કચ્છ : રાજ્યના હવામાનમાં ફરી ફેરફાર નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યના હવામાનમાં (Gujarat Weather Report) 1 થી 2 ડિગ્રી જેટલો વધારો થયો છે. આજથી ગરમીનું પ્રમાણ તો વધશે સાથે સાથે અમુક જિલ્લાઓમાં હિટ વેવની (Impact of Hitwave in Gujarat) અસર પણ જોવા મળશે તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : આજની પ્રેરણા
આ વિસ્તારમાં બફારો અનુભવાશે - આજ રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ અને દીવમાં (Maximum Temperature Today) બપોરના સમયે બફારો અનુભવાશે.
આ પણ વાંચો : Love Horoscope: પ્રેમની બાબતમાં આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, ચોક્કસ મળશે સાચો પ્રેમ
મહાનગરોમાં મહત્તમ તાપમાન - રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાન (Heat Temperature in Gujarat) આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન જૂનાગઢ ખાતે 40 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ અને ભુજ ખાતે 39 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગર, સુરત, કંડલા અને રાજકોટ ખાતે 38 ડિગ્રી, બરોડા ખાતે 37 ડિગ્રી, નલિયા ખાતે 36 ડિગ્રી તો ભાવનગર ખાતે 35 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)
શહેર | મહત્તમ તાપમાન |
અમદાવાદ | 39.0 |
ગાંધીનગર | 38.0 |
રાજકોટ | 38.0 |
સુરત | 38.0 |
ભાવનગર | 35.0 |
જૂનાગઢ | 40.0 |
બરોડા | 37.0 |
નલિયા | 36.0 |
ભુજ | 39.0 |
કંડલા | 38.0 |