કચ્છ: સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી (Meteorological Department Forecast) મુજબ ફરી હવામાનમાં પલટો આવ્યો છે.આજે રાજ્યમાં તાપમાનનો (Gujarat Weather Update) પારો પાછો ઉપર ચઢ્યો છે અને સાથે જ ઠંડીનો ચમકારો પણ ઘટ્યો છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં આજે લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી 20 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.
સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું
આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા નોંધાયેલ લઘુત્તમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 12.6 ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગર ખાતે 15.2, ભુજ ખાતે 17.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 15.7, જૂનાગઢમાં 17.0, બરોડામાં 17.0, અમદાવાદમાં 17.6, કંડલામાં 17.6, ભાવનગરમાં 18.3, સુરતમાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
સૌથી વધારે મહતમ તાપમાન ભુજમાં નોંધાયું
મહતમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન ભુજ ખાતે 33.6 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર ખાતે 31.8, નલિયામાં 32.8, રાજકોટમાં 33.3, જૂનાગઢમાં 32.4, બરોડામાં 32.2, અમદાવાદમાં 32.3, કંડલામાં 31.6, ભાવનગરમાં 31.1, સુરતમાં 33.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રી)
ક્રમ | મહાનગરો | લઘુતમ તાપમાન |
1 | અમદાવાદ | 17.6 |
2 | ગાંધીનગર | 15.2 |
3 | રાજકોટ | 15.7 |
4 | સુરત | 19.4 |
5 | ભાવનગર | 18.3 |
6 | જૂનાગઢ | 17.0 |
7 | બરોડા | 17.0 |
8 | નલિયા | 12.6 |
9 | ભુજ | 17.2 |
10 | કંડલા | 17.6 |
ગુજરાતના મહાનગરોમાં મહતમ તાપમાન (ડિગ્રી)
ક્રમ | મહાનગરો | લઘુતમ તાપમાન |
1 | અમદાવાદ | 32.3 |
2 | ગાંધીનગર | 31.8 |
3 | રાજકોટ | 33.3 |
4 | સુરત | 33.0 |
5 | ભાવનગર | 31.1 |
6 | જૂનાગઢ | 32.4 |
7 | બરોડા | 32.2 |
8 | નલિયા | 32.8 |
9 | ભુજ | 33.6 |
10 | કંડલા | 31.6 |