઓ લાભાર્થી ખેડૂતો અને ગ્રામ્યજનો અને વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ ખેડૂત ચોપાલ: મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રતિક્રિયા
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના વકર્યો: કોવિડ ગાઈડલાઈન માટે AMCને હજુ પણ રાજ્ય સરકારના આદેશની પ્રતીક્ષા