ETV Bharat / state

Kutch News: કચ્છની આશ્રયશાળામાં રમત-ગમતને કારણે નિરાધાર અને દિવ્યાંગ લોકોના સ્વાસ્થ્યમાં થયો સુધારો - નિરાધાર અને દિવ્યાંગ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો

આજના તણાવવાળા જીવનમાં લોકો માનસિક શાંતિ મેળવવા તેમજ મોજશોખ ખાતર જુદી જુદી પ્રવુતિઓ કરતા હોય છે. ત્યારે જે લોકો નિરાધાર છે, માનસિક રીતે દિવ્યાંગ છે અથવા તો ઘરના લોકો દ્વારા તરછોડી દેવાયા છે. ત્યારે નિરાધાર લોકોને સારો અભિગમ આપવા અને માનસિક રીતે દિવ્યાંગ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે હવે તેમને દરરોજ અલગ-અલગ રમતો રમાડવામાં આવી રહી છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 30, 2023, 6:53 PM IST

રમત-ગમતને કારણે નિરાધાર અને દિવ્યાંગ લોકોના જીવનમાં થયો સુધારો

કચ્છ: કહેવાય છે કે નિજાનંદ જેવો કોઈ આનંદ નથી. લોકો પોતાની માનસિક શાંતિ માટે પૈસા ખર્ચીને પણ વિવિધ પ્રવૃતિઓ કરતા હોય છે. પોતાના પરિવાર સાથે આનંદ માણતા હોય છે. પરંતુ જે નિરાધાર છે જેમનું કોઈ નથી તેવા લોકો કંઈ રીતે આનંદ મેળવતા હશે. ત્યારે ભુજ નગરપાલિકા અને શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત રહેણ બસેરામાં આશ્રય આપીને વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.

" આ આશ્રય સ્થાન પર 55 જેટલા લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. જે પૈકી 14 જેટલા લોકો માનસિક રીતે દિવ્યાંગ છે. અહીં મનોરંજન માટે લોકોને ટેલિવિઝન બતાવવામાં આવે છે તો મ્યુઝિક પણ વગાડવામાં આવે છે. પરંતુ છેલ્લા થોડાક દિવસોથી અહીં વિવિધ રમતો રમાડવામાં આવી રહી છે. જેમાં દાતા દ્વારા ફૂટબોલ, કેરમ, ક્રિકેટ રમવાના સાધનો તથા જુદી જુદી રમતોના સાધનો આશ્રય સ્થાનને આપવામાં આવ્યા છે. - હેમેન્દ્ર જણસારી, પ્રમુખ, લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ,ભુજ

દાતાના સલાહથી પ્રવૃતિ શરૂ કરાઈ: એક દાતા દ્વારા પોતાના જન્મદિવસે જ્યારે અહીં આશ્રિતોને ભોજન કરાવવામાં આવ્યું હતું તે દિવસે દાતા દ્વારા આ વિચાર મૂકવામાં આવ્યો કે મનોરંજનમાં ટેલિવિઝન સિવાય લોકોને રમતો રમાડવામાં આવે તો આ લોકોને પણ આનંદ મળે. દાતા દ્વારા જ રમતગમતના સાધનો આપવામાં આવ્યા અને ત્યાર બાદ અહી આશ્રિતોને ટ્રસ્ટીઓ અને આશ્રય સ્થાનની ટીમ દ્વારા રમતો શરૂ કરવામાં આવી.

માનસિક સ્વાસ્થ્ય સુધર્યું:
માનસિક સ્વાસ્થ્ય સુધર્યું:

આશ્રિતોના જીવનધોરણમાં સુધારો: આશ્રમમાં રમતગમતની પ્રવૃત્તિ શરૂ કર્યા બાદ અહેસાસ થયો કે આ પ્રવૃતિ ટ્રસ્ટ દ્વારા વહેલી શરૂ કરવી જોઈતી હતી. પરંતુ દાતાના સુચનના પગલે અહી રહેતા આશ્રિતોમાં પણ ઘણોબધો સુધારો આવ્યો છે. અગાઉ જ્યારે કોઈ આશ્રમની મુલાકાત લેવા આવે ત્યારે બધા એક જગ્યાએ બેઠેલા રહેતા તો અમુક લોકો ટીવી જોતા હોય તો ત્યાં ટીવી જ જોતા રહે. પરંતુ હવે લોકો પોતાની રીતે જુદી જુદી રમતો રમતા જોવા મળે છે.

માનસિક સ્વાસ્થ્ય સુધર્યું: જેમણે અહીં આશ્રય લીધો ત્યારથી તેમના ચહેરા પણ ખુશી જોઈ ના હતી. તેમને આ રમતગમતના સાધનો આપીને રમતમાં જોડ્યા ત્યારે તેમના ચહેરા પર સ્મિત જોવા મળ્યું અને તેઓ ખૂબ ખુશ જોવા મળ્યા હતા અને તેમને જોઈને ટ્રસ્ટના લોકોને વધુ આનંદ થયો હતો. રમતગમતના કારણે આશ્રિતોની માનસિકતા પર પણ ઘણો ફરક પડતો હોય છે અને તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળે છે.

  1. આંધીઓની વચ્ચે પણ સંસ્થા પ્રગટાવી રહી છે માનવતાનો દીવો, લોકોના ચહેરા પર આવે છે સ્મિત
  2. Organ Donation: રાજ્યમાં 1 વર્ષની અંદર 670 જેટલા જીવંત લોકોએ અંગદાન કર્યું, 817 જેટલા લોકોને મળ્યું નવજીવન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.