- સરહદી જિલ્લા કચ્છનું સરહદી ગામ ધોળાવીરામાં (Dholaveera) વર્લ્ડ હેરિટેજ સાઈટ (World Heritage Site) પણ આવેલી છે
- અહીં દરબાર, આહીર અને અનુસૂચિત જાતિના લોકો કરે છે વસવાટ
- ધોળાવીરા ગામમાં લોકો પશુપાલન અને સૂકી ખેતી કરીને કરે છે જીવનનિર્વાહઅહીં દરબાર, આહીર અને અનુસૂચિત જાતિના લોકો કરે છે વસવાટ
કચ્છઃ વર્લ્ડ હેરિટેજ સાઈટ (World Heritage Site) તરીકે ખ્યાતિ પામેલા ધોળાવીરા (Dholaveera) ગામમાં દરેક પ્રજાતિના લોકો વસવાટ કરે છે. અહીં આહીર, દરબાર, કોલી, બાવાજી અને અનુસૂચિત જાતિના લોકો ઘણા વર્ષોથી રહી રહ્યા છે. અહીંના લોકો મુખ્યત્વે વરસાદ આધારિત સૂકી ખેતી સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત અહીં વસતા લોકોમાંથી કેટલાક માલધારી છે અને પશુપાલનના વ્યવસાયમાં સંકળાયેલા છે. લોકો ભેંસ અને ગાયનું દૂધ નજીકની સહકારી મંડળીઓને વેચીને પોતાનું જીવનનિર્વાહ કરતા હોય છે.
![ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13206874_dholavira_b_7209751.jpg)
ગામના લોકોને સૂકી ખેતી તથા મજૂરી કરીને પણ કરે છે જીવનનિર્વાહ
ધોળાવીરા ગામના અમુક લોકો સૂકી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત આ ખેતરોમાં પણ અમુક લોકો મજૂરી કરીને રોજગારી મેળવતા હોય છે. તો અન્ય લોકો ગામમાં થતા વિકાસના કામો, સરકારી કામો તથા કોઈ પણ પ્રકારના બાંધકામના કામોમાં મજૂરી કરીને પોતાનો જીવનનિર્વાહ કરતા હોય છે.
![અહીં દરબાર, આહીર અને અનુસૂચિત જાતિના લોકો કરે છે વસવાટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13206874_dholavira_f_7209751.jpg)
અનુસૂચિત જાતિના લોકો ચામડાના ઉદ્યોગથી મેળવે છે રોજગારી
ગામના અનુસૂચિત જાતિના લોકો ચર્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. અનેક કારીગરો છે, જે ચામડામાંથી જૂતા, ચપ્પલ, લેડીઝ પર્સ અને જુદી જુદી સુશોભનની વસ્તુઓ પણ બનાવે છે અને સારી એવી માત્રામાં વેચાણ કરીને પોતાનો જીવનનિર્વાહ કરતા હોય છે. ધોળાવીરા ગામના અનેક કારીગરોને તાલુકા, જિલ્લા તથા રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કાર (National level awards) પણ પ્રાપ્ત થયા છે.
![અહીં દરબાર, આહીર અને અનુસૂચિત જાતિના લોકો કરે છે વસવાટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13206874_dholavira_e_7209751.jpg)
આગામી સમયમાં પ્રવાસનથી ખૂબ આવક થશે
તાજેતરમાં જ ધોળાવીરાની હડપ્પીય સંસ્કૃતિની સાઇટને (Site of Harappan culture) વર્લ્ડ હેરિટેજ સાઈટમાં (World Heritage Site) સ્થાન મળ્યું છે. તો અહીં પ્રવાસીઓનો પણ ધસારો રહેતો હોય છે તો લોકલ ગાઈડ (Local Guide) તરીકે પણ લોકો કમાણી કરતા હોય છે તથા રિસોર્ટ તથા હોટલના માધ્યમથી પણ ગામના લોકો રોજગારી મેળવીને જીવનનિર્વાહ કરતા હોય છે. આગામી સમયમાં ધોળાવીરા ગામમાં પ્રવાસન ક્ષેત્રે મોટા પાયે વિકાસ થશે. પરિણામે, આવકનો સ્ત્રોત પણ બનશે અને લોકોને રોજગારી પણ મળશે.
![ધોળાવીરા ગામમાં લોકો પશુપાલન અને સૂકી ખેતી કરીને કરે છે જીવનનિર્વાહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13206874_dholavira_a_7209751.jpg)
મહિલાઓ સંકળાયેલી છે હસ્તકળા સાથે
ગામની મહિલાઓ હસ્તકળા સાથે સંકળાયેલી છે. જ્યારે અહીં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે મહિલાઓ હસ્તકળાની બનાવટોનું વેચાણ કરતી હોય છે. ગામની બહાર અન્ય સ્થળોએ તેનો વેચાણ કરતા હોય છે. આ ઉપરાંત અનેક વખત અન્ય દેશોમાં પણ વેચાણઅર્થે મોકલતા હોય છે અને તેમાંથી કમાણી કરીને જીવનનિર્વાહ કરતા હોય છે.
આ પણ વાંચો- ગુજરાતની ગૌરવસિદ્ધિ : યુનેસ્કો દ્વારા કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવેશ
આ પણ વાંચો- કચ્છમાં 75 ભૂસ્તરશાસ્ત્રીય મહત્વ ધરાવતી જગ્યાઓ મળી આવી, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માગ