કચ્છ BSFના DIG સહિતના ઉચ્ચધિકારીઓ સરહદ પર છે અને તેમના દ્વારા સતત પેટ્રોલિંગ સાથે સુરક્ષાની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ કચ્છ બોર્ડર રેંજના IG ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ આંતરિક સુરક્ષા માટે કચ્છ બનાસકાંઠા અને પાટણમાં ખાસ સૂચના સાથે પેટ્રોલિંગ અને સંદિગ્ધ સ્થળોની તાપસના આદેશ આપ્યા છે.પોલીસ દ્વારા વાહન ચકાસણી સાથે નાઈટ પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
કચ્છ સરહદે કાર્યરત તમામ સુરક્ષા અજેન્સીનું કોર સંકલન ગ્રુપ એક્ટિવટ કરી દેવાયું છે. દરિયાઈ સુરક્ષા માટે માછીમારોને સજાગ રહેવા અને છેવાડાના ગામોમાં સ્થાનિક લોકો સાથે સંકલન વધારી દેવાયું છે.